Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

Previous | Next

Page 104
________________ અમૃતવેલની સઝાય ૯૫ ગાથાર્થ - રાગાત્મક ઝેરના દોષને દૂર કરવાથી, બાકી રહેલા દ્વેષના રસને બાળી નાખવાથી અને પૂર્વકાલમાં થઈ ગયેલા મહાત્મા પુરુષોનાં વચનો સંભાળવાથી સર્વ કર્મોનું વારણ થતાં આ જીવની મુક્તિ થાય છે. ર૭ા વિવેચન :- (૫૧) મુક્તિતત્ત્વનો કોઈ જો વિરોધી શત્રુ હોય તો તે મોહરાજા છે, તેના મુખ્ય બે સુભટો છે. રાગ અને દ્વેષ. આ બને સુભટો દ્વારા મોહરાજા મુક્તિ તરફ પ્રયાણ કરતા આ જીવને પકડીને પાછા લાવે છે અને સંસારની શેરીઓમાં જમાડે છે. તેથી રાગ-દ્વેષ રૂપી મોહના સુભટોમાંથી જો છટકાય તો જ મુક્તિ થાય. અન્યથા ન થાય. તેથી તેનો ઉપાય આ ગાથામાં જણાવે છે. - ભૂતકાળમાં થયેલા મહાત્મા પુરુષોએ આત્મકલ્યાણને કરનારાં અધ્યાત્મપ્રેરક, સંવેગવૈરાગ્યવર્ધક આત્મતત્ત્વની પરિણતિને નિર્મળ કરનારાં જે જે શાસ્ત્રો બનાવ્યાં છે. તે તે શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી અને વાચનારૂપે તે તે શાસ્ત્રોના અર્થો-મર્મો ગીતાર્થ ગુરુઓ પાસેથી સાંભળવાથી અને નિરંતર ધર્મગુરુઓ પાસેથી વાચના-હિતશિક્ષા લેવાથી જ રાગ અને લેષ નામના સુભટોના પંજામાંથી છટકી શકાય છે. રાગ અને દ્વેષ જીવને ભવોભવની અંદર ભટકાવવા રૂપે મારવાનું જ કામ કરે છે. તેથી રાગને વિષની ઉપમા

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114