Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 56
________________ અમૃતવેલની સક્ઝાય ૪૭ વિવેચન :- (૨૩) પરિગ્રહ - આ પાપસ્થાનક બે પ્રકારનું છે. બાહ્ય પરિગ્રહ અને અભ્યત્તર પરિગ્રહ. બાહ્ય પરિગ્રહના નવ ભેદ છે. ૧-ધન (રોકડ નાણું, શેરો, એફ.ડી. ઈત્યાદિ), ૨-ધાન્ય (ઘઉં, બાજરી, ચોખા, મગ, અડદ વગેરે), ૩-ક્ષેત્ર-ખુલ્લી જગ્યા (પ્લોટ, ખેતર વગેરે), ૪-વાસ્તુ-વસવાટ થાય તેવાં મકાનો, પ-રૂપ્ય-રૂપાનાણું-ચાંદી વગેરે, ૬-સુવર્ણસોનુ, હીરા માણેક, પન્ના ઈત્યાદિ ધાતુઓ, ૭-કુષ્ય-બાકીની ઘરવખરી, ફર્નીચર તથા ઘરનો સામાન, ૮-દ્વિપદ-બે પગવાળાં પ્રાણીઓ, નોકર-ચાકર, પોપટાદિ પક્ષીઓ, ૯-ચતુષ્પદ-ચાર પગવાળાં પ્રાણીઓ, પશુઓ, ગાય, ભેંસ વગેરે. આ નવ પ્રકારનો પરિગ્રહ ઘણો વધાર્યો હોય, મમતા-મૂછ કરી હોય. આ સઘળી વસ્તુઓનો સંગ્રહ કરવો તે બાહ્ય પરિગ્રહ કહેવાય છે. મૂછ-મમતા અને આસક્તિનો હેતુ છે માટે. તે બાહ્યપરિગ્રહ ઉપરની જે મમતા-મૂછ-આસક્તિ અત્યન્ત રાગવાળો જે પરિણામ તે અત્યંતર પરિગ્રહ કહેવાય છે. હે જીવ! તે જે કોઈ બાહ્ય પરિગ્રહ કર્યો હોય, બાહ્ય પરિગ્રહ વધાર્યો હોય તથા તેના ઉપર મમતા-મૂછ કરી હોય અને તેના માટે ક્લેશ, કડવાશ, વેરઝેર કર્યા હોય ઈત્યાદિ પાપોની તું ક્ષમા માગ, તારી ભૂલ કબૂલ કર, ફરીથી આવાં પાપો ન કરવાની પ્રતિજ્ઞા કર. આવા પ્રકારની દુષ્કતની ગર્તા જ પૂર્વબદ્ધ પાપકર્મોની નિર્જરા કરાવશે.

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114