Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 61
________________ ૫ ૨ અમૃતવેલની સજઝાય જે જે પાપો કર્યા હોય તેની હે જીવ! તું ક્ષમાયાચના કર. પાપોની નિંદા કર, દુષ્કતોની ગહ કર. આત્માનું આ જ કલ્યાણ કરનારું તત્ત્વ છે. (૩૩) રતિ-આરતિ - આન્તરિક પ્રીતિ-અપ્રીતિ. કોઈપણ પદાર્થ પ્રત્યે અથવા કોઈપણ વ્યક્તિ પ્રત્યે આન્તરિક (હૃદયગત) જે પ્રીતિ-અપ્રીતિ છે તે રતિ-અરતિ નામનું પંદરમું પાપસ્થાનક છે. તેના દ્વારા બાહ્ય જે ગમો અને અણગમો પ્રગટ થાય તે દસમું-અગિયારમું રાગ-દ્વેષ નામનાં બે પાપસ્થાનક છે. હૃદયની અંદર રહેલી જે રતિ-અરતિ છે તે બહારથી રાગ-દ્વેષ કરાવવા દ્વારા ઘણા જ કષાયો કરાવનારું તત્ત્વ છે. એકવાર કષાયોનાં બીજ રોપાય તો તે નીકળવા બહુ જ દુષ્કર છે. તેનાથી ક્લેશ, કડવાશ, ચિંતા અને ઉપાધિઓનો વધારો જ થાય છે, પણ ઘટાડો થતો નથી. આ પાપસ્થાનક આ જીવને નિરંતર ચિંતાતુર બનાવે છે. માટે હે જીવ ! તું આવાં પાપસ્થાનક ત્યજી દે, આજ સુધી કરેલાં પાપોનો પશ્ચાત્તાપ કર, પાપોની નિંદા કર. (૩૪) પરપરિવાદ - પરની નિંદા કરવી તે, કોઈપણ જાતનું પ્રયોજન ન હોય તો પણ નવરો બેઠેલો આ જીવ કોઈની ને કોઈની નિંદામાં જોડાઈ જાય છે. કોઈનું પણ હલકું બોલવું એ તો તેનો જાતિસ્વભાવ થઈ જાય છે. બીજાના ઘરે

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114