Book Title: Amrutvelni Sazzay Author(s): Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran TrustPage 68
________________ અમૃતવેલની સઝાય પ૯ (૧) અરિહંત પરમાત્મા - છેલ્લેથી ત્રીજા ભવમાં જેઓએ મનમાં એવી સુંદર અને સરસ ભાવના ભાવી કે મારી એવી શક્તિ ક્યારે આવે કે હું જગતના જીવોને સંસારથી તારું” આવી જે પ્રશસ્ત ભાવ કરુણા થઈ, શુભ લાગણી થઈ, પરોપકાર કરવાની તીવ્ર ભાવના જાગી, તેનાથી તીર્થકર નામકર્મ બાંધ્યું. સમ્યકત્વગુણથી કે વીશસ્થાનકની આરાધનાથી તીર્થંકર નામકર્મ બંધાતું નથી. આત્માના ગુણો કે ધર્મની આરાધના કર્મબંધનો હેતુ બનતો નથી. પરંતુ આવી પરોપકાર કરવાની ભાવના સ્વરૂપ શુભ રાગથી (લાગણીથી) જિનનામકર્મ બંધાય છે અને તેવી શ્રેષ્ઠ ભાવના સમ્યકત્વી જીવને જ આવે છે. વિશસ્થાનકની આરાધના કરનારને જ આવે છે, બીજાને આવતી નથી. તેથી સમ્યકત્વી જીવ જ જિનનામ કર્મ બાંધે છે. આમ સમજવું. ત્રીજા ભવમાં તીર્થકર નામકર્મ બાંધીને બીજો ભવ દેવલોકનો (અથવા નરકનો) કરીને છેલ્લા ભવ રૂપે મનુષ્યમાં ચૌદ ઉત્તમ સ્વપ્નો પૂર્વક જેઓ જન્મ લે છે, જેઓના જન્મસમયે કોડાકોડી દેવો આવીને મેરૂપર્વત ઉપર જન્માભિષેક ઉજવે છે તે અરિહંત ભગવંત કહેવાય છે. આ પરમાત્મા ચરમ ભવમાં અવસર પ્રાપ્ત થતાં સંસાર ત્યજીને સંયમ ગ્રહમ કરે છે. ઉપસર્ગ-પરીષહ સહન કરીને ધ્યાન, તપ અને સાધના દ્વારા કર્મો ખપાવીને કેવલજ્ઞાન-કેવલદર્શન પ્રાપ્ત કરેPage Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114