________________
૯૨
અમૃતવેલની સજ્ઝાય
મનથી પણ વિચારવી કરવી નહીં. કોઈને પણ પરિતાપ ન ઉપજાવવો તે અહિંસા, લોકમાં પણ કહેવત છે કે
“દયા ધર્મ કા મૂલ હૈ, પાપમૂલ અભિમાન, તુલસીદયા ન છોડીએ, જબ લગ ઘટ મેં પ્રાણ”
માટે દુઃખી જીવોની દયા કરવી પણ હિંસા ન કરવી. ધર્મ વિનાના જીવોને ધર્મ પમાડવો તે ભાવદયા અને સંસારનાં દુઃખે દુ:ખી માણસોનાં સાંસારિક દુઃખો દૂર કરવાં તે દ્રવ્યદયા. આપણાથી જેટલા અંશે જે દયા શક્ય હોય તેટલા અંશે તે દયા કરવી તે અહિંસા નામનો પ્રથમ ધર્મ છે.
સંમય - ત્યાગ, પાંચ ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરવો, સુખશેલીયાપણું ત્યજી દેવું, વિકાર વાસના અને રાગાદિ કષાયો ન થાય તેવું જીવન જીવવું, ધ્યાન અને સ્વાધ્યાયાદિમાં લીન રહેવું, બહિર્ભાવનો ત્યાગ કરવો, સ્વભાવદશામાં ઓતપ્રોત બનવું, બોલવામાં અને વર્તનમાં વિવેકવાળા બનવું તે સઘળો ય સંયમ નામનો તપ છે.
સંસારીભાવોનો જે સર્વથા ત્યાગ તે સર્વવિરતિ સંયમ અને સંસારીભાવોનો અંશતઃ ત્યાગ તે દેશવિરતિસંયમ. આમ સંયમના બે ભેદ છે. ત્યાં દેશવિરતિ સંયમના એક અણુ વ્રતધારીથી ક્રમશઃ બારવ્રતધારી, પડિમાધારી અને સંવાસાનુ મતિ ત્યજીને શેષ અનુમતિના ત્યાગી સુધીના અનેક ભેદો છે.