________________
અમૃતવેલની સજ્ઝાય
૯૧
વિના જીવનું કલ્યાણ થતું નથી. માટે કંઈક શાસ્ત્રાભ્યાસ કર, દૃષ્ટિ ખોલ, નિર્મળ આત્મસ્વરૂપ જો અને પરદ્રવ્યનો મોહ છોડ. I॥૨૫॥
ધારતા ધર્મની ધારણા, મારતા મોહ વડ ચોર રે । જ્ઞાન રુચિ વેલ વિસ્તારતા, વારતા કર્મનું જોર રે II ચેતન ! જ્ઞાન અજુવાળીએ II૨૬Iા
ગાથાર્થ :- ધર્મતત્ત્વની ધારણા કરતો, મોહરૂપી મોટા ચોરને મારતો, સભ્યજ્ઞાનરૂપી જલથી રૂચિ રૂપી વેલડીને વિસ્તારતો આ જીવ કર્મના બલનો નાશ કરનાર બને છે. ૨૬॥
વિવેચન :- (૫૦) આ આત્માએ જો મુક્તિપ્રાપ્તિ કરવી હોય તો તેના ત્રણ ઉપાયો આ ગાથામાં જણાવ્યા છે. (૧) ધર્મતત્ત્વની ધારણા કરવી. આ પ્રથમ ઉપાય છે. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે
धम्मो मंगलमुक्कियुं, अहिंसा संजमो य तवो । देवा वि तं नमस्संति, जस्स धम्मे सया मणुओ ॥१॥
અહિંસા, સંયમ અને તપ આ ત્રણ પ્રકારે ધર્મ છે. જેનું મન હંમેશાં ધર્મમાં હોય છે તેને દેવો પણ નમસ્કાર કરે છે. કોઈ પણ જીવને હણવો નહીં. દુ:ખ પહોંચાડવું નહીં,