Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 74
________________ અમૃતવેલની સક્ઝાય છે. દ્વાદશાંગી આદિ શાસ્ત્રોના નિપુણપણે જ્ઞાતા છે તે શ્રી ઉપાધ્યાયજીના પઠન-પાઠનના ગુણની, સૂત્રો સંબંધી આદાનપ્રદાન કરવાના ક્રિયાગુણની અને ત્યાગ, તપ, સંયમમય ગુણોની હે જીવ! તું વારંવાર અનુમોદના કર. (૪૨) પાંચમા પદે બીરાજમાન સાધુભગવંતોની સાધુતાની તું અનુમોદના કર. આ સાધુભગવંતો મૂલગુણ અને ઉત્તરગુણના ભંડાર હોય છે. સર્વથા પ્રાણાતિપાત વિરમણવ્રત વગેરે પાંચ મહાવ્રતવાળા આ મુનિઓ કહેવાય છે. નાનામોટા કોઈ જીવની હિંસા કરવી નહીં, નાનુ-મોટુ અલ્પ પણ મૃષા બોલવું નહીં, કોઈની પણ નાની-મોટી વસ્તુ તેના માલિકના આપ્યા વિના લેવી નહીં. પુરુષ સ્ત્રીનો અને સ્ત્રીએ પુરુષનો સ્પર્શ પણ કરવો નહીં. તેઓનાં અંગોપાંગ નિરખવાં નહીં, વાસનાની ઉત્તેજક વાતો કરવી નહીં, ધન-ધાન્યાદિ કોઈપણ વસ્તુઓ પ્રત્યે મમતા-મૂછ રાખવી નહીં. આ પાંચ મહાવ્રત છે. તેને મૂલગુણ કહેવાય છે. શય્યાતરપિંડ, રાજ્યપિંડ, અગ્રપિંડ, નિત્યપિંડ વગેરેનો ત્યાગ એ ઉત્તરગુણ છે. જેના ઘરમાં રાત્રિ રોકાયા હોય તેના ઘરનો આહાર બીજા દિવસે ન કહ્યું, તે શય્યાતરપિંડનો ત્યાગ રાજાના ઘરનો આહાર મુનિને ન કલ્પે તે રાજ્યપિંડનો ત્યાગ તૈયાર થયેલી રસોઈમાંથી અગ્રિમ ભાગ વહોરવો તે અગ્રપિંડ, આ પણે ન કલ્પ, દરરોજ એક જ ઘરથી આહાર લાવવો તે

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114