Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

Previous | Next

Page 91
________________ અમૃતવેલની સઝાય આ ભવમાં જે ઘરે જન્મ્યા, તે ઘરના પરિવારના સભ્યો સાથે પિતા-પુત્ર-પતિ-પત્ની આદિ સંબંધોથી તું જોડાયો છે. ભવ સમાપ્ત થતાં જ આ તમામ સગપણો પણ સમાપ્ત થઈ જાય છે. નવા ભવમાં નવા જીવો સાથે સગપણો બંધાય છે. ત્રીજા ભવમાં વળી જુદા જીવો સાથે સગપણો થાય છે. આમ આ સંસારમાં સંબંધો બદલાતા જ રહે છે તેથી નિશ્ચયનયની દૃષ્ટિએ વાસ્તવિકપણે આ જીવ કોઈની પણ સાથે સાચા સગપણવાળો નથી, બધું જ અનિત્ય છે. એક ભવ પુરતું જ છે. આંખ મીંચાતાં જ બધી સગાઈ સમાપ્ત થઈ જાય છે. મહાત્મા પુરુષોએ કહ્યું છે કે - કોના છોરૂ કોનાં વાછોરૂ, કોનાં માય ને બાપ ! અંતકાલે જીવને જાવું એકલું, સાથે પુષ્ય ને પાપ | સગી રે તારી તેની કામિની, ઉભી ટગમગ જુએ . તેહનું પણ કંઈ ચાલે નહીં, ઉભી ઉભી ધ્રુસકે રુએ II આ રીતે વિચારતાં હે જીવ! તું જ તારા કર્મોનો કર્તા છો, તું જ તારા કર્મોના ફળનો ભોક્તા છો, તારે એકલાને જ ભવાન્તરમાં જવાનું છે. વાસ્તવિકપણે કોઈ કોઈનું નથી. માટે તું અતિશય મોહ ન કર. મોહાધતા ત્યજી દે, ભલે સર્વે જીવોની સાથે ઉચિત વ્યવહાર કર, પણ અંતરથી અંજાઈ ન જા, નિર્લેપ રહેતાં શીખ, આસક્તિભાવ ઓછો કર, નિશ્ચયદૃષ્ટિ સામે રાખ. કહ્યું છે કે –

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114