Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 76
________________ ૬૭ અમૃતવેલની સઝાય પ્રશ્ન :- મુનિ તો સર્વથા ત્યાગી હોય, નિષ્પરિગ્રહી હોય તો તેઓએ શું વસ્ત્ર-પાત્ર રખાય? ઓઘો, મુહપત્તિ શું રખાય ? અને જો રાખે તો શું સાધુ કહેવાય ? નિષ્પરિગ્રહી મુનિ કહેવાય? કંઈ ન રાખે, તેને નિષ્પરિગ્રહી કહેવાય. ઉત્તર :- હા, મમતા-મૂછ અને આસક્તિ ન થાય તેવાં વસ્ત્ર-પાત્ર રાખે. ઓઘો, મુહપત્તિ પણ રાખે, પરંતુ ક્યાંય મમતા-મૂછ-આસક્તિ ન રાખે. સંયમની સાધનામાં જે જે અનિવાર્ય પદાર્થો છે તેને મમતા વિના રાખે. દિગંબર સંપ્રદાયમાં પણ જયણા માટે મોરપિંછી રાખે, શરીરશુદ્ધિ માટે પાણી લઈ જવા સારું કમંડળ રાખે, ભણવા-ભણાવવા માટે પુસ્તક રાખે તેથી વસ્તુઓ રાખવા છતાં મૂછ જો ન હોય તો તે વસ્તુના સંગ્રહને પરિગ્રહ કહેવાતો નથી. આવા પ્રકારની ઉત્તમ સાધુતાને સાધનારા તે મુનિભગવંતોના ગુણોની તું વારંવાર અનુમોદના કર. ધન્ય છે તે મુનિવરોને કે જેઓ અનુકુળ-પ્રતિકુળ પ્રસંગોમાં સમભાવપૂર્વક પ્રવૃત્તિ કરે છે. અને કર્મો ખપાવે છે. તેઓના સમતાગુણની પણ હે જીવ ! તું અનુમોદના કર. ll૧૮ જેહ વિરતિ દેશ શ્રાવક તણી, જેહ સમકિત સદાચાર રે સમકિતદષ્ટિ સુરનર તણો, તેહ અનુમોદીએ સાર રે II ચેતન ! જ્ઞાન અજુવાળીએ II૧લા

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114