Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 47
________________ ૩૮ અમૃતવેલની સજઝાય લયલીન બનવું, તેવા ભોગોનો ત્યાગ ન કરતાં વધારે ને વધારે તેમાં આસક્ત બનવું તે અવિરતિ નામનું પાપ. પ્રમાદ - આળસ, ઊંઘ, પારકાની નિંદા, વિષયોનો અતિશય રાગ, આ સઘળો ય પ્રમાદ કહેવાય છે. દેશકથા, સ્ત્રીકથા, રાજ્યકથા અને ભક્તકથા (ભોજનની વાત) આ બધી કથાઓ રાગ-દ્વેષ અને વિકારોને વધારનારી છે. તેથી સર્વે વિકથા કહેવાય છે. તેવા પ્રકારની વિકથાઓમાં જ જીવન બરબાદ કરવું આ સઘળો ય પ્રમાદ નામનું પાપ. કષાય - જેનાથી સંસાર વધે, જન્મ-મરણની પરંપરા વધે, ભવોની પરંપરા વધે તે કષાય કહેવાય છે. ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયો તે ચંડાળ ચોકડી જેવા ભયંકર છે. ક્લેશ, કડવાશ, વેરઝેર અને વૈમનસ્ય વધારનારા છે. આર્તધ્યાન રૌદ્રધ્યાન દ્વારા માનવજીવનને બરબાદ કરનારા આ કષાય છે. દૂરથી જ તિલાંજલિ આપવા જેવું આ કષાય નામનું પાપ છે. યોગ - મન, વચન અને કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિ, તેમાં શુભપ્રવૃત્તિ તે પુણ્યબંધનો હેતુ છે અને અશુભ પ્રવૃત્તિ તે પાપબંધનો હેતુ છે. આ પાંચે દોષો કે જેમાં મિથ્યાત્વ એ રાજા છે તેનાથી બંધાયેલાં પાપો ઘણો સંસાર વધારનારાં છે, સંસારમાં રખડાવનારાં છે. માટે આ ભવમાં કે પૂર્વભવમાં જે

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114