Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 50
________________ અમૃતવેલની સઝાય ૪૧ વિવેચન :- (૧૮) ધર્મગુરુ, વિદ્યાગુરુ, માતા-પિતા, કાકા-કાકી, મામા-મામી વગેરે વડીલવર્ગને ગુરુવર્ગ કહેવાય છે. તે મહાત્માઓ આપણા ઉપર ઉપકાર કરનારા છે. બહોળા અનુભવવાળા છે. તેમનાં વચનો આપણા હિતને જ બતાવનારાં હોય છે. માટે તેમની આજ્ઞાને જ અનુસરવું જોઈએ. તેઓનાં વચનનું પાલન કરીને તેઓની નિશ્રામાં જ રહેવું જોઈએ. કોઈ શંકા પડે, વાસ્તવિક વાત ન સમજાય તો વિનયથી પુછીને સંતોષ રાખવો જોઈએ. આમ તેઓને માન આપવું જોઈએ. તેને બદલે અહંકારાદિ ભાવથી ગુરુવર્ગનાં વચનો ન માન્યાં હોય, અવગણના (તિરસ્કાર) કર્યો હોય, તેમના વચનોની ઉપેક્ષા-અવહેલના કરી હોય, સ્વચ્છંદ બુદ્ધિવાળો થઈને મનમાન્યા અર્થો શાસ્ત્રોના કર્યા હોય, પોતાને જે સ્વાર્થ સાધવો હોય તે સ્વાર્થની સિદ્ધિ થાય તે રીતે અર્થઘટન કરીને યુક્તિપ્રયુક્તિ લગાવીને પોતે જ પોતાની બુદ્ધિના ઘોડા દોડાવીને માયાજાળ ગુંથી હોય, લોકોને ભોળવવાના ઉપાયો રચ્યા હોય. આ સઘળાં પાપોની હે જીવ! તું નિંદા-ગહ કર, પાપોનો પશ્ચાત્તાપ કર. . ધર્મગુરુઓ અને વિદ્યાગુરુઓ પોત-પોતાના શાસ્ત્ર અભ્યાસમાં ઘણા જ ઓતપ્રોત હોય છે. શાસ્ત્રોના નિરંતર અભ્યાસી હોય છે, સારા-નરસા પ્રસંગોથી ઘણા અનુભવી

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114