Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

Previous | Next

Page 52
________________ અમૃતવેલની સઝાય દુષ્કર છે. અને તેમાં પણ જૈન ધર્મ પ્રાપ્ત થવો ઘણો જ મુશ્કેલ છે. માટે તું ચેતી જા. ૧૧૫ જેહ હિંસા કરી આકરી, જેહ બોલ્યા મૃષાવાદ રે ! જેહ પરધન હરી હરખિયા, કીધલો કામ ઉન્માદ રે II ચેતન ! જ્ઞાન અજવાળીએ ૧રા ગાથાર્થ :- ભૂતકાળમાં જે કોઈ મોટી હિંસા કરી હોય, મોટકું જુઠું બોલ્યા હોઈએ, પારકાનાં ધન ચોરીને હરખાયા હોઈએ તથા જે કોઈ કામવાસનાનો ઉન્માદ કર્યો હોય, (તે સઘળાં ય ત્રણે કાલનાં પાપોની હે જીવ ! તું નિંદાગોં કર.) ૧૨ા વિવેચન - દસમી અગિયારમી ગાથામાં ભૂતકાળમાં ઘણાં ઘણાં પાપો કર્યા હોય તેની નિંદા-ગહ કરવાનું કહ્યું છે. તે કારણે આ બારમી ગાથાથી ક્રમશઃ અઢારે અઢાર પાપસ્થાનકો સમજાવે છે. ' (૧૯) સ્થૂલ પ્રાણાતિપાત - અહીં “આકરી” શબ્દનો અર્થ “મોટી હિંસા” એવો કરવો. સાધુ-સાધ્વીજી મહારાજશ્રીનું જીવન નાના-મોટા સૂક્ષ્મ-બાદર કોઈ જીવને ન મારવાનું છે અને શ્રાવક-શ્રાવિકાનું જીવન ત્રસ જીવોને ન હણવાવાળું છે. સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ ગૃહસ્થ જીવનમાં શક્ય નથી.

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114