Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 53
________________ ४४ અમૃતવેલની સજઝાય માટે તેમાં બની શકે તેટલી વધારે જયણા પાળવી. એ જ માર્ગ છે. માનવ જીવન ઘણું દુર્લભ છે. તેમાં પણ પાંચે ઈન્દ્રિયો પરિપૂર્ણ મળવી, આરોગ્ય પ્રાપ્ત થવું આ સઘળી વસ્તુઓ તેનાથી પણ ઘણી જ દુર્લભ છે. તે માટે આવા ઉત્તમ સંજોગોને પામીને શક્ય બને તેટલી વધારે જીવદયા પાળવી જોઈએ. હિંસાને જીવનમાંથી ત્યજી દેવી જોઈએ, ધાન્યાદિ જોઈ સાફસુફ કરીને જીવાત વિનાનું હોય તેનો જ ઉપયોગ કરવો. ઘરને પણ સ્વચ્છ અને સાફ રાખવું કે જેથી જીવાતની ઉત્પત્તિ જ ન થાય કે જેથી હિંસા કરવી પડે, પશુપક્ષીને બંધનમાં રાખીને પાળવાં-પોષવાં નહીં, મુક્તપણે વિચરનારાં પ્રાણીઓને બંધનમાં પૂરવાં નહીં. ઈન્દ્રિયચ્છેદ તથા શારીરિક કોઈ પણ અંગોના છેદનું કામકાજ ન કરવું. ખાવા-પીવાની ચીજોનાં ભાજને ઉઘાડાં રાખવાં નહીં. તેમાં જીવાત ન પડે તેનું ધ્યાન રાખવું ઈત્યાદિ રીતે હિંસા ન થાય તેની બરાબર કાળજી રાખવી. જે કોઈ નાની મોટી હિંસા થઈ ગઈ હોય તેની ક્ષમા માગવી. (૨૦) મૃષાવાદ - આ જીવનમાં જે કંઈ જુઠાં વચનો બોલાયાં હોય, મર્મવેધક, વ્યંગ, કટાક્ષ અને ઝેર ભરેલાં વચનોનો ઉપયોગ કર્યો હોય, ઉતાવળીયા સ્વભાવે પુરેપુરી તપાસ કર્યા વિના કોઈના પણ ઉપર ખોટા આક્ષેપ-કલંક કે

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114