Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

Previous | Next

Page 51
________________ ૪૨ અમૃતવેલની સજ્ઝાય બન્યા હોય છે. પરિપક્વ બુદ્ધિવાળા થઈને સારા એવા ઘડાયેલા હોય છે. શાસ્ત્રોના નિરંતર શ્રવણ-મનન અને ચિંતનથી ઉત્સર્ગ-અપવાદના જાણકાર હોય છે. હિતેચ્છુ, કરુણાવંત અને વાત્સલ્ય હૃદયવાળા હોય છે. માટે શિષ્યોએ આવા ગુરુજીનાં વચનોને અનુસરીને જ વર્તવું જોઈએ. જ્યારે શિષ્યવર્ગ મોહને જિતવાના હજુ અભ્યાસી છે, મોહવાળા છે. રાગ-દ્વેષાદિ ભાવો ઉપર પ્રબળ કંટ્રોલવાળા નથી. નાની-નાની વસ્તુઓ પ્રત્યે અંજાઈ જતા હોય છે. રાગ અને રીસ તો નિરંતર ચાલતા જ હોય છે. તે માટે શિષ્યવર્ગે ગુરુવર્ગને અનુસરવું જોઈએ. ગુરુવર્ગની આજ્ઞામાં જ વર્તવું જોઈએ. સ્વચ્છંદપણે વર્તન, મતિકલ્પના પ્રમાણે શાસ્ત્રોના અર્થોનું અર્થઘટન, મનમાની કલ્પનાઓ, ન શોભે તેવાં આયોજનો, પોતાના સ્વાર્થને સાધક માયાજાળની ગુંથવણી, મન-વચન-કાયામાં પરસ્પર વિરુદ્ધ વ્યવહાર, આ સઘળાં પાપો આ જીવ અનાદિકાળથી કરતો જ આવ્યો છે અને અજ્ઞાન તથા મોહની પરાધીનતાથી હાલ પણ કરી જ રહ્યો હોય છે. માટે હે જીવ ! તું કંઈક સમજ. આવાં પાપોથી પાછો ફર, આપમતે જાળ ગુંથવાનું બંધ કર. લોકોને ભોળવવાની રીતરસમ બંધ કર અને જે કંઈ પાપની જંજાળ ઉભી કરી છે તેની નિંદા-ગાં કરીને તેનાથી તું પાછો ફર, આત્મહિતનો વિચાર કર. આ માનવજીવન ફરી ફરી પ્રાપ્ત થવું ઘણું જ

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114