Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 46
________________ | મી અમૃતવેલની સઝાય જીવ નરક-નિગોદના ભવોનો અધિકારી થાય તેવાં જે કોઈ પાપો કર્યા હોય તેની હે જીવ! તું નિંદા કર, નિંદા કર. કર્મો જેનાથી બંધાય તે કર્મબંધના હેતુ કહેવાય છે તેવા બંધહેતુઓ પાંચ છે - (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) યોગ. તે પાપોની પણ હે જીવ ! તું નિંદા કર નિંદા કર. કારણ કે આવા બંધ હેતુઓથી જ કર્મો બંધાય છે. મિથ્યાત્વ એટલે અવળી બુદ્ધિ, આત્માનું અકલ્યાણ કરે તેવાં કામોને સારાં માનવાં અને જેનાથી આત્માનું કલ્યાણ થાય તેવાં કામોને ખોટાં માનવાં, તેવા કલ્યાણકારી કામોથી દૂર ભાગવું, સુદેવ, સુગુરુ અને સુધર્મની છત્રછાયા ત્યજી દેવી અને કુદેવ, કુગુરુ અને કુધર્મની શ્રદ્ધા કરી તેનો માર્ગ સ્વીકારવો. યજ્ઞ, હોમ, હવનાદિ કાર્યો કરવાં તે સઘળું મિથ્યાત્વ નામનું પાપ. અવિરતિ - સાંસારિક ભોગોને સારા માનવા. પાંચ ઈન્દ્રિયોનાં સુખોમાં ઘણી આસક્તિ-મમતા રાખવી. સાંસારિક સુખો મેળવવામાં પણ ઘણાં દુઃખો વેઠવાં પડે છે. મેળવેલાને સાચવવામાં પણ ઘણી ઉપાધિઓ આવે છે છતાં તેમાં જ રચ્યા-પચ્યા રહેવું, તે ભોગસુખોને સારા માનીને તેમાં જ

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114