Book Title: Amrutvelni Sazzay Author(s): Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran TrustPage 38
________________ ૨૯ અમૃતવેલની સઝાય સ્વીકાર કર. તેઓ ભવસાગર તર્યા છે અને આશ્રિતને ભવસાગરથી તારનારા છે. શા શરણ ચોથ ધરે ધર્મનું, જેહમાં વર દયા ભાવ રે ! જે શિવહેતુ જિનવર કહ્યો, ભવજલ તરવા નાવ રે II ચેતન! જ્ઞાન અજુવાળીએ III ગાથાર્થ :- ચોથું શરણ ધર્મનું સ્વીકારવું કે જે ધર્મમાં શ્રેષ્ઠ દયાનો ભાવ વર્તે છે. દયાનો જે શ્રેષ્ઠ ભાવ છે તેને જિનેશ્વર પ્રભુએ મુક્તિનો હેતુ કહ્યો છે અને સંસારસાગર તરવામાં તે દયાભાવ નાવની તુલ્ય કામ કરનાર છે. મેટા વિવેચન :- હવે ચોથા શરણની વાત ગ્રંથકારશ્રી કહે છે - " (૧૫) જિનેશ્વર ભગવંતે જણાવેલા ધર્મનું શરણ લેવું તે ચોથુ શરણ જાણવું, ધર્મ શબ્દના ઘણા અર્થો થાય છે. દુર્ગતિમાં પડતા જીવને ધારી રાખે, પકડી રાખે તે ધર્મ. વસ્તુનો સ્વભાવ તે ધર્મ, અહિંસા, સંયમ અને તપ એ ધર્મ, રત્નત્રયીની સાધના તે ધર્મ આમ અનેક અર્થો છે. તેમાંથી અહીં એક અર્થ મુખ્યત્વે લેવામાં આવ્યો છે. જે ધર્મમાં શ્રેષ્ઠ એવો દયાનો ભાવ છે તેને ધર્મ કહેવાય છે. સંસારના દુઃખે દુઃખી જીવો ઉપર કરુણા કરવી, દુઃખો દૂર કરવાની લાગણી રાખવી. તે જીવો દુઃખોથી મુક્ત બને એવા ઉપાયો વિચારવા તે શ્રેષ્ઠPage Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114