Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 14
________________ અમૃતવેલની સઝાય સંતોના ગુણગાન કરીએ, અધમ પુરુષોનાં હલકાં વચનોથી ગુસ્સે થવું નહીં અને સજ્જન પુરુષોને માન આપવું. રા વિવેચન - પરમ તત્ત્વના ઉપાસક એવા આ જીવને ઉપાધ્યાયજી મહારાજશ્રી વળી હિતશિક્ષા આપતાં જણાવે છે કે - (૪) ઉપશમરસનું પાન કીજીએ - સમતાભાવ રાખવા રૂપી જે ઉપશમ રસ છે તેનું નિરંતર પાન કરીએ. કારણ કે પુણ્યોદય અને પાપોદય તો ક્રમશઃ આવવાનો જ છે અને તે આ આત્માને રાગ-દ્વેષ-હર્ષ-શોક કરાવવાનો જ છે. તેમાં પ્રીતિ-અપ્રીતિ કરવાથી નવાં નવાં કર્મો આ જીવ બાંધે અને તેનાથી સંસારની ભ્રમણા વધે. ક્યારેય મુક્તિ ન થાય. માટે ઉદિત કર્મોને સહન કરવા. હે જીવ! તું તૈયાર થઈ જા. શુભાશુભ જે કોઈ કર્મો ઉદયમાં આવે તે હે જીવ! તારું સ્વરૂપ નથી. તું તેમાં અંજાઈ ન જા. હર્ષ-શોક વિનાનો થઈને ઉદાસીન ભાવને અનુભવવા રૂપ ઉપશમરસનું જ નિરંતર પાન કર. છ ખંડની ઋદ્ધિ પણ તારી નથી અને નિર્ધનતા એ પણ તારું સ્વરૂપ નથી. કાળાન્તરે આ બને દશા જવાવાળી છે, પરભાવ છે, વિભાવ છે. તું તે બને દશાથી અલિપ્ત બન. પૌદ્ગલિક સુખદશા પણ તારી નથી અને દુઃખદશા પણ તારી નથી. તું તેનાથી અલિપ્ત બન. . (૫) સાધુ-સંતોનાં ગુણગાન ર - જે જે મહાત્માઓ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114