Book Title: Amrutvelni Sazzay Author(s): Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran TrustPage 13
________________ અમૃતવેલની સઝાય તેમાં જ પરોવાયેલું રહે છે. તેથી ડામાડોળ થયા કરે છે. શું કરવું? તે સુઝતું નથી. ઘણીવાર તેમાં અટવાયેલો આ જીવ આપઘાત તરફ પ્રેરાઈ જાય છે. જ્ઞાનદશા જાગવાથી આવા પ્રકારના ચિત્તની ડામાડોળતાના ભાવો દૂર થાય છે. (૩) સ્વાભાવિક સુખની પ્રાપ્તિ - સમતાસુખની પ્રાપ્તિ થાય છે. ડામાડોળ થતું ચિત્ત ટળ્યું એટલે સમભાવદશાશમત્વગુણનો આ જીવમાં આનંદ પ્રગટે છે. પરમાર્થતત્ત્વની પ્રાપ્તિ થવી એટલે જ સ્વાભાવિક સુખની પ્રાપ્તિ થવી. પરદ્રવ્યજન્ય જે સુખ છે તે આત્માનું સ્વરૂપ જ નથી. અશુભ કર્મોનો ઉદય એ જેમ બંધન છે, પીડાકારી છે તેમ શુભ કર્મોનો ઉદય એ પણ આત્માર્થી જીવને બંધન જ છે, પીડાકારી જ છે, રાગાન્ધતા કરનાર છે. માટે પરદ્રવ્યથી મુક્તિ એ જ સાચી મુક્તિ છે. તેથી જ્ઞાનદશાનો પ્રકાશ મેળવીને તેના દ્વારા મોહદશાને ટાળીને ડામાડોળ એવા ચિત્તને સ્થિર કરીને “ઉપશમ” ગુણાત્મક સ્વાભાવિક સુખને પ્રાપ્ત કરવા હે જીવ! તું પ્રયત્નશીલ બન. ઉપશમ અમૃતરસ પીજીએ, કીજીએ સાધુ ગુણગાન રે! અધમ વચણે નવી ખીજીએ, દીજીએ સજ્જનને માન રે II ચેતન ! જ્ઞાન અજુવાળીએ આશા ગાથાર્થ - ઉપશમભાવ રૂપી રસનું પાન કરીએ, સાધુPage Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114