________________
૨૦
અમૃતવેલની સઝાય આ અરિહંત ભગવંતો સદા જીવે ત્યાં સુધી ધર્મની દેશનાનાં વચનો વરસાવતા જ રહે છે. ગામાનુગામ વિહાર કરતા કરતા સર્વત્ર ધર્મતત્ત્વની લ્હાણી એવી કરે છે કે જાણે પુષ્પરાવર્તનો મેઘ વરસતો હોય તેવી વાવણી કરે છે. મેઘના ભિન્ન ભિન્ન પ્રકારો હોય છે. જે મેઘ વરસવાથી ભૂમિ એવી ભીની થાય કે એક વર્ષ ફળ આપે, ક્યારેક બે વર્ષ ફળ આપે, ક્યારેક ત્રણ વર્ષ ફળ આપે, જ્યારે પુષ્પરાવર્ત મેઘ તેને કહેવાય કે જે વરસવાથી પૃથ્વી બાર વર્ષ સુધી ફળ આપે. આવા પ્રકારના શ્રેષ્ઠ મેઘને “પુષ્પરાવર્ત મેઘ” કહેવાય છે.
પરમાત્માની ધર્મદેશના જે ભવ્ય જીવમાં પડે છે તેમાં કલ્યાણની ધારા ચાલુ જ રહે છે. અન્ને મુક્તિપદમાં લઈ જાય. છે આવા પ્રકારના અરિહંત પરમાત્માનું શરણ હોજો. પો. શરણ બીજું ભજે સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂર રે ! ભોગવે રાજ શિવનગરનું જ્ઞાન આનંદ ભરપૂર રે ||
ચેતન ! જ્ઞાન અજુવાળીએ બ્રા ગાથાર્થ :- બીજું શરણ સિદ્ધ ભગવંતનું જાણવું, જે શરણ આપણા કર્મોનો નાશ કરી આપે, મુક્તિનગરનું જે રાજ્ય ભોગવે છે તથા જ્ઞાનના આનંદમાં જેઓ મસ્ત છે તે સિદ્ધ કહેવાય છે. દા.