Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 34
________________ અમૃતવેલની સઝાય ૨૫ ૧૩. બુદ્ધબોધિતસિદ્ધ ઃ ગુરુજી દ્વારા બોધ પામીને મોક્ષે જાય છે. જેમકે ગૌતમસ્વામી આદિ. ૧૪. એકસિદ્ધઃ એકલા પોતે જ મોક્ષે જાય તે - જેમકે મહાવીર સ્વામી. ૧૫. અનેકસિદ્ધ : અનેકની સાથે મોક્ષે જાય તે - જેમકે ઋષભદેવ પ્રભુ. આમ સિદ્ધ ભગવંતોનું શરણ હોજો. હે જીવ! આવા સિદ્ધ પરમાત્માનું તું શરણ સ્વીકાર કર. દા સાધુનું શરીર ત્રીજું ધરે, જેહ સાધે શિવપંથ રે ! મૂલ ઉત્તરગુણે જે વર્યા, ભવતર્યા ભાવ નિર્ચન્થ રે | ચેતન ! જ્ઞાન અજુવાળીએ બા ગાથાર્થ :- ત્રીજું સાધુ મહાત્માનું શરણ હોજો કે જેઓ મુક્તિમાર્ગ સાધે છે. મૂલગુણોથી અને ઉત્તરગુણોથી જે શોભે છે તથા ભાવથી નિર્ગસ્થ થઈને ભવસાગર તર્યા છે. અને તરે છે. છા - વિવેચન - અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા પછી હવે ત્રીજું શરણ સાધુમહાત્મા પુરુષનું આવે છે. અહીં સાધુપદમાં આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ એમ ત્રણે સમજી લેવા. કારણ કે આ ત્રણે સાધુપણામાં છે અને સાધુથી

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114