Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 32
________________ ૨૩ અમૃતવેલની સજઝાય સુખ એવું છે કે જે માણે તે જ જાણે” શબ્દોથી સમજાવી શકાય તેવું નથી. અઢી દ્વીપ-સમુદ્રમાંથી જીવો મોક્ષે જાય છે. તેથી ઉપર પણ ૪૫ લાખ યોજન પ્રમાણની ભૂમિમાં જ સિદ્ધ પરમાત્માઓનો વસવાટ છે. ૪૫ લાખ યોજન પ્રમાણની ઉપર જે સિદ્ધશીલા છે તે સ્ફટિકરત્નની બનેલી છે. તેનું ઈષ~ાશ્મારા આવું બીજું નામ છે તેનાથી બરાબર એક યોજના ઉપર અન્તિમ ભાગમાં સિદ્ધ પરમાત્માના જીવો વસે છે. તેઓ શુદ્ધ બુદ્ધ નિરંજન હોવાથી તેઓનું શરણ તે બીજું શરણ જાણવું. આ શરણ પણ ભયોનો નાશ કરી આત્મહત્ત્વનું રક્ષણ કરી કર્મોને ચકચૂર કરનારું છે. | મુક્તિદશા પામનારા જીવો મનુષ્યભવમાંથી જ મોક્ષ જાય છે. અન્ય ભવોમાંથી સીધુ મોક્ષે જવાતું નથી, પણ મનુષ્યભવની ઉપલબ્ધિ કરીને જ મોક્ષે જવાય છે. મનુષ્ય ભવમાંથી પંદર ભેદે તે જીવો મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. ૧. જિનસિદ્ધ : તીર્થંકર થઈને મોક્ષે જાય છે, જેમકે ઋષભદેવ પ્રભુ. અજિનસિદ્ધ તીર્થકર થયા વિના મોક્ષે જાય તે, જેમકે પુંડરીકસ્વામી. તીર્થસિદ્ધ તીર્થની સ્થાપના થયા પછી મોક્ષે જાય તે - જેમકે ગૌતમસ્વામી. જે જે

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114