Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

Previous | Next

Page 19
________________ ૧૦ અમૃતવેલની સઝાય બોલાયેલું જુઠું વચન જો ખુલ્લું થઈ જશે તો મારું શું થશે? આ ચિંતા જીવને સતાવે છે. બોલાયેલા એક જુઠને સાચવવા અનેક જુઠાં વચનો ગોઠવી-ગોઠવીને બોલવાં પડે છે અને કોઈ સમર્થ માણસ ક્રોસ કરે તો પકડાઈ પણ જવાય છે. જેનાથી લાચારી, ઈજ્જતહાનિ અને ભયાદિ જ પ્રાપ્ત થાય છે. તો શા માટે જુઠું બોલવું ? કંઈક અલ્પ સ્વાર્થ સાચવવા જતાં અનેકગણો ભાવિમાં અનર્થ આવે, તેનું શું? પ્રાપ્ત થયેલો આ માનવભવ આમને આમ હારી જવાય તેનું શું? ઝાડની ડાળી ઉપર બેઠેલા કાગડાને ઉડાડવા ચિંતામણિરત્નનો પ્રક્ષેપ કેમ કરાય? ચિંતામણિ જેવું રત્ન શું પત્થરનું જ કામ કરવા માટે મળ્યો છે? તેમ દશ દષ્ટાન્ત દુર્લભ એવો આ માનવભવ ઘણો જ કિંમતી છે. મૃષાવચન બોલવું એ સજ્જનને શોભા આપતું નથી. નાનું નાનું જુઠું બોલવાની ટેવ ધીરે ધીરે મોટું જુઠાણું બોલવાનું શીખવાડે છે. કાલાન્તરે આ જીવ જુઠ-ચોરી ઈત્યાદિ દુર્ગુણોવાળો જ બને છે. માટે હે જીવ ! જો તારે ભવ સુધારવો હોય તો જુઠું બોલવાનું છોડી દે. (૧૦) સમ્યક્ત્વ રૂપી રનની સાથે પ્રીતિ કર, પણ (૧૧) મિથ્યામતિ રૂપી કાચની સાથેની પ્રીતિ ત્યજી દે. જીવને પ્રાપ્ત થયેલી મતિ-બુદ્ધિ અર્થાત્ દૃષ્ટિ સમ્યકત્વ રૂપી રત્ન સાથે જોડ પણ મિથ્યાત્વરૂપી કાચ સાથે જે

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114