Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 22
________________ ૧૩ અમૃતવેલની સજ્ઝાય સમ્યક્ત્વરૂપી રત્નમાં પ્રીતિ કર, પણ મિથ્યાત્વરૂપી કાચના ટુકડાની પ્રીતિ ત્યજી દે આવી હિતશિક્ષા આ પદમાં છે. IIII શુદ્ધ પરિણામને કારણે, ચારનાં શરણ ધરે ચિત્ત રે । પ્રથમ તિહાં શરણ અરિહંતનું, જેહ જગદીશ જગમિત્ત રે II ચેતન ! જ્ઞાન અજુવાળીએ Il૪ા ગાથાર્થ :- આ આત્માના પરિણામ સદા શુદ્ધ રહે, તે માટે હે જીવ ! ચિત્તમાં ચાર શરણાં તું ધારણ કર. તેમાં પ્રથમ શરણ અરિહંતપ્રભુનું છે. જે પરમાત્મા જગદીશ્વર છે અને (પરમાર્થે) જગતના મિત્રતુલ્ય છે. ૫૪૫ વિવેચન :- આ જીવ આ સંસારમાં પરદ્રવ્યોના સંબંધને કારણે આધિ-વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલો છે. તેથી સદા રાગ-દ્વેષના કારણે અશુદ્ધ વિચારોમાં જ અટવાયેલો છે. નિરંતર આ સારું અને આ ખરાબ, આ મને ગમે છે, આ મને નથી ગમતું, આવા જ વિચારોમાં આ જીવ ડુબેલો છે. એક દિવસમાં પણ ક્યારેક હસતો, ક્યારેક રોતો, ક્યારેક ઉદાસીન અને ક્યારેક રીસાયેલો, આમ અનેક ભાવો જોવા મળે છે. જો ક્ષણ ક્ષણના ફોટા લેવામાં આવે તો “આલ્બમ'' ભરાય એવી આ જીવની પરિસ્થિતિ છે, “ક્ષને તુષ્ટ: ક્ષળે હ્રષ્ટ:, રુતુષ્ટસ્તુ ક્ષને ક્ષળે” મોહરાજાનું આવું નાટક છે, મોહરાજા નચાવે તેમ આ જીવ નાચે છે. મારું મારું

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114