Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

Previous | Next

Page 11
________________ અમૃતવેલની સઝાય ચેતન જ્ઞાન અજુવાળીએ, ટાળીએ મોહ સંતાપ રે ! ચિત્તડુ ડમડોળતું વાળીએ, પામીએ સહજ સુખ આપ રે! ચેતન ! જ્ઞાન અજુવાળીએ IIII ગાથાર્થ :- હે ચેતન ! જ્ઞાનદશા અજવાળીએ કે જેનાથી મોહસંતાપ દૂર થાય, ડામાડોળ ફરતું ચિત્ત રોકાય અને સ્વાભાવિક સુખ આ જીવ પ્રાપ્ત કરે. ||૧|| વિવેચન :- જ્ઞાનદશા એ આત્માનો મૂલભૂત ગુણ છે. જ્ઞાન પ્રાપ્ત કરવાથી વિવેક આવે, સ્વદ્રવ્ય-પદ્રવ્યનું ભાન આવે, હેય-ઉપાદેયની બુદ્ધિ જાગે, કર્તવ્યાક્તવ્યનું જ્ઞાન થાય. માટે આ આત્માએ છ દ્રવ્યો અને નવતત્ત્વોનો અભ્યાસ કરવો જોઈએ તે કર્યા પછી અધ્યાત્મના વૈરાગ્યના અને યોગના ગ્રન્થો નિરંતર ભણવા જોઈએ. આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી સતત તેમાં જ રમણતા કરવાથી આ જીવમાં નીચેના ગુણો પ્રગટ થાય છે અને તે તે ગુણોના આનંદસ્વરૂપ પરમસુખની પ્રાપ્તિ થાય છે. (૧) મોહનો સંતાપ દૂર થાય છે. આ જીવને અનાદિના સંસ્કારના કારણે પરજીવ ઉપર (કુટુંબ-સ્નેહીમિત્રો અને સ્વજનો ઉપર) સાનુકુળ પ્રત્યે રાગ અને પ્રતિકુળ પ્રત્યે દ્વેષ થાય છે. તથા જેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સારા, ચમક સારી, તેવાં પુગલદ્રવ્યો ઉપર રાગ અને જેનાં વર્ણ,

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 114