Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

Previous | Next

Page 10
________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ અમૃતવેલની સજ્ઝાય પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ બનાવેલી અમૃતવેલની સજ્ઝાયના અર્થ કહેવાય છે. આ સજ્ઝાય ફક્ત ૨૯ ગાથાની છે. જાણે અમૃતની વેલડી હોય તેવી છે. અમૃતની વેલ ઉપર આવેલાં ફળ જે ચાખે તે અમર બની જાય તેમ આ સજ્ઝાય જે ભણે, જાણે, ગાય, અને તેના અર્થો જાણીને હૃદયમાં ઉતારે તે પણ અમર બની જાય (મુક્તિગામી થાય.) આ સજ્ઝાયમાં “ચઉસરણપયન્નામાં અને પંચસૂત્રના પ્રથમસૂત્રમાં બતાવ્યા પ્રમાણે' મુખ્યત્વે ત્રણ વિષયો હિતોપદેશ સ્વરૂપે સમજાવ્યા છે. એવી મીઠી ભાષા અને મીઠો રાગ છે કે વારંવાર ગાયા જ કરીએ, ગાયા જ કરીએ એવા હૃદયમાં ભાવ થાય. ગાથા બોલતાં બોલતાં જ તેના અર્થો હૃદયને ઊંડા ઊંડા સ્પર્શી જાય તેવા ભાવોથી ભરેલી આ સજ્ઝાય છે. સજ્ઝાય એટલે સ્વાધ્યાય આત્મરમણતા, પૌદ્ગલિક ભાવો ભૂલી જવા, તેની મમતા મૂર્છા ત્યજી દેવી, તેનું નામ સ્વાધ્યાય-સજ્ઝાય. દરરોજ આ સજ્ઝાય એક વાર પણ બોલી જવાનો (ગાવાનો) નિયમ રાખવો. હવે પ્રથમ ગાથા જોઈએ.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 114