Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
પીઠિકા-નિ ૧
છે. જે મતિજ્ઞાનનો સ્વામી છે, તે જ શ્રુતજ્ઞાનનો સ્વામી છે. જ્યાં મતિજ્ઞાન છે, ત્યાં શ્રુતજ્ઞાન અવશ્ય હોય જ.
૨૫
મતિજ્ઞાનની સ્થિતિ જેટલી જ શ્રુતજ્ઞાનની સ્થિતિ છે. પ્રવાહની અપેક્ષાથી અતીત-અનાગત-વર્તમાનમાં બંને સાથે જ હોય છે. એક જીવને આશ્રીને કાયમ રહે તો ૬૬-સાગરોપમથી અધિક કાળ રહે છે. તે માટે ભાષ્યકારશ્રી કહે છે – બે વખત વિજ્યાદિમાં કે ત્રણ વખત અચ્યુતમાં વચ્ચે મનુષ્યભવ કરીને જાય તો આટલો કાળ થાય. મતિની જેમ શ્રુતજ્ઞાન પણ ક્ષયોપશમ-હેતુક જ છે. બંને સર્વ દ્રવ્યાદિ વિષયક
છે. બંને પરોક્ષ જ્ઞાન જ છે. કેમકે તે ઈન્દ્રિયો કે મનદ્વારા કાર્ય કરે છે. - ૪ - ઞવ - નીચે, નીચે વધારે વિસ્તારથી જણાય માટે અવધિ છે. અથવા અવધિમર્યાદાથી જણાય તે. અવધિજ્ઞાન પણ ક્ષય-ઉપશમ રૂપ જ છે અર્થાત્ તે અવધિજ્ઞાનાવરણ ક્ષયોપસમનો હેતુ છે. અથવા જેનાથી મર્યાદા બંધાય તે અવધિ. જેમાં મર્યાદા બંધાય તે અવધિ. ભાવાર્થ પૂર્વવત્. અવધાન અર્થાત્ વિષયનું જ્ઞાન તે અવધિ. અવધિ એવું જ્ઞાન તે અવધિજ્ઞાન. - શબ્દ અનંતરોક્ત બંને જ્ઞાનના
સાધર્મ્સ-સ્થિતિ આદિના સમાનપણાને જણાવે છે.
કેવી રીતે? જ્યાં સુધી મતિ અને શ્રુતનો સ્થિતિકાળ છે, તે પ્રવાહની અપેક્ષાએ તથા અપ્રતિપતિતપણું એક જીવના આધારની અપેક્ષાથી પૂર્વવત્ સાધિક ૬૬-સાગરોપમ છે. તેથી સ્થિતિ સાધર્મી કહ્યું. વળી મતિ - શ્રુતના વિપર્યયજ્ઞાનની માફક અહીં પણ મિથ્યાર્દષ્ટિનું વિભંગજ્ઞાન છે તે વિપર્યય સાધર્માંતા છે. એ રીતે સ્વામીપણાનું સાધર્મ્સ પણ છે. વિભંગ જ્ઞાની દેવ આદિને સમ્યગ્દર્શન થતાં એક સાથે ત્રણ જ્ઞાનનો લાભ થાય છે.
અવધિ પ્રમાણે મનઃ પર્યવજ્ઞાન છે, તેનો ભાવાર્થ આ છે - સર્વથા ભાવમાં ગમન, વેદન વગેરે પર્યાયો છે. તે બે મળતાં પર્યવ છે. અથવા પર્યવન તે પર્યવ. મનમાં કે મનનો પર્યવ તે મનઃપર્યવ. સર્વથી પરિચ્છેદ-બોધ થાય તે. તે જ મન:પર્યવ સંબંધી જ્ઞાન છે. અથવા મનના પર્યાયો તે મન:પર્યાય - ભેદો, ધર્મો. જે બાહ્ય વસ્તુના આલોચનાના પ્રકારો છે, આ બધાં એક અર્થમાં છે. તે સંબંધી જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન. આ જ્ઞાન ૨સા દ્વીપ અને ૨-સમુદ્રની અંદર રહેલાં સંજ્ઞી મનોગત દ્રવ્યોના આલંબનથી જ આ જ્ઞાન થાય. 'તથા' શબ્દ અવધિજ્ઞાનની સાથે મન:પર્યવ જ્ઞાનનું સરખાપણું બતાવે છે.
કેવી રીતે ? બંનેના સ્વામી છાસ્થ છે. બંનેમાં પુદ્ગલ માત્રનું આલંબન છે. બંને ક્ષાયોપશમિક ભાવમાં છે. પ્રત્યક્ષ જ્ઞાનની સામ્યતા છે.
મત્યાદિ ચારેથી નિરપેક્ષ તે શુદ્ધ કે કેવલ. તેના આવરણરૂપ કર્મમલ કલંકથી રહિત છે. અથવા સંપૂર્ણ તે કેવળ. તે ઉત્પત્તિ સમયથી જ સંપૂર્ણ આવરણના અભાવવાળું છે. સંપૂર્ણ ઉત્પત્તિ છે અથવા અસાધારણ છે. અનન્ય સર્દેશ છે. અનંતપણાને જાણવાથી અનંત છે. યથાવસ્થિત સંપૂર્ણ ભૂત-વર્તમાન-ભાવિ સ્વભાવભાસી છે. કેવલ એવું તે જ્ઞાન. ત્ર શબ્દ ઉક્ત જ્ઞાનના સમુચ્ચય રૂપ છે. કેવળજ્ઞાન પાંચમું
૨૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
છે અથવા અનંતર અભિહિત જ્ઞાનસારૂપ્ય પ્રદર્શક છે. અપ્રમત્ત ભાવયતિના સ્વામીપણાથી તેનું મનઃ પર્યવજ્ઞાન સાથે સાધર્મ્સ છે અને આ બંને જ્ઞાનમાં વિપર્યય ભાવનો અભાવ છે. [પ્રશ્ન] મતિ અને શ્રુતજ્ઞાનમાં શો ભેદ છે ? ઉત્પન્ન અવિનષ્ટ અર્થ ગ્રાહક અને વર્તમાનકાળ વિષયક તે મતિજ્ઞાન. શ્રુતજ્ઞાન ત્રિકાળવિષયક ઉત્પન્ન વિનષ્ટ અથવા અનુત્પન્ન પદાર્થનું ગ્રાહક છે. બંનેનો ભેદ છે તે જે તેની વિશેષતા છે. તેથી મતિજ્ઞાનના ૨૮ ભેદો છે. શ્રુત અંગ અને અનંગ ભેદે છે. અથવા મતિજ્ઞાન આત્મપ્રકાશક છે, શ્રુતજ્ઞાન સ્વ અને પર બંને પ્રકાશે છે.
[પ્રશ્ન] આ જ્ઞાનોનો આવો અનુક્રમ કેમ લીધો છે ? પરોક્ષપણું આદિના સરખાપણાથી તથા મતિ-શ્રુતના સદ્ભાવમાં બીજા જ્ઞાનોનો સંભવ હોવાથી મતિ અને શ્રુત જ પહેલાં લીધાં છે.
[પ્રશ્ન] મતિને શ્રુતની પહેલાં કેમ લીધું ? ભાવદ્યુત મતિપૂર્વક હોય છે. - x - પ્રાયઃ મતિ શ્રુતપૂર્વક હોય અને પ્રત્યક્ષપણાનું સાધર્મ્સ હોવાથી પછીના ત્રણ જ્ઞાનનો ઉપન્યાસ છે. તેમાં પણ કાળ, વિપર્યયાદિ સામ્યથી તુરંત જ પછી અવધિ લીધું. પછી છાાસ્મિકપણાના સામ્યથી મનઃપરવજ્ઞાન લીધું. પછી ભાવમુનિત્વના સામ્યથી કેવળજ્ઞાન લીધું.
હવે ઉદ્દેશ પ્રમાણે નિર્દેશના ન્યાયથી પાંચ જ્ઞાનમાં પહેલાં આભિનિબોધિક જ્ઞાનના નિર્દેશથી તેનું સ્વરૂપ કહે છે – તે આભિનિબોધિક જ્ઞાન બે ભેદે છે – (૧) શ્રુતનિશ્રિત, (૨) અશ્રુતનિશ્રિત. અવગ્રહાદિ લક્ષણવાળું શ્રુતની અપેક્ષાએ વર્તે છે તે, તથા તેની અપેક્ષા વિના વર્તે છે તે. સંસ્કારી મતિ વિના જ જે ક્ષયોપશમ જ કુશળતાવાળો હોય, તે ઉત્પાતિકી આદિ રૂપ થાય છે તે શ્રુત વડે અનિશ્રિત છે. તિવસુત્તત્વ આદિ વચનથી બુદ્ધિમાં પણ શ્રુતોપકર છે, તે શા માટે અશ્રુતનિશ્રિત કહો છો ? અવગ્રહાદિમાં શ્રુતનિશ્રિત કહેવાથી અને ઉત્પાતિકી બુદ્ધિમાં અવગ્રહાદિ હોવાથી અશ્રુતનિશ્રિત યથાયોગ છે તેમ જાણવું પણ સર્વથા નથી. ભાવાર્થ એ કે – શ્રુતથી કરેલા ઉપકારથી નિરપેક્ષ જે જ્ઞાન છે, તે ઔત્પાતિકી આદિ અશ્રુતનિશ્રિત પ્રતિભા છે. તેમાં વૈનેયિકી ન લેવી. બુદ્ધિના સમાનપણાથી તેને પણ નિર્યુક્તિકારે સાથે લીધી, તેમાં કંઈ ખોટું નથી. હવે શ્રુતનિશ્રિત મતિજ્ઞાનનું સ્વરૂપ
બતાવે છે –
• નિયુક્તિ-૨
અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ ચાર ભેદ સંક્ષેપથી આભિનિબોધિક જ્ઞાનના છે, તેમ જાણવું.
• વિવેચન-૨ :
સંપૂર્ણ કે વિશેષને છોડીને સામાન્યથી અર્થને એટલે રૂપ આદિને અવગ્રહેસમજે તે અવગ્રહ. તેના અર્થ વિશેષની આલોચના તે ‘ઈહા' પ્રક્રાંત અર્થનો વિશેષ નિશ્ચય તે ‘અવાય'. = શબ્દ પૃથક્ પૃથક્ અવગ્રહાદિ સ્વરૂપ સ્વાતંત્ર્ય જણાવવા માટે છે, અવગ્રહાદિના ઈહાદિ પર્યાયો થતાં નથી.

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120