Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
ઉપોદ્યાત નિ ૧૩૬
૧૧૩
વાતની ગાથાનું વ્યાખ્યાન -
o ગાયનું દષ્ટાંત – કોઈ નગરમાં કોઈકે કોઈ ધુતારા પાસેથી ઉઠવાને અસમર્થ એવી રોગી, બેઠેલી ગાય ખરીદી, પછી ગાયના દોષો જાણીને તે વેચવા ગયો. લેનાર બોલ્યા કે તેની ચાલ તપાસીએ, ત્યારે વેચનારે કહ્યું કે મેં બેઠેલી લીધી છે, તમને અનુકૂળ આવે તો લો. એ પ્રમાણે આચાર્ય પૂછેલા પ્રશ્નોના ઉત્તરો આપવા અસમર્થ હોય, શિયને કહેશે કે મેં આમ સાંભળેલ છે, તે તમે પણ સાંભળો. તો આવા આચાર્ય પાસે ન સાંભળવું. કેમકે સાંશયિક પદાર્થમાં મિથ્યાત્વ સંભવ બને.
પણ જેમ અવિકા ગો, ગાયની ચાલ સારી જાણીને લેવી. તેમ આક્ષેપના નિર્ણયમાં પાર પહોંચેલ આચાર્ય પાસે સાંભળવું. શિષ્ય પણ અવિચારગ્રાહી પહેલાંની માંદી ગાય ખરીદ કરનારા જેવો હોય તે અયોગ્ય છે. પણ વિચારીને ગુરુ પાસે લે તે યોગ્ય છે.
૦ ચંદન કંથાનું દષ્ટાંત - દ્વારકા નગરીમાં ત્રણ ભેરીઓ હતી. સંગ્રામિક, આગૃદયિકી, કૌમુદીકી. તે ત્રણે ગોશીષ ચંદનની બનાવેલ હતી, દેવતા અધિષ્ઠિત હતી. ચોથી ભેરી અશીવ ઉપશામિની હતી. તેની ઉત્પત્તિ આ રીતે – કોઈ વખત શકેન્દ્ર દેવસભામાં વાસુદેવની પ્રશંસા કરી કે જુઓ ઉત્તમપુરષોના ગુણો કે જે બીજાના દુર્ગુણો જોતાં નથી તથા ની સાથે યુદ્ધ કરતાં નથી. ત્યાં બેઠેલા એક દેવે તે ન માન્યું.
તે પરીક્ષા કરવા આવ્યો. કૃષ્ણ વાસુદેવ ત્યારે જિનવરને વંદનાર્થે નીકળેલા. તે દેવે મામિાં સડેલા, ગંધાતા કુતરાનું રૂપ લીધું. ચોતરફ દુર્ગધ ફેલાવા લગી, બધાં કંટાળીને ભાગી ગયા. પરંતુ વાસુદેવ કુતરા પાસેથી નીકળ્યા. તેના મુખમાં સુદંર દાંત જોઈને તેની પ્રશંસા કરી. દેવે વિચાર્યું કે આ ગુણગ્રાહી છે તે સત્ય છે.
- બીજી પરીક્ષા કરવા ઘોડારમાંથી અશ્ચરત્ન લઈને નાસ્યો. તુરંત રાજકુમાર, બીજા રાજાઓ આદિ લડવા આવ્યા. દેવે તેને મારીને હાંકી કાઢ્યા. વાસુદેવ જાતે આવ્યા. દેવે યુદ્ધ માટે આહ્વાન કર્યું. કૃણે પૂછ્યું - કેવી રીતે લડવું છે ? દેવે એક પછી એક યુદ્ધ માટે ના પાડી. છેલ્લે તેણે અધિષ્ઠાન યુદ્ધ કરવા કહ્યું. આ નીય રીતિ હોવાથી વાસુદેવે કહ્યું કે - તું ઘોડો લઈ જા, હું નીચ યુદ્ધ કરતો નથી. દેવે પ્રસન્ન થઈ વરદાન માટે કહ્યું. વસુદેવે અશિવ હરનારી ભેરી માંગી.
આ દેવતાઈ ભેરી છ-છ માસે વાગે છે, તે સાંભળનારના પૂર્વના વ્યાધિ શાંત થાય છે, છ માસ સુધી નવો ઉત્પન્ન ન થાય. એક વખત દૂરથી કોઈ વણિક ત્યાં આવ્યો. તે ઘણાં દાહ જવરથી પીડિત હતો. ભેરી વગાડનારને તેણે કહ્યું - આ લાખ રૂપિયા લે અને મને આ ભેરીમાંથી થોડો કટકો કાપી આપ. લોભથી તેણે આપ્યો. તે સ્થાને તેણે ચંદનનો ટુકડો ચોંટાડી દીધો. આ રીતે જેણે જેણે માંગ્યો તેને તેને આપ્યો. તેનાથી આ ભેરી ચંદનના ટુકડાંની ઝંઝર કંથા જેવી બની ગઈ. [31/8].
૧૧૪.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ કોઈ વખતે ઓચિંતો અશિવનો ઉપદ્રવ થયો. ત્યારે ભેરી વગાડતા તેનો અવાજ સભાને પણ ન સંભળાયો. ભેરીની તપાસ કરાવતાં, તેમાં માત્ર ટુકડા જોડેલાં હતા. ભેરીવાળાને મારી નંખાવ્યો. નવી ભેરી લીધી. બીજો ભેરીવાળો રાખ્યો. પોતાના જીવથી પણ વધુ તેની રક્ષા કરે છે. જેથી જરૂર પડતાં ભેરી વાગવાથી રોગશાંત થાય.
- આ પ્રમાણે જે શિષ્ય પોતાના સૂત્ર-અર્થને ચંદન ભેરીની કંથા માફક પરમત સાથે મિશ્ર કરી દે છે, તે અયોગ્ય છે. સૂત્ર-અર્ચને ભૂલી જનાર આચાર્ય પણ અનુયોગ કરવા અયોગ્ય છે. એ રીતે શિષ્ય અને ગુરુ બંને અવિનાશિત સૂરઅથવાળા બતાવ્યા. - x • x -
o ચેટીનું દૃષ્ટાંત » વસંતપુરે જીર્ણ શેઠ અને નવા શેઠ બંનેની પુત્રીની પરસ્પર પ્રીતિ હતી. તો પણ બંનેને વૈર થયું. જીર્ણશેઠ બીને કહેતા કે એનાં માતાપિતાએ આપણને હલકાં પાડ્યા. તે કોઈ વખતે ન્હાવા ગયા. તેમાં નવકશેઠની પુત્રી તિલક સહિત ૧૪-શણગાર સજીને આવેલ, તે નદી કિનારે આભુષણ મૂકી નહાવા ગઈ. જીણ શેઠની પુત્રી દાગીના લઈ દોડવા માંડી • x• નવકની પુત્રીએ ઘેર આવીને માબાપને કહ્યું કે આ પ્રમાણે મારી સખી દાગીના લઈ ભાગી ગઈ અને પાછા નથી આપતી. તેના માબાપે જીર્ણ શેઠને કહેવડાવ્યું. જીર્ણ શેઠે દાગીના પાછા ન આપતા રાજયમાં ફરિયાદ કરી સાક્ષી કોઈ હતું નહીં.
ન્યાય કરનારે જીર્ણશેઠની પુત્રીને આભુષણ પહેરવા કહ્યું. પણ તે પહેરી શકી નથી, કેમકે તેણીને અનુભવ ન હતો. નવકશેઠની પુત્રી રોજ પહેરતી હોવાથી તુરંત પહેરી અને કાઢી બતાવ્યા, દાગીના તેણીને સોંપી દીધા. જીર્ણશેઠને મારી નાંખ્યો. આ રીતે જૂઠ બોલવાથી તે શેઠ મરણને પામ્યો. તે રીતે આચાર્ય ઉત્સર્ગનું સૂત્ર અપવાદમાં કે અપવાદનું સૂત્ર ઉત્સર્ગમાં બોલે કે કોઈ વાત જોડી દઈ લોકોને ભ્રમમાં પાડે તો સંસાર દંડથી દંડાય છે. તેવા આચાર્ય પાસે ન સાંભળવું. પણ વિસંવાદ ના કરતા યોગ્ય પ્રરૂપણા કરતાં અરહંત દેવની આજ્ઞાના પાલક હોય તેવા પાસે શાસ્ત્ર શ્રવણ કરવું. તે સંબંધે બે ગાથા પણ વૃત્તિમાં નોંધી છે.
o શ્રાવકનું દષ્ટાંત • તે પૂર્વવતું. ઉપસંહાર • ચિપરિચિત એવી પોતાની સ્ત્રીને ન ઓળખી શકયો. તેમ જો શિષ્ય ઘણું ભણાવ્યા છતાં યાદ ન રાખે તો તેને દૂર કરવો. ગુરુ ભૂલી જાય તો તેનું ગુરુપણું દૂર કરવું. વૃત્તિમાં નોંધેલ ગાથાર્થ અહીં આવી ગયો છે.
0 બહેરનું દષ્ટાંત • પૂર્વવતું. ઉપસંહાર - પૂછનારનું સાંભળ્યા વિના ગમે તે ઉત્તર આપે તો તે ગુરુ નથી, પણ બહેરો છે, તેમ ગુરુ કહે કંઈક અને શિષ્ય સમજે કંઈ તે શિષ્ય નથી.
o ગોધાનું દટાંત - પૂર્વે બેઠી ગાયનું દષ્ટાંત હતું, તેમ અહીં ગાયને બદલે ગોધો જાણવો. તેમ શિષ્ય પાઠ લે તે પહેલાં તપાસેલ હોય તો તેને યોગ્ય રીતે ભણાવી શકાય, આચાર્યની મહેનત પણ ફળે.