Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 78
________________ ૧૩૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ઉપોદ્ઘાત નિ ૧૮૮ ૧૩૭ અને એક વજને ધારણ કરે છે. ત્યારપછી શક ચતુર્વિધ દેવ નિકાય સહિત જદીવરિતપણે જ્યાં મેર પર્વત છે, પંડકવનની મેર યુલિકા છે ત્યાં દક્ષિણમાં અતિ પાંડુકંબલશિલા ઉપર અભિષેક સીંહાસન પાસે આવે છે. આવીને સીંહાસનની પૂર્વાભિમુખ બેસે છે. એ પ્રમાણે બબીશે પણ ઈન્દ્રો ભગવંતના પાય સમીપે આવે છે, વૃિત્તિકારગ્રીએ આ વન ઘણું કાવેલ છે, મૂર્તિમાં ઘણાં જ વિસ્તારથી અને સુંદર રીતે શકનું, શક વિમાનનું, શક દ્વારા બોલાવાતા દેવદેવીનું, કેવી રીતે આવે છે તે, ઈત્યાદિ વર્ણન છે ઈશાને આદિનું વન પણ વિસ્તારી છે.) પહેલાં અમ્યુવેન્દ્ર અભિષેક કરે છે, પછી અનુકમથી ચાવતું શક સુધીના ઈન્દ્રો અભિષેક કરે છે. ત્યા૫છી અમર આદિ ચાવતુ ચંદ્ર અને સૂર્ય કરે છે. ત્યારપછી ભગવંતના જમાભિષેક મહોત્સવથી નિવૃત્ત થઈને શક, તેવી સર્વ ઋદ્ધિથી, ચતુર્વિધ દેવનિકાય સહિત તીર્થકરને ગ્રહણ કરીને પાછો આવે છે, તીર્થકરના પ્રતિપને પ્રતિસંહરે છે, તીર્થકર ભગવંતને માતાની પાસે સ્થાપન કરે છે, અવસ્થાપિની નિદ્રા પ્રતિ સંહરે છે. દિવ્ય ક્ષોમયુગલ અને બે કુંડલો તીર્થકર ભગવંતના ઓશિકાની સમીપે સ્થાપે છે. એક શ્રીદામiડ, તપનીય ઉજ્જવલ લંબૂશક, સોનાના પતરાથી મંડિત, વિવિધ મણિરન હાર અહિારના સમૃણી ઉપોભિત, તીelકર ભગવંતની ઉપરના ઉલોયમાં નિફોપે છે. જેથી તીર્થકર ભગવંત અનિમેષ દષ્ટિ વડે જોતાં સુખે સુખે અભિમમાણ કરતાં રહે છે. ત્યારપછી શકની આજ્ઞાથી વૈશ્રમણ દેવ ૩ર-હિરણ્યકોડી, ૩૨-સુવર્ણ કોડી, ૩૨-નંદાસન, ૩૨-ભદ્રાસન સુભગ-સૌભાગ્ય-રૂપ-યૌવન-ગુણ-લાવણ્ય તીર્થકર ભગવંતના જન્મભવનમાં સંહરે છે. ત્યારપછી શકના આભિયોગિક દેવો મોટા-મોટા શબ્દોથી ઘોષણા કરે છે - સાંભળો સાંભળો ! ઘણાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક દેવો અને દેવીઓ ! જે તીર્થકર ભગવંત કે તીર્થકર માતાનું અશુભ મનમાં વિચારશે, તેના આંબાની મંજરી માફક મસ્તકના સાત ટુકડા થઈ જશે. ઘોષણા કર્યા પછી ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક દેવો તીર્થકર ભગવંતનો જન્મ મહોત્સવ કરીને નંદીશ્વરદ્વીપ ગયા. ત્યાં અટાલિકા મહા મહોત્સવ કરીને પોત-પોતાના આલયે પાછા ગયા. જન્મદ્વાર પર થયું. હવે નામદ્વાર કહે છે - તેમાં ભગવંતનું નામ તિબંધન ચતુર્વિશતિસ્તવમાં કહેવાશે. અહીં વંશ નામ નિબંધન કહેવા માટે જણાવે છે - • નિયુક્તિ-૧૮૯ - એક વર્ષમાં કંઈક જુન સમયે વંશ સ્થાપન કરવા માટે નું આગમન થાય છે, આહાર માટે દેવો આંગળીમાં અમૃત સ્થાપે છે. • વિવેચન-૧૮૯ : ભગવંત કંઈક જૂન એક વર્ષના થયા, તેટલામાં ફરી શકતું આગમન થયું. તેણે ભગવંતની વંશ સ્થાપના કરી. આ ઋષભનાય છે. તેમને ગૃહાવાસમાં અસંસ્કૃત આહાર હોય. પરંતુ બધાં તીર્થકરો બાલભાવમાં વર્તતા સ્તનનો ઉપયોગ કરતાં નથી, પરંતુ આહારની ઈચ્છા થાય ત્યારે પોતાની જ આંગળી મોઢામાં મુકે છે. તે આહાર આંગળીમાં અમૃતસ સમાન દેવોએ સ્થાપેલો અને મનોનુકૂળ હોય છે, એ પ્રમાણે બાલ્યભાવ અતિકાંત થતાં અગ્નિથી પાકેલને ગ્રહણ કરે છે, ઋષભનાથે પણ પ્રવજયા સ્વીકારી ન હતી ત્યાં સુધી દેવતાએ લાવેલ આહારનો જ ઉપભોગ કર્યો હતો. આટલું આનુષાંગિક કહ્યું. હવે પ્રસ્તુત સૂત્ર • ઈન્દ્રએ વંશની સ્થાપના કરી, તે જણાવે છે – તે કઈ રીતે કરી ? સ્વાભાવિક કે પ્રવૃત્તિ નિમિત પૂર્વિકા ? પ્રવૃત્તિ નિમિત પૂર્વિકા હતી, ઈચ્છાનુસારી નહીં. કઈ રીતે ? • નિયુક્તિ-૧૦ : d (શેરડી] ખાવાની પ્રભુની ઈચ્છા પાણીને પ્રભુના વંશનું નામ ઈન્દ્ર ઈવાકુવંશ સ્થાપ્યું. જે વયમાં જે યોગ્ય હોય તે ઈન્દ્ર કરે છે. • વિવેચન-૧૦ : અતીત-વર્તમાન-અનાગત દેવેન્દ્ર શકોનો એ આચાર છે કે પહેલા તીર્થકરના વંશની સ્થાપના કરે. પછી ઈન્દ્ર લોકોથી પરીવરીને ત્યાં આવ્યો. ખાલી હાથે કેમ જવું ? એમ વિચારી મોટું ઈક્ષ-શેરડી લઈને આવ્યો. આ તરફ નાભિ કુલકર ઋષભસ્વામીને ખોળામાં લઈને બેઠેલા હતા. શક આવતા ભગવંતે શેરડી તસ્કૃ દૈષ્ટિ કરી. ત્યારે શકે પૂછ્યું - ભગવદ્ ! શું આપ ઈશુ (શેરડી] ખાસો ? ત્યારે સ્વામીએ હાથ ફેલાવ્યો અને હર્ષિત થયા. ત્યારે શકે આમ વિચાર્યું - જે કારણે તીર્થકરને ઈશુનો અભિલાષ થયો, તે કારણથી તેનો ઈવાકુ વંશ થાઓ. અને * * * ભગવંતનું ગોત્ર કસારપ હતું. આ પ્રમાણે શકે વંશની સ્થાપના કરી અને ગયો. •x - અક્ષરગમનિકા- દેવરાજુ શક ઈશુ લઈને આવ્યો. ભગવંતે હાથ ફેલાવતા ઈ પૂછ્યું - ભગવત્ ! શું ઈશ્ન શેરડી] ખાશો ? ભગવંતે ઈશુ ગ્રહણ કરી. તેથી ઈવાકા - ઈશુ ભોજી થયું. તેથી ગષભના વંશજો ઈવાકા [ઈવાકુ વંશના કહેવાયા. એ પ્રમાણે જે વસ્તુ, જે પ્રકારે, જે વયમાં યોગ્ય હોય તેમ શકે બધું જ કર્યું. પશ્ચાઈમાં પાઠાંતર છે. “તાડના ફળથી હણાયેલ ભગિની પત્ની થશે.” ખરેખર ભગવંત અને નંદા (સુનંદા] ની સમાન વય જમાવવા આ પ્રમાણે પાઠ છે. તેથી ભગવંતના બાવભાવમાં જ એક યુગલિક તાડના ફળથી મૃત્યુ પામતા તેની યુગલિનીને લાવીને કહ્યું - તે ઋષભની પત્ની જશે માટે તેની સંગોપના કરવી. આગળ પણ કહે છે – “તંઘ અને સુમંગલા સહિત”

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120