Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૬૭
૧૬૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ઉપોદ્યાત નિ ૩૪૮ આ અર્થને સાત ગાથા વડે બતાવે છે –
• નિયુક્તિ-૩૪૯ અને ભાષ્ય-૩૨ થી ૩૦ :
નિ-બાહુબલીને ક્રોધ ચડ્યો, તે તે વાત ભરતને કહી, દેવતા આવ્યા, બાહુબલીનું કથન • ધર્મ યુદ્ધ માટે નથી કરવું. દીક્ષા લીધી. પ્રતિમા ધ્યાન સ્વીકાર કર્યો.
ભo • પહેલાં ષ્ટિયુદ્ધ, પછી અનુક્રમે વાયુદ્ધ, બાહુ યુદ્ધ, મુષ્ટિ યુદ્ધ, દંડયુદ્ધ થયું બધાંમાં ભરતનો પરાજય થયો. પરાજિત થયેલો નરપતિ શોક પામી વિચારે છે કે ખરેખર ચક્રવર્તી એ છે કે પછી હું અત્યારે દુબળ થયેલો છું. વર્ષ વીત્યા પછી અમૂઢલક્ષ્યવાળા અરિહંતે પુત્રીઓને બ્રિાહી, સુંદરીને) મોકલી, “હાથી ઉપરથી ઉતરો” એમ કહ્યું, બાહુબલી વિચારે છે કે હાથી
ક્યાં ? પગ ઉપડતાં કેવળ જ્ઞાન પામ્યા. ઈત્યાદિ • * * * * બધું પૂર્વે નિયુક્તિ અને વિવેચનમાં કહેવાઈ ગયું છે, તે જ મરીચિ ૧૧-અંગ ભસ્યા સુધી જાણવું.
• વિવેચન-૩૪૯ + ભા. 3૨ થી 39 -
આનો અર્થ તો કહેવાયેલો જ છે, છતાં અસંમોહાર્યે અક્ષર ગમનિકા બતાવે છે - ભરતનો સંદેશો સાંભળીને બાહુબલિને કોપ થવો. તે નિવેદન ચક્રવર્તી ભરતને દૂતે કર્યું. યુદ્ધમાં પરાજિત થયેલ ભરતને વિચાર આવ્યો કે શું આ ચક્રવર્તી છે કે હું ? ત્યારે દેવ આવ્યા. બાહુબલિ વડે પરિણામે દારુણ એવા ભોગોની વિચારણા કરી કથન કરાયું કે મારે રાજ્યનું પ્રયોજન નથી, હું અધર્મથી યુદ્ધ નહીં કરું. તેણે દીક્ષા લીધી, જ્ઞાનોત્પત્તિ વિના હું મોટો ભાઈ, નાના ભાઈઓ પાસે કેમ જાઉં ? તેથી પ્રતિમા સ્વીકારી પ્રતિજ્ઞા કરી કે હું જ્ઞાનોત્પત્તિ થયા વિના જઈશ નહીં.
આ નિયુક્તિ ગાથા કહી, હવે બાકીની ભાષ્ય ગાથા છે.
[ભાષ્ય ગાથાની વૃત્તિ, અર્થમાં અને પૂર્વની વૃત્તિમાં કહેલી છે માટે ફરી કહેતાં નથી] બાહબલી કેવલી થઈને કેવલીની પર્ષદામાં બેઠા, ભરત પણ ભુવનને એક છગ કરી વિપુલ ભોગો ભોગવે છે. મરીચિ પણ સ્વામી પાસે તપ અને સંયમપૂર્વક વિચારે છે. તે પણ સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કિયામાં ઉંધુકત રહી ભગવંતના શ્રુતમાં ભક્તિવંત થઈ, ગુરુ પાસે ભણ્યો.
• નિયુક્તિ-૩૫૦ + વિવેચન :
હવે અન્ય કોઈ દિવસે ઉનાળામાં ઉણ પરિષહથી (તાપથી] વ્યાપ્ત શરીરવાળો સ્નાન વડે ન રહેવાતા સંયમ ત્યજીને હવે કહેવાનાર કુલિંગની વિચારણા કરે છે.
• નિયુક્તિ-૩૫૧ + વિવેચન :
[મરીચિ વિચારે છે – મેરુ ગિરિ જેવા ભારવાળો (સંયમ હું મુહૂર્ત માત્ર પણ વહેવાને સમર્થ નથી. તેથી શ્રમણ ગુણમાં ગુણરહિત તે સંસારની અભિલાષાવાળો થયો. તે ગુણો ક્યા? ક્ષાંતિ આદિ, હું ધૃતિ આદિ ગુણ રહિત અતુિ સંસારનો અનુકાંક્ષી છે. તો હવે મારે શું કરવું જોઈએ ? શ્રમણગુણાનુપાલન શક્ય નથી, ગૃહસ્થત્વ પણ ઉચિત નથી, તો શું કરવું ?
• નિર્યુક્તિ -૩૫ર + વિવેચન :
એ પ્રમાણે ચિંતવતા મરીચિએ તેની પોતાની કલાના બુદ્ધિ ઉત્પન્ન થતા વિચાર્યું કે મને ઉપાય જડ્યો, આ મારી શાશ્વત બુદ્ધિ જન્મી છે - થઈ છે. - આ મતિ પરોપદેશથી થયેલ ન હતી. તેને થયું કે મને વર્તમાન કાલોચિત ઉપાય મળી ગયો. શાશ્વત એટલે આકાલિકી કેમકે પ્રાયઃ વિવધ જીવિકા હેતુપણે છે. હવે કેવું કુલિંગવ વિચાર્યું. તે બતાવતા કહે છે -
• નિયુક્તિ-૩૫૩ :
શ્રમણો ત્રિદંડથી વિરત છે. તે ભગવંતો નિશ્ચલ અને સંકુચિત ગઝવાળા છે, પણ હું તો ઈન્દ્રિયો અને દંડને જીત્યા વિનાનો છું. માટે મારે “દંડનું ચિહ્ન થાઓ.
• વિવેચન-૩૫૩ :
ગિદંડ - મન, વચન, કાયા લક્ષણવાળા. ભગવંત-ઐશ્વર્ય આદિ ભગના યોગથી. નિમૃત - અંતઃકરણના અશુભ વ્યાપારના ચિંતનનો ત્યાગ કરેલા, સંકુચિત - શુભકાય વ્યાપારના ત્યાગવાળા જેના અંગો છે તેવા, અજિતેન્દ્રિય - ચક્ષુ આદિ ઈન્દ્રિય ન જીતેલો. તેથી મને ગિદંડ ચિહ્ન થાઓ, જેથી હું વિસરી ન જાઉં.
• નિયુક્તિ-૩૫૪ + વિવેચન : -
મુંડ બે પ્રકારે છે - દ્રવ્યથી અને ભાવથી. આ શ્રમણો બંને રીતે મુંડ છે, કઈ રીતે ? લોચ વડે અને ઈન્દ્રિયોથી મુંડ, સંયત પણ છે પણ હું ઈન્દ્રિયથી મુંડ નથી, તેથી આ દ્રવ્યમુંડપણું પણ શા કામનું ? હું છરાથી મુંડિત મસ્તક અને ચોટલીવાળો થઈશ. તથા શ્રમણો બધાં પ્રાણિવધથી વિરત હોય છે, હું તેવો નથી. તેથી હું સ્થળપ્રાણાતિપાતથી સદા વિરમણ વ્રતવાળો થઈશ.
• નિર્યુક્તિ-૩૫૫ + વિવેચન :
કિંચન - સુવર્ણાદિ પરિગ્રહ ચાલ્યો ગયો હોવાથી નિકિંચન એવા શ્રમણો છે, તથા જેમને અલા પણ પરિગ્રહ નથી તેવા જિનકલિકાદિ છે. પણ હું તેવો નથી. તેથી હવે માર્ગની અવિસ્મૃતિ અર્થે મને સોનાની જનોઈ આદિ પરિગ્રહ થાઓ. શીલ વડે શોભન ગંધવાળા શ્રમણો છે. હું તો શીલથી દુર્ગન્ધયુક્ત છું, તેથી મને ગંધ ચંદન ગ્રહણયુક્ત થાઓ.
• નિર્યુક્તિ-૩૫૬ + વિવેચન :
જેનામાંથી મોહ ચાલી ગયેલ છે તે વ્યપણતમોહવાળા, એવા શ્રમણો છે. હું તેવો નથી. તેથી મોહથી આચ્છાદિત એવા મને છમ હો. શ્રમણો ઉપાનહ રહિત હોય છે, પણ મારે ઉપાનહ થાઓ.
• નિર્યુક્તિ-૩૫૩ + વિવેચન :
જેને શેત વસ્ત્રો છે તે જોતાંબર શ્રમણો છે. જે વારહિત છે તે નિર્વસ્ત્ર છે, જેવા કે જિનકલ્પિકાદિ. SSા - મને, આ શબ્દથી તકાળ ઉત્પન્ન તપાસ અને શ્રમણોનો વિચ્છેદ કર્યો. મને ધાતુક્ત [ગે રંગના] વઓ થાઓ. કેમકે કષાયથી