Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 119
________________ ઉપોદ્ઘાત નિ ૪૭૮ ૨૧૯ O બીજાઓએ પણ કહ્યું - આ દેવાર્યનો [ભગવંતનો કોઈ પીઠમઈક કે છઘર છે. પછી મૌન રહ્યો. બધાં વાધો એ રીતે વાગતા હતા કે તેનો કોઈ જ શબ્દ સંભળાતો ન હતો. • નિર્યુક્તિ-૪૩૯ : શ્રાવતી નગરી, શ્રીભદ્રા, નિંદુ, પિતૃદd, ખીર, શિવદત્ત દ્વારે અગ્નિ, નખ, વાળ, હરિન્દ્ર, પ્રતિમા, અગ્નિ, પથિકો. • વિવેચન-૪૩૯ :વૃિત્તિકારશ્રીએ આ રીતે પદો જ મૂક્યા છે, અર્થ કથા વડે જાણવો.] ત્યારપછી ભગવંત શ્રાવતી ગયા. ભગવંત ત્યાં બહાર પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં ગોશાળો પૂછે છે કે – આપ ભિક્ષાર્ગે ચાલો છો ? [ભગવંતને બદલે સિદ્ધાર્થ વ્યંતરે કહ્યું - આજે અમારે અભક્તાર્થ અથ [ઉપવાસ છે] ભોજન લેવાનું નથી. ગોશાળો બોલ્યો - આજે મને આહારમાં શું મળશે? ત્યારે સિદ્ધાર્થે કહ્યું - તું આજે મનુષ્યનું માંસ ખાઈશ. ગોશાળો બોલ્યો - તો હું એવા સ્થાને જમીશ કે જ્યાં માંસનો સંભવ જ ન હોય, પછી મનુષ્યના માંસનો તો પ્રશ્ન જ ક્યાં રહે ? પછી ગોશાળો ભિક્ષાર્થે નીકળ્યો. તે શ્રાવતી નગરીમાં પિતૃદત્ત નામે ગૃહસ્થ હતો. તેને શ્રીમતી નામે પની હતી. તે નિંદુ હતી એટલે તેને મરેલા બાળકો જ અવતરતા હતા. તેણીએ શિવદd નામના નૈમિતિકને પૂછ્યું - મારા પુત્રો કઈ રીતે જીવે ? શિવદતે જણાવ્યું કે - જો કોઈ સુતપસ્વી હોય, તેને તું ગર્ભને સારી રીતે શોધીને, સંસ્કારીને, સંધીને, ખીર બનાવીને આપ. તે ઘરનું દ્વાર પણ બીજી દિશામાં કરી નાંખજે, જેથી તે તપસ્વી જાણી જાય તો તને મારી ન નાંખે, એ પ્રમાણે તને સ્થિરપ્રજા થશે. તેણીએ તે પ્રમાણે જ કર્યું. ગોશાળો ભમણ કરતો તેણીના ઘરમાં પ્રવેશ્યો. તેને તે ખીર ખાંડ-ઘી આદિ નાંખીને ભિક્ષામાં આહાર્ડે આપી. ગોશાળાએ વિચાર્યું કે અહીં માંસનો સંભવ કઈ રીતે રહે ? તેથી તેણે મળેલ આહાર સંતોષપૂર્વક ખાધો. જઈને બોલ્યો કે – તમારા નૈમિત્તિકપણું આજ સુધી ચાલુ, આજે તુટી ગયું. સિદ્ધાર્થ વ્યંતરે કહ્યું – નિમિત કથનમાં ક્યાંય વિસંવાદ થયો નથી. જો તને વિશ્વાસ ન હોય તો વમન કર. ગોશાળાએ વમન કરીને જોયું તો નખ, વિખરાયેલા મનુષ્ય-અવયવો આદિ જોયા. ત્યારે રોષાયમાન થઈ. તેણીનું ઘર શોધવા લાગ્યો. જો કે શ્રીમતી અને પિતૃદો ઘરનું દ્વાર ફેરવી નાંખેલ હતું. તેથી ગોશાળો જાણી ન શક્યો કે તેનું ઘર ૨૨૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ કયુ હતું. ગોશાળો ત્યારે બુમો પાડવા લાગ્યો. તો પણ તેને તે ઘર ન મળ્યું. ત્યારે તે બોલ્યો - જો મારા ધર્માચાર્યનું તપ અને તેજ હોય તો આ બાહિરિકા આખી બળી જાઓ. બધું બળી ગયું. ત્યારપછી ભગવંત હરિદ્વા નામના ગામે ગયા. ત્યાં ઘણાં બધાં પ્રમાણમાં હરિદ્રક નામના વૃક્ષો હતા. ત્યાં શ્રાવતી નગરીથી નીકળી અને ત્યાં વસતિમાં પ્રવેશતા જાનપદ હતું, સાર્થનો નિવેશ હતો. ભગવંત ત્યાં પ્રતિમા ધ્યાને સ્થિત રહ્યા. તે સાથિંકોએ સગિના શીતકાળમાં અગ્નિ પ્રગટાવેલો હતો. તે ઉઘડતા પ્રભાતે ઉઠીને ગયા. તે અગ્નિ તેઓએ બઝાવ્યો નહીં. તે બળતો બળતો ભગવંતની પાસે પહોંચ્યો અને ભગવંતને તું અગ્નિ પરિતાપ પહોંચાડવા લાગ્યો. ત્યારે ગોશાળો બોલ્યો - નાશો, આ અગ્નિ આવી રહ્યો છે ત્યારે ભગવંતના બંને પગ બળા, ગોશાળો નાશી ગયો. • નિયુક્તિ-૪૮૦ : ત્યારપછી બંગલા ગામે બાળકો હતા. ગોશાળ દ્વાર આંખની વિકૃત ચેષ્ટા કરવી. આવઈ, મુખત્રાસ, પિશાચ, બહિર્બલદેવ. • વિવેચન-૪૮૦ - વૃિત્તિમાં આ રીતે પદો જ આપેલા છે, પદાર્થ જ્ઞાન કથા વડે -]. શેષ કથાનક - ત્યારપછી ભગવંત નંગલા નામના ગામે ગયા. ત્યાં વાસુદેવના ગૃહમાં (મંદિરમાં પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં ગોશાળો પણ રહ્યો. ત્યાં બાળકો રમતા હતા. ગોશાળાએ પણ કાંદર્ષિક રૂપે તે બાળકોને આંખો બિહામણી કરી ડરાવવા લાગ્યો. ત્યારે બાળકો દોડવા લાગ્યા. દોડતાં પડવા લાગ્યા, ઘૂંટણ ભાંગવા લાગ્યા. હાડકાં વગેરે એક એક ભાંગવા લાગ્યા. પછી તેમના માતાપિતા આવ્યા અને તેમણે ગોશાળાને માર્યો. પછી બોલ્યા કે- આ દેવાર્ય ભગવંત નો દાસ છે, તે સ્થાને સરખો રહેતો નથી, બીજાઓએ રોક્યા અને દેવાર્યને ખમાવ્યા. પછી ગોશાળાએ ભગવંતને કહ્યું - મને મારતા હતા, તો પણ તમે તેમને કેમ ન વાય ? ત્યાં રહેલ] સિદ્ધાર્થ વ્યંતરે કહ્યું – તું એકલો ક્યાંય રહેતો જ નહીં, નહીં તો અવશ્ય માર ખાઈશ. ત્યાંથી ભગવંત આવર્ત નામના ગામે ગયા. ત્યાં પણ ભગવંત બલદેવના મંદિરમાં પ્રતિમાથાને રહ્યા.

Loading...

Page Navigation
1 ... 117 118 119 120