Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 118
________________ ઉપોદ્ઘાત નિ ૪૭૭ રા ૨૧૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ પોતાના આત્માને ભાવિત કરતા હતા, જિનકાની તુલના તપ વડે, સવ વડે, સૂત્ર વડે, એકવવી અને બળથી એ પાંચ રીતે કહેવાયેલ છે. આ ભાવનાઓ કહી. તેમાં મુનિચંદ્રસૂરિ સવ ભાવના વડે ભાવિત કરતા હતા. તેમાં પહેલી ઉપાશ્રયમાં, બીજી બહાર, બીજી ચાર રસ્તે, ચોથી શૂન્ય ગૃહમાં અને પાંચમી શમશાનમાં ભાવવામાં આવે છે. તેમાં તે બીજી ભાવે છે. ગોશાળો ભગવંતને કહે છે - આ દેશકાળ છે, ચાલો આપણે ભિાર્થે નીકળીએ (ભગવંતવતી) સિદ્ધાર્થ કહે છે - હજી અમારે ઉપવાસ છે. પછી ગોશાળો એકલો નીકળ્યો. તેણે પાર્શ્વનાથના સંતાનીય શિષ્યો જોઈને પૂછ્યું- તમે કોણ છો ? તેઓએ ઉત્તર આપ્યો - અમે શ્રમણ નિર્મળ્યો છીએ. ગોશાળાએ કહ્યું – અહો નિર્ણન્યો ! આપનો આવો ગ્રંશ-પરીગ્રહ છે, તો આપ નિગ્રંથો કઈ રીતે છો ? તેણે પોતાના આચાર્યનું વર્ણન કરીને કહ્યું કે – મહાત્મા આવા હોય, તમે એવા ક્યાં છો ? ત્યારે તેઓ બોલ્યા કે- જેવો તું છે, તેવો તારો ધર્માચાર્ય હશે? તારી જેમજ સ્વયં વેશધારી જ હશે ! ત્યારે ગોશાળાએ રોષથી કહ્યું – મારા ધર્માચાર્યની સોગંદ છે, જો મારા ધર્માચાર્યનું તપ હશે, તો તમારી વસતિ બળી જાઓ. મુનિચંદ્રસૂરિના શિષ્યોએ કહ્યું કે- તમારા કહેવાથી કંઈ અમારી વસતિ બળી ન જાય. ત્યારે ગોશાળાએ જઈને ભગવંતને કહ્યું કે – મેં હમણાં સારંભી અને સપરિગ્રહી શ્રમણો જોયા. ઈત્યાદિ બધું કહ્યું. ત્યારે સિદ્ધાર્થે કહ્યું – તેઓ ભગવંત પાર્સના સંતાનીય સાધુ છે, તે ન બળે. ત્યારપછી રાત્રિ થઈ. તે મુનિચંદ્ર આચાર્ય ઉપાશ્રયની બહાર પ્રતિમા ધ્યાને રહ્યા. તે કપનક તે દિવસે શ્રેણી પીને વિકાલે ઉન્મત્ત થઈને આવેલ હતો. જેટલામાં તે મુનિચંદ્ર આચાર્યને જુએ છે, તે વિચારે છે કે - આ ચોર લાગે છે, એમ વિચારી તેને ગળેથી પકડ્યા. તેમનો શ્વાસ રૂંધી નાંખ્યો તો પણ આચાર્ય ભગવંત ધ્યાનથી ચલિત થયા નહીં. તેઓને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, આ સમાપ્ત થયું અને દેવલોકે ગયા. ' ત્યારે ત્યાં આસપાસ રહેલા વ્યંતર દેવોએ મહિમા કર્યો. ત્યારે ગોશાળો બહાર રહીને જોયા કરતો હતો. ત્યારે તે ત્યાં ગયો. એટલામાં દેવો મહિમા કરીને પાછા ગયા. ત્યારે ત્યાં ગંધોદકની વૃષ્ટિ અને પુષ્પોની વૃષ્ટિ થઈ. તે જોઈને અભ્યધિક વર્ષ થયો. પછી ગોશાળાએ તે સાધુઓને ઉઠાડ્યા અને કહ્યું – અરે ! તમે જાણતા નથી. આવા પ્રકારના મુંડકા ચાલતા હતા. ઉઠો-ઉઠો, તમારા આચાર્ય કાળધર્મ પામ્યા અને તમે જાણતા પણ નથી. આખી રાત્રિ સુતા જ પડ્યા છો? ત્યારે તેઓએ વિચાર્યુ કે સત્ય છે. પિશાચો રમે જ ચાલે છે. ત્યારે તેઓ પણ ગોશાળાના શબ્દોથી ઉઠી ગયા. આચાર્ય પાસે ગયા. એટલામાં કાળધર્મ પામેલા જોયા, તેટલામાં તેમને અધૃતિ થઈ. અરેરે અમે જાણ્યું પણ નહીં કે આચાર્યએ કાળ કર્યો. ગોશાળો પણ તિરસ્કાર કરીને ગયો. ત્યારપછી ભગવંત ચોરાક સંનિવેશે ગયા. ત્યાં તેમને જાસુસ છે, તેમ સમજીને કોટવાળે કૂવામાં ફેંકી દીધા. પછી તેમને બહાર કાઢ્યા ત્યારે પહેલાં ગોશાળાને બહાર કાઢયો, પણ ભગવંતને નહીં. તેટલામાં સોમા અને જયંતી, એ બે ઉત્પલની બહેનો, જે ભગવંત પાર્શની શિયાઓ હતી, સંયમ પાળવા શક્તિમાન ન હોવાથી બંને બહેનોએ પરિવ્રાજિકાપણું સ્વીકારેલ હતું. તે બંનેએ સાંભળ્યું કે આવા પ્રકારના કોઈ બે જણાને કોટવાળે કૂવામાં ફેંક્યા છે. તેઓએ ફરી વિચાર્યું કે છેલ્લા તીર્થકર દીક્ષા લીધી છે. તે જાણીને ત્યાં ગયા, જેવા ભગવંતને જોયા કે તુરંત તેમને છોડાવ્યા. કોટવા બનો તિરસ્કાર કરતા કહ્યું - અહો ! વિનાશા પામવાની ઈચ્છાવાળા! તે સાંભળી તેમણે પણ ભય પામી ભગવંતની ક્ષમાયાચના કરી. • નિયુક્તિ-૪૭૮ - પૃષ્ઠ ચંપામાં ચોમાસુ, ત્યાં ચારમાસી તપ કર્યો. કૃતાંગલામાં દેવકુળ, દરિદ્ર સ્થવિરો, ગોપાલક દ્વારા ઉપહાસ. • વિવેચન-૪૩૮ :પછી ભગવંત પૃષ્ઠચંપામાં ગયા. ત્યાં ચોથું ચોમાસું કર્યું. ત્યાં ચોમાસામાં ભગવંતે ચારમાસી તપ કરતા, વિચિત્ર કાયોત્સર્ગાદિપૂર્વક ચોમાસુ કર્યું. પુરુ કરીને કૃતાંગલા ગયા. ત્યાં દરિદ્ર સ્થવિર નામના પાખંડીઓ સાભી, પરિગ્રહયુક્ત અને સ્ત્રીઓ સહિત રહેતા હતા. તેના વાટક મધ્ય દેવકુળ હતું. ભગવંતને દેવકુળમાં પ્રતિમાધ્યાને રહેલા હતા. તે દિવસે સ્વપબિંદુ પ્રમાણ ઠંડી પડી. તે સ્થવિર પાખંડીને તે દિવસે જાગરણ હતું. તેઓ સ્ત્રીઓ સહિત ગાતા હતા. ત્યાં ગોશાળો બોલ્યો - આનું નામ તે જ ‘પાખંડ' કહેવાય છે. આરંભ સહિત અને સ્ત્રીઓ સહિત બધાં એક્સ ગાય છે અને વગાડે છે. ત્યારે તેઓએ ગોશાળાને ત્યાંથી કાઢી મૂક્યો. ગોશાળો ત્યારે માઘમાસમાં તેવી ઠંડીમાં, વરસતા વરસાદમાં રહેલો હતો, ધ્રુજતો હતો. ત્યારે તે પાખંડીઓએ અનુકંપાથી પાછો બોલાવી લીધો. ફરી ગોશાળાઓ તેમને ઉપહાસ કર્યો, ફરી પણ કાઢી મૂક્યો. એ પ્રમાણે ત્રણ વખત ત્યાંથી બહાર કાઢી મૂક્યો અને પાછો બોલાવ્યો. ત્યારપછી કહે છે - હવે જો અમને કંઈ કહ્યું તો અમે તેને કાઢી મૂકશે. ત્યારે

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120