Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 116
________________ ૨૧૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ઉપોદ્ઘાત નિ ૪૬૯ થી ૪૦૧ ૨૧૩ કયાં વિચરી રહ્યા છે ? ત્યારે ભગવંતને જોયા અને પુષ સામુદ્રિકો પણ જોયો. ત્યાં આવી, શક્રએ ભગવંતને વંદન કરીને પુપને કહ્યું – ઓ પુષ ! તું લક્ષણોને જાણતો નથી. આ તો અપરિમિત લક્ષણ મહાત્મા છે. ત્યારે અત્યંતર લક્ષણોને વર્ણવે છે – ગાયના દૂધ જેવું પ્રશસ્ત અને ગૌરવર્ણીય લોહી. શાસ્ત્ર કદાપી અસત્ય હોતા નથી. આ ધર્મવર ચાતુરંત ચક્રવર્તી છે, દેવેન્દ્રો-નરેન્દ્રો વડે પૂજાયેલા છે. ભવ્યજન રૂપી કુમુદને આનંદકારક થવાના છે. ત્યારપછી ભગવંત રાગૃહી ગયા. ત્યાં નાલંદા નામના શાખાપુરમાં તંતુવાય શાળામાં એક ભાગમાં યથાપ્રતિપ અવગ્રહની અનુજ્ઞા યાચના કરીને રહ્યા. ત્યાં પહેલું માસક્ષમણ તપ અંગીકાર કરીને વિચરવા લાગ્યા. - તે કાળે, તે સમયે મંખલિ નામે મંખ હતો, તેની પત્ની ભદ્રા ગર્ભવતી હતી. શરવણ નામના સંનિવેશમાં ગોબહુલ બ્રાહ્મણની જે ગોશાળા હતી, ત્યાં તેણીએ બાળકને જન્મ આપ્યો. તેનું ગૌણ નામ “ગોuળો’ કરવામાં આવ્યું ક્રમશઃ તે મોટો થયો. તેણે મંખલિ શિપનો અભ્યાસ કર્યો. ચિત્રફલક કરે છે. પચી એકલો જ વિચરતો રાજગૃહીમાં તંતુવાયશાળામાં રહ્યો કે જ્યાં ભગવંત મહાવીર રહેલાં હતા. ત્યાં તેણે ચોમાસુ કર્યું. ભગવંત માસક્ષમણના પાણે અત્યંતસ્કિામાં વિજયના ઘેર વિપુલ ભોજનવિધિ વડે પુતિલાભિત કર્યા, પાંચ દિવ્યો પ્રગટ થયા. | ગોશાળો તે સાંભળીને આવ્યો. પાંચ દિવ્યો જોઈને બોલ્યો - ભગવન ! હું તમારો શિષ્ય. ભગવંત મૌન રહી, નીકળી ગયા. પછી બીજું માસણામણ કર્યું. બીજા માસક્ષમણમાં આનંદના ઘેર ખાધકવિધિ - ખાજા વડે પારણું કર્યું. પછી ત્રીજું માસક્ષમણ કર્યું તેમાં સર્વ કામગુણિતથી સુનંદ ગાથાપતિને ઘેર પારણું થયું. ત્યારપછી ચોથું માસક્ષમણ સ્વીકારીને વિચારે છે. અભિહિત અર્થના સંગ્રહ માટે આ કહે છે – • નિયુક્તિ -૪૭૨,૪૭૩ - ખૂણા સંનિવેશ બહાર, પુષ્પનિમિત્તક, અભ્યતર લક્ષણો દેવેન્દ્રએ કહ્યા. રાજગૃહીની તંતુશાળામાં માસક્ષમણ અને ગોશાળો. સંખલિ મંખ, સુભદ્રા, શરવણ ગામ, ગોભહુલબાહee, ગોશાળો, વિજય, આનંદ, સુનંદને ત્યાં ભોજન ખાન અને કામગુણિત. • વિવેચન-૪૩૨,૪૭૩ :[બંને નિયુક્તિમાં પદો બતાવ્યા છે, વૃત્તિકાર શ્રી પણ આ પદોને જ દશવિ છે. તેમાં જે વિશેષવૃત્તિ છે, તે આ પ્રમાણે –] ખરવા - ગોશાળાનું ઉત્પત્તિ સ્થાન. બાકી સ્વબુદ્ધિથી અક્ષર ગમનિકા વિચારી લેવી. [કથાનક પૂર્વની વૃત્તિમાં છે જ.] શેષ કથાનક - ગોશાળો કાર્તિક પૂર્ણિમાના દિવસે પૂછે છે – શું હવે આજે મને ભોજન પ્રાપ્ત થશે ? સિદ્ધાર્થે કહ્યું - કોદરા, ચોખા, ખાટો સ્ત્ર અને દક્ષિણામાં ખોટો રૂપિયો મળશે. તે નગરીમાં સર્વ આદરથી ચાલ્યો. જેમ ગાડાંના અશ્વો હોય, કોઈએ પણ ભાગ ન આપ્યો. ત્યારે બપોર પછી એક કર્મ કરે ખાટ ભાત આપ્યા, ત્યારે જામ્યો. તેણે એક રૂપિયો દક્ષિણા આપી, રૂપિયાની પરીક્ષા કરી યાવત તે ખોટો રૂપિયો હતો. ત્યારે ગોશાળો બોલ્યો - “જે જ્યારે થવાનું હોય તે જ થાય છે, તેનાથી અન્યથા ચતું નથી. લજ્જા પામી પાછો આવ્યો. પછી ભગવંત ચોથા માસક્ષમણના પારણે નાલંદાયી નીકળ્યા. કોલ્લાક સંનિવેશ ગયા. ત્યાં બહુલ બ્રાહ્મણ ઘણાં બ્રાહ્મણોને ઘી-ખાંડયુકત ખીર વડે ભોજન કરાવતો હતો. ત્યારે તેણે ભગવંતને પ્રતિલાભિત કર્યા. ત્યારે ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયા. ગોશાળો પણ તંતુવાય શાળામાં સ્વામીને ન જોતાં રાજગૃહની અંદર અને બહાર ગવેષણા કરવા લાગ્યો. જ્યારે ક્યાંય ન જોયા ત્યારે પોતાના કોપને કરતો, જાતને ધિક્કાર આપતો દાઢી-મૂંછ સહિત મસ્તકનું મુંડન કરીને કોલ્લાક સંનિવેશે ગયો. ત્યાં ભગવંત મળ્યા. પછી ભગવંત ગોશાળાની સાથે સવર્ણખલ જવા નીકળ્યા. ત્યાં માર્ગમાં ગોવાળો ગાયોથી દુધ લઈને મોટી થાળીમાં નવા ચોખા વડે ખીર સંઘતા હતા. ત્યારે ગોશાળો બોલ્યો – ભગવતુ ચાલો. આપણે અહીં જઈએ. સિદ્ધાર્થ બોલ્યો - આ ખીરનું નિર્માણ જ થવાનું નથી. આનું વાસણ ભાંગી જવાનું છે. ત્યારે તેને શ્રદ્ધા થઈ નહીં. તેથી તેણે ગોવાળોને કહ્યું – આ દેવાર્ય છે. તે ભૂત અને ભાવિના જાણકાર છે. તેઓ કહે છે - આ હાંડલી ભાગી જવાની છે, માટે પ્રયત્નપૂર્વક તેનું રક્ષણ કજો. ત્યારે ગોવાળો પ્રયત્ન કરે છે. તે હાંડલી વાંસના ફાડીયા વડે બંધાયેલ હતી. ગોવાળોએ ઘણાં જ ચોખા નાંખેલા હતા તેને કારણે તે હાંડલી ફૂટી ગઈ. પછી ગોવાળોએ જે માંસ સંઘેલને ગોસાળો જો. બીજું કંઈ તેને પ્રાપ્ત ન થયું. ત્યારે સારી રીતે નિયતિવાદને પકડ્યો. આ જ કથાનો ઉપસંહાર કરતાં કહે છે - • નિયુક્તિ-૪૩૪ : કોલ્લાક, બહલ, ખીર, દિવ્ય, ગોશાળો, જોઈને પ્રવજ્યા, સુવર્ણ ખલની બહાર, ખીરની થાળી, નિયતિવાદનો સ્વીકાર

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120