Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 114
________________ ઉપોાત નિ ૪૬૬ ૨૦૯ ગોવાળોએ તેને આશ્રમનો માર્ગ બતાવ્યો. તે કાંટાળા માર્ગે ત્યાં જવા લાગ્યો. તેને જોઈ હાથમાં પરસુ લઈ તે ધમધમતો દોડ્યો. કુમારે તેને આવતો જોયો. જોઈને કુમાર ત્યાંથી ભાગી ગયો. ચંડકૌશિક પણ હાથમાં કુહાડો લઈ દોડતાં ખાડામાં પડ્યો. તે કુહાડો સન્મુખ રહી ગયો, તેનાથી ચંડકૌશિકના મસ્તકમાં બે ફાડચા થઈ ગયા. ત્યાં મરીને તે જ વનખંડમાં દૃષ્ટિવિષ સર્પ થયો. દષ્ટિવિષ સર્ષ રોપથી અને લોભથી તે વનખંડનું રક્ષણ કરે છે. પછી ત્યાંના તાપસોને બઘાંને બાળી નાંખ્યા, જે બળ્યા ન હતા, તેઓ નાશી ગયા. તે સર્પ ત્રણે સંધ્યાએ વનખંડમાં ફરીને જે કોઈ પક્ષીને પણ જુએ, તેને બાળી નાંખતો હતો. તે અવસરે તેણે ભગવંતને જોયા, જોઈને કુદ્ધ થયો. શું તું મને જાણતો નથી ? સૂર્યની સન્મુખ જોઈ, પછી ભગવંતને જોયા, પણ તે દૃષ્ટિવિષ સર્પથી સ્વામી બળ્યા નહીં. એ પ્રમાણે બે, ત્રણ વખત જોયું, તો પણ સ્વામીને કંઈ ન થયું. ત્યારે જઈને ભગવંતને ડંસ દીધો. ડંસ દઈને પાછો ભાગ્યો, રખેને! મારી ઉપર પડે તો? એ પ્રમાણે પણ ત્રણ વખત ડંસ દીધો, છતાં સ્વામીનું મૃત્યુ ન થયું. ત્યારે ખૂબ રોષથી ભગવંત સમા જોતો ઉભો રહ્યો. તે ભગવંતના રૂપને જોતા, તે વિષથી ભરેલી દૃષ્ટિથી ધ્યાન કરતા સ્વામીની સૌમ્ય કાંતિ તે સર્વે જોઈ. ત્યારપછી સ્વામીએ તેને કહ્યું, અરે ઓ, ચંડકૌશિક ! તું ઉપશાંત થા ! ત્યારે સનિ ઈહાપોહ-માર્ગણા-ગવેષણા કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી તેણે ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરીને મનથી ભોજનના પ્રત્યાખ્યાના કર્યા. જો કે તીર્થકર તે જાણે છે. પછી તે બિલમાં મુખ રાખીને રહ્યો. તેણે વિચાર્યું કે - “મારા રોપથી કોઈ લોક મરી ન જાઓ.” ભગવંત તેની અનુકંપાથી ત્યાં ઉભા રહ્યા. ભગવંતને જોઈને ગોવાળ, વસપાલો આવી ગયા. પછી પોતે વૃક્ષ પાછળ છુપાઈને તે ગોપાલાદિ તે સર્પની ઉપર પત્થરો ફેંકે છે. પણ સપને ચલિત થતો ન જોઈને લાંકડા વડે કંઈક ઘસે છે. તો પણ સ્પંદિત ન થતો જોઈને તેઓએ લોકોને બોલાવ્યા. લોકો ત્યાં આવ્યા. ભગવંતને વંદન કરીને પછી તે સપની પણ પૂજા કરે છે. બીજા વળી દુધ, ઘી, લાવીને તે સપને ચોપડે છે, સ્પર્શે છે. પરિણામ એ આવ્યું કે સપની ઉપર તે કારણે કીડીઓ ચડવા લાગી. તે વેદનાને સહન કરતો સર્પ અર્ધમાસ પછી મરીને સહસાર નામે આઠમાં દેવલોકમાં ઉત્પન્ન થયો. આ જ કથનનો ઉપસંહાર કરતાં કહે છે – • નિર્યુક્તિ -૪૬૭ : ઉતરવાયાલના માર્ગે વનખંડમાં ચંડકૌશિક સર્પ, બાળી ન શક્યો, ચિંતા, [31/14 ૨૧૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ જાતિસ્મરણ, જ્યોતિક, હું ક્રોધથી સર્ષ થયો. • વિવેચન-૪૬૭ : ઉતરવાયાલના માર્ગના વનખંડમાં ચંડકૌશિક સર્પ હતો વગેરે બધી ઘટના ઉપર કથાનકમાં કહેવાઈ ગયેલ છે. હવે અનુક્ત અર્થના પ્રતિપાદનાર્થે કહે છે - • નિયુક્તિ -૪૬૮ - ઉત્તર વાચલમાં ભગવંતને નાગસેને ખીર વડે ભોજન કરાવ્યું. દિવ્યો પ્રગટ થયા. શ્વેતાંબીમાં પ્રદેશી, પંરથોમાં, નિજક અિથતિ નૈયક રાજા અથવા સગોત્રીય અર્થ કરેલ છે.] • વિવેચન-૪૮ :• ગાથાર્થ કહ્યો છે. બાકીનો ભાવાર્થ કથાનકથી જાણવો. o કથાનક આ પ્રમાણે - ત્યારપછી ભગવંત ઉત્તર વાચલે ગયા. ત્યાં પંદર દિવસના પારણે ગયા. ત્યાં નાગસેન નામે ગાલાપતિએ ક્ષીરના ભોજન વડે પ્રતિલાભિત કર્યા. પાંચ દિવ્યો પ્રગટ થયા. ત્યાંથી શ્વેતાંબી ગયા. ત્યાં પ્રદેશ રાજા શ્રમણોપાસક હતો. તેણે ભગવંતનો મહિમા કર્યો. પછી ભગવંત સુરભિપુર ગયા. માર્ગમાં તૈયક નામે રાજા હતો. તે પ્રદેશી રાજા પાસે પાંચ રથો વડે આવતો હતો. તેણે ત્યાં ભગવંતને વંદના કરી, પૂજા કરી. ત્યાંથી સ્વામી સુરભિપુર ગયા. ત્યાં ગંગા નદી ઉત્તરવાની હતી. ત્યાં સિદ્ધ માત્ર નામે નાવિક હતો. ક્ષેમિલ નામે શકુનનો જ્ઞાતા હતો. ત્યાં નાવમાં લોકો વળગ્યા. તે કૌશિક મહાશકુનથી વાસિત હતો. કૌશિક નામે ઉલૂક (ઘુવળ] પછી ફેમિલે કહ્યું કે - જેવા પ્રકારના શકુન દેખાય છે, તે પ્રકારે આપણને મારણાંતિક ઉપસર્ગ થશે. પછી શું ? આ મહર્ષિના પ્રભાવથી બચી જઈશું. તે નાવ ચાલી. સુદષ્ટ્ર નાગકુમાર રાજાએ ભગવંતને નાવમાં બેઠેલા જોયા. તેને ક્રોધ ઉત્પન્ન થયો. તે ખરેખર જે સિંહને ત્રિપૃષ્ઠ વાસુદેવ વડે મારી નંખાયેલો તે જીવ હતો. સંસાર ભમતાં ભમાતાં સુદષ્ટ્ર નામે નાગરાજ થયેલો. તે સંવતક વાયુ વિકર્વીને નાવને ડૂબાડવા ઈચ્છતો હતો. આ તરફ કંબલ અને શંબલ દેવનું આસન ચલિત થયું. વળી આ કંબલ અને શંબલની ઉત્પત્તિ શું છે? મથુરા નગરીમાં જિનદાસ નામે શ્રાવક વણિક્ હતો. સોમદાસી નામે તેની પત્ની શ્રાવિકા હતી. બંને પતિ-પત્ની જીવાદિ જ્ઞાનના જ્ઞાતા અને કૃત પરિણામી હતા. તે બંને એ ચપદનો પરિગ્રહને કરવો તેવા પચ્ચકખાણ કરેલા હતા. તેઓ રોજેરોજ ગોરસ લેતા. ત્યાં આભીરી ગોરસ લઈને આવી. તેણીને તે

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120