Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 112
________________ ઉપોદ્દાત નિ ૪૬૨,૪૬૩ ૨૦૫ ઉખેડી નાંખશો. (૨) જે શ્વેત પક્ષી - તેથી શુક્લધ્યાન કરશો. (૩) જે વિચિત્ર કોકીલ - તેનાથી દ્વાદશાંગીની પ્રજ્ઞાપના કરશો. (૪) આગળ કહેશે. (૫) ગાયોના વર્ગનું ફળ - આપને શ્રમમ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ થશે. (૬) પા સરોવરથી ચતુર્વિધ દેવ સંઘાત થશે. (૩) જે આપ સાગર તરી ગયા, તેથી, સંસારથી પાર ઉતરશો. (૮) જે સૂર્ય જોયો તેથી જલ્દી કેવળજ્ઞાન પામશો. (૯) આંતરડા વડે જે માનુષોત્તર પર્વતને વીંટ્યો, તેનાથી આપનો નિર્મળ યશ અને કીર્તિનો પ્રતાપ સકલ ત્રણ ભુવનમાં વિસ્તરશે. (૧૦) જે મેરુ ઉપર આરૂઢ થયા તેનાથી આપ સિંહાસનમાં બેસીને દેવ-મનુષ્ય-અસુરની "દામાં ધર્મ કહેશો. પરંતુ હે ભગવન્! ચોથા સ્વપ્નમાં ફૂલની બે માળા જોઈ, તેનો અર્થ છે જાણતો નથી. ત્યારે ભગવંતે કહ્યું - હે ઉત્પલ ! જે તું નથી જાણતો તે આ છે – હું સાગારિક અને અનગારિક એમ બે પ્રકારે ધર્મની પ્રરૂપણા કરીશ. પછી ઉત્પલ વાદીને ગયો. ભગવંતે અર્ધમાસક્ષમણ કર્યું. આ પહેલું ચોમાસું થયું. પછી શરદઋતમાં નીકળીને મોરાક સંનિવેશે ગયા. ત્યાં સ્વામી બહારના ઉઘાનમાં રહ્યા. ત્યાં મોરાક સંનિવેશમાં યથા છંદા નામે પાખંડીઓ હતા. તેમાંનો એક ચવાછંદક તે સંનિવેશમાં કામણ, વશીકરણાદિ વડે જીવતો હતો અને ભગવંતની બહુ સમુદિત પૂજા જોઈને એકલો દુ:ખે રહ્યો હતો. ત્યારે જતાં ગોવાળને જોઈને કહ્યું - તું જ્યાં જાય, જ્યાં જમે, જે પચિકને જુએ, બધાંને આ પ્રમાણે કહેજે. તે આવર્જિત થઈ ગામમાં જઈને મિત્ર-પરિચિતોને કહે છે, બધાં ગામે જઈને કહી દીધું કે - આ દેવાર્ય છે તે ભૂત-વર્તમાન-ભાવિ બધું જ જાણે છે. ત્યારે બીજા પણ લોકો આવ્યા. તે બધાંને પણ કહ્યું. એ રીતે બધાંને આવજીને મહિમા વધાર્યો, લોકોથી અવિરહિત રહેતો હતો. પછી લોકો જ્યારે પૂછતા કે અહીં કોઈ યયાછંદક નામે જાણકાર છે ? સિદ્ધાર્થે કહ્યું – તે કંઈ જ જાણતો નથી. ત્યારે લોકોએ જઈને કહ્યું કે – તું કંઈ જ જાણતો નથી. દેવાર્ય [ભગવંત જાણે છે. ત્યારે તે અછંદકે લોકમયે પોતાના આત્માને સ્થાપવાની ઈચ્છાથી કહ્યું કે જે આજે મારી આગળ ભગવંત જાણે છે તેમ સાબિત થાય તો હું માનું કે તે જાણે છે. પછી તે ભગવંત આગળ ગયો. હાથમાં વ્રણ લીધું અને પૂછ્યું કે શું આ તૃણ છેદાશે કે નહીં. તેણે વિચારેલું કે જો “છેદાશે' તેમ કહેશે તો નહીં છેદું અને “નહીં છેદાય” એમ કહેશે તો હું છેદી નાંખીશ. ત્યારે સિદ્ધાર્થે કહ્યું - નહીં છેદાય. છંદકે છેદવાની શરૂઆત કરી. તે વખતે શકનો ઉપયોગ ગયો તેણે તુરંત વજ ફેંકયું. યથાછંદકની દશે આંગળી કપાઈને ભૂમિ ઉપર પડી ગઈ. ત્યારે લોકોમાં હેલણા પામ્યો. આ જ વાત સંક્ષેપમાં કહેસ્વા માટે બતાવે છે - ૨૦૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ • નિયુક્તિ-૪૬૪ : સાત રૌદ્ર વેદના, સ્તુતિ, દશ હપ્ત, ઉત્પલ, ધમાસણામણ, મોરાકમાં સકાર, શક્ર, અચ્છેદક, કોપાયમાન. • વિવેચન-૪૬૪ - યો સાત રૌદ્ર વેદના કરી, તેણે જ સ્તુતિ પણ કરી. ભગવંતે દશ સ્વપ્નો જોયા. ઉત્પલે ફળ કથન કર્યું. અર્ધમાસના ઉપવાસ પ્રભુએ કર્યા. મોરાક સંનિવેશમાં લોકોએ સત્કાર કર્યો. અચ્છેદકે તીર્થકરની હેલના કરતાં શક તેના ઉપર કોપાયમાન થયાં. આ નિયુક્તિ છે, આ કથન મૂલ ભાષ્યકાર ગાથા કહે છે – • ભાષ્ય-૧૧૨ થી ૧૧૪ - ભયંકર અટ્ટહાસ્ય, હાથ-પિશાચ-નાગરૂપે ઉપસર્ગ, સાત વેદનાઓ - શિર, કર્ણ, નાક, દાંત, નખ, આંખ અને પૃષ્ઠ. તાલપિશાચ, બે કોકિલો અને બે ફૂલમાળા, ગાયોનો સમૂહ, સરોવર, સાગર, સૂર્ય, ચંદ્ર, મેરુ એ દશ સ્તનોના ફળ ઉત્પલે કII. મોહનીય, ધ્યાન, પ્રવચન, ધર્મ, સંઘ, દેવલોક, સંસાર, જ્ઞાન, યશ, ધર્મ વર્ષા મળે તેના ફળ છે. • વિવેચન-૧૧૨ થી ૧૧૪ - ભીમ અટ્ટહાસ્ય, હાથી, પિશાચ અને નાગ, સાત વેદના આ બધું વ્યંતરે કર્યું. તાલ પિશાયાદિ સ્વપ્નો ભગવતે જોયા અને ઉત્પલે આ સ્વપ્નોના ફળનું કથન કર્યું. જે મોહ, દયાન ઈત્યાદિ છે તેમાં દેવલોક એટલે દેવજનની ઈત્યાદિ અર્થો પૂર્વે કહેલા છે. મોરાક સંનિવેશની બહાર, સિદ્ધાર્થ દ્વારા અતીતાદિ કથન, અછંદે લોકોને સાધ્યા, પ્રદ્વેષ, છેદન, શક. 0 આ ગાથાનો અર્થ કથાનકમાં કહ્યા મુજબ જાણવો. આ ગાથા બધું પુસ્તકોમાં નથી. પણ ઉપયોગી છે. શેષ કથાનક - ત્યારપછી સિદ્ધાર્થને અચ્છેદક પ્રત્યે પ્રસ્વેષ થયો. તે લોકોને કહે છે કે – આ ચોર છે. આના વડે કોનું શું ચોરાયું તે કહો. તેણે કહ્યું કે અહીં એક વીરઘોષ નામે કર્મકર હતો ? તે કર્મકર પગે પડીને બોલ્યો - હા, તે હું છું. તારી પાસે અમુક કાળે દશપલના પ્રમાણવાળી વાટકી હતી તે નાશ પામેલી ? તેણે કહ્યું - હા, તે ખોવાઈ છે. સિદ્ધાર્થે કહ્યું - આના ઘરની આગળ ખજૂરીના વૃક્ષની પૂર્વમાં હાથ મામા જઈને ત્યાં ખાડો ખોદી લઈ લો. લોકો ગયા. વાટકી પાછી લઈને કલકલ કરતાં આવ્યા. બીજું પણ સાંભળો - શું અહીં ઈન્દ્રશમ નામે ગૃહસ્પતિ છે ? ત્યારે કહે છે

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120