Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 110
________________ ઉપોદ્ઘાત નિં ૪૬૧ દેવરાજ શક ત્યાં આવ્યો. ગોવાળને નિવાર્યો. પછી દેવેન્દ્રએ ભગવંતને વંદન કરીને કહ્યું – વિનંતી કરી. હે ભગવન્! હું આપની બાર વર્ષ વૈયાવચ્ચ કરીશ, પછી - X - તત્કાળ વ્યંતરત્વને પામેલ સિદ્ધાર્થને કહ્યું કે – તારે ભગવંતને છોડીને ક્યાંય જવું નહીં. ૨૦૧ દેવરાજના ગયા પછી ભગવંતે પણ કોલ્લાક સંનિવેશમાં બહુલ નામે બ્રાહ્મણને ત્યાં છટ્ઠ તપવિશેષના પારણા માટે પ્રવેશ કર્યો. તેણે ખીર વહોરાવી. તેના ઘરમાં ધનની વૃષ્ટિ થઈ, એ ગાથાર્થ છે. કથાનક - પછી સ્વામી વિચરતા મોરાક સંનિવેશે ગયા. ત્યાં મોરાકમાં ‘ઈજ્જત’ નામનો પાખંડી ગૃહસ્થ હતો. ત્યાં તેનો આવાસ હતો. તેનો કુલપતિ ભગવંતના પિતાનો મિત્ર હતો. ત્યારે તે સ્વામીના સ્વાગત માટે આવ્યો. ત્યારે સ્વામીએ પણ પૂર્વ પરિચિતતાથી હાથ ફેલાવ્યા. તેણે ભગવંતને કહ્યું – ઘર છે, હે કુમાર શ્રેષ્ઠ ! અહીં રહો. ત્યાં ભગવંત એક રાત્રિ રહી, પછી નીકળી ગયા. વિચરતા હતા. દૂઈજ્જતે કહ્યું – વસતિ વિવિક્ત છે. જો વર્ષાવાસ કરવો હોય તો પધારજો, અમારા ઉપર અનુગ્રહ થશે. ત્યારે ભગવંત આઠ ઋતુબદ્ધ માસ વિચરીને તે જ દુઈજ્જતના ગામમાં આવ્યા. ત્યાં એક ઝુંપડીમાં ચોમાસુ રહ્યા. પહેલાં વરસાદમાં ગાયોને ચારો ન મળવાથી જીર્ણ ઘાસ ખાય છે. તેના ઘરને ઉખેડવા લાગી. પછી તે ગૃહપતિએ તેને વારી, પણ ભગવંત વારતા નથી. પછી દૂઈજ્જતગે તે કુલપતિને કહ્યું કે આ ગાયોને નિવારતો નથી. ત્યારે તે કુલપતિએ શિક્ષા આપીને કહ્યું – હે શ્રેષ્ઠકુમાર ! પક્ષીઓ પણ પોતાના માળાની રક્ષા કરે છે. તો તમે વારતા કેમ નથી ? આ પ્રમાણે શેષ પૂર્વક કહ્યું. ત્યારે ભગવંતે આ વસતિ અપ્રીતિક છે. એમ સમજી ત્યાંથી નીકળી ગયા, પછી ભગવંતે પાંચ અભિગ્રહો ગ્રહણ કર્યા. (૧) પ્રીતિક અવગ્રહમાં વસવું નહીં. (૨) નિત્ય કાયોત્સર્ગમાં રહેવું, (૩) હંમેશાં મૌન પાળવું. (૪) બે હાથમાં જ ભોજન કરવું. (૫) ગૃહસ્થાનો વંદન - અભ્યુત્થાનાદિ વિનય ન કરવો. એ પાંચ અભિગ્રહ. ત્યાં ભગવંત અર્ધમાસ રહીને પછી અસ્થિકગ્રામે ગયા. વળી તે અસ્થિકગ્રામનું પહેલાં વર્ધમાનક નામ હતું. તો પછી અસ્થિક ગ્રામ કઈ રીતે થઈ ગયું ? ધનદેવ નામે એક વણિક હતો. તે ૫૦૦ ગાડામાં ગણિમ, ધરિમ, મેય, ભૃત કરીયાણું આદિ લઈને માર્ગથી આવતો હતો. તેની સમીપમાં વેગવતી નામે નદી આવી. તેમાં ગાડા ઉતાર્યા. ત્યારે એક બળદને તે મૂળધુરિમાં જોડ્યો. તેના વીર્ય-શક્તિથી ગાડા પાર ઉતાર્યા. પણ પાછળથી તે બળદના સાંધા ભાંગી ગયા. તે વણિક, ત્યાં ઘારા પાણી આદિ રાખી, તે બળદને છોડીને ગયો તે પણ ત્યાં રેતીમાં જેઠમાાના અતીવ ઉષ્ણ તાપથી તરસ અને ભુખથી પીડાવા લાગ્યો. વર્ધમાનક આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ નગરના લોકો તે જ માર્ગેથી ઘાસ અને પાણીને વહન કરતા હતા, પણ કોઈ તે બળદને કંઈ આપતું ન હતું. તે બળદને ગ્રામજનો પ્રતિ દ્વેષ થયો અકામ તૃષા અને ભુખથી મરીને તે જ ગામના અગ્ર ઉધાનમાં તે શૂલપાણિ નામે યક્ષ રૂપે ઉત્પન્ન થયો. યક્ષે ઉપયોગ મૂકીને જોયું તો બળદના શરીરને પડેલું જોયું. ત્યારે રોષથી મારી-મસ્કીને વિર્દી. તે ગ્રામજનો મરવા લાગ્યા. ત્યારે અધૃતિ પામેલા લોકો સેંકડો કૌતુકો કરવા લાગ્યા, તો પણ મરવાનું અટક્યું નહીં. ત્યારે તેઓ બીજે ગામ જવા લાગ્યા. ત્યાં પણ યક્ષે તેમને ન છોડ્યા. ત્યારે તેઓ વિચરવા લાગ્યા કે અમે પણ હજી જાણતાં નથી કે કોઈપણ દેવ અથવા દાનવને અમે ક્યારે વિરાધેલ છે ? તે ત્યાં જઈએ. ૨૦૨ પછી ગ્રામજનોએ આવીને નગરદેવતા પાસે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનો ઉપહાર ધર્યો. બલિના ભેંટણા કર્યા. ચોતફ અને ઉર્ધ્વ મુખ તેમ કરીને “શરણ-શરણ” એમ પોકાર કરે છે. અમારા વડે જે સમ્યક્ આચરણ ન થયેલ હોય, તેની અમને ક્ષમા કરો. ત્યારે અંતરીક્ષમાં રહેલા દેવે કહ્યું – તમે દુરાત્મા અને અનુકંપા વગરના છો, માર્ગમાં જ આવતા કે જતાં તે બળદને ઘાસ કે પાણી આપતા ન હતા. હવે તમને આમાંથી છુટકારો નહીં મળે. ત્યારે ગ્રામજનોએ સ્નાન કરી, હાથમાં પુષ્પબલિ લઈને કહ્યું – કોપને છોડી દો, અમારા ઉપર કૃપા કરો. ત્યારે તે યક્ષે કહ્યું – આ માણસોના અસ્થિ છે, તેનો ઢગલો કરીને તેના ઉપર દેવકુલ કરાવો. તેમાં શૂલપાણી યક્ષને અને એક પડખામાં બળદની તમે સ્થાપના કરો. [ચક્ષ મંદિર બનાવો.] બીજા આચાર્ય કહે છે – બળદનું રૂપ કરવાનું કહ્યું. પછી તેની નીચે તેના હાડકાંને સ્થાપિત કરો. તેઓએ જલ્દીથી ચક્ષની આજ્ઞાનું પાલન કર્યુ અને ત્યાં ઈન્દ્રશાં નામે સેવક મૂક્યો. ત્યારે લોકો મુસાફર આદિને જોઈને પાંડુર અસ્થિક ગ્રામ અને દેવકુળને વિશે પૂછતાં - ૪ - અથવા કહેતાં કે જ્યાં તે અસ્થિ છે. એ રીતે ‘અસ્થિકગ્રામ’ એવું નામ પડી ગયું. ત્યાં વ્યંતરગૃહમાં જે રાત્રિના વસતા, તેને તે શૂલપાણી યક્ષ લઈ જઈને પછી રાત્રિના મારી નાંખતો. તેથી ત્યાં દિવસના લોકો રહેતા પણ પછી બીજે જતાં રહેતા. ઈન્દ્રશર્મા પણ ધૂપ અને દીપ કરીને દિવસના જ ત્યાંથી બીજે ચાલ્યો જતો. આ તસ્ક્રુ ભગવંત દુઈજ્જતના ગામથી ત્યાં પધાર્યા. ત્યાં બધાં લોકો એકઠા થઈને રહેલા હતા. ભગવંતે તે દેવકૂલિકામાં રહેવાથી આજ્ઞા માંગી. તેણે કહ્યું ગામનો મુખી જાણે. ભગવંતે ગ્રામમુખીને મળીને આજ્ઞા માંગી ત્યારે મુખીએ કહ્યું – અહીં રહેવું શક્ય નથી. ભગવંતે કહ્યું – પણ મને તમે અનુજ્ઞા આપો. ત્યારે તેણે રહેવાની આજ્ઞા આપી, પણ એકૈંક વસતિને દેખાડી, ભગવંતે તે વસતિમાં રહેવાની અનિચ્છા જણાવી. જેમકે ભગવંત જાણતા હતા કે આ શૂલપાણી યક્ષ બોધ પામશે.

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120