Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
ઉપોદ્ઘાત નિ ૪૬૨,૪૬૩
– હા, છે. ત્યારે તે સ્વયં જ હાજર થયોને બોલ્યો કે તે હું છું, આપ આજ્ઞા કરો. સિદ્ધાર્થે પૂછ્યું – તારો ઘેટો અમુક કાળે ખોવાયો છે ?
તેણે કહ્યું – હા, તે આ અછંદકે મારીને ખાઈ ગયો છે તેના હાડકાં આ બોરડીની દક્ષિણ બાજુએ ઉકરડામાં દાટેલાં છે. લોકો ગયા, ત્યાં જોયું ઉત્કૃષ્ટ કલકલ કરતા આવ્યા કેમકે હાડકાં ત્યાં હતા.
આ બીજી ચોરી. હવે આ જ કથનને પ્રતિપાદિત
૨૦૧
–
ત્યારે સિદ્ધાર્થે કહ્યું કે કતરાં નિર્યુક્તિકાર કહે છે -
=
• નિયુક્તિ-૪૬૫ :
વૃક્ષ, અંગુલિ છેદ, કાર, વીરઘોષ, મહિો, દશપલિક, બીજી ઈન્દ્રશમાં, ઘેટું બદરીવૃક્ષ, દક્ષિણી ઉકરડો.
• વિવેચન-૪૬૫ :
અછંદકે તૃણ લીધું ઈત્યાદિ પૂર્વવત્ જાણવું.
કર્મકર વીરઘોષ સંબંધી દશપલનો કરોટક લઈને મહિોન્દુ વૃક્ષની નીચે સ્થાપેલો છે. તે આ એક ચોરી [અછંદની છે.]
બીજી - ઈન્દ્રશમાંનો ઘેટો આ ખાઈ ગયો છે. તેના હાડકાં હજી પણ બોરના વૃક્ષની નીચે - બોરની નીચે દક્ષિણના ઉકરડામાં છે.
=
તેની ત્રીજી વાત કહેવા યોગ્ય નથી - તે ન કહેવામાં જ સાર છે. લોકોએ ઘણો આગ્રહ કર્યો ત્યારે સિદ્ધાર્થ કહે છે – જાએ, તે તેની પત્ની જ કહેશે. તેણી પછી તેના છિદ્રો શોધતી રહી. તેણીએ સાંભળ્યું કે – તે કઈ રીતે વિડંબના પામ્યો, તેની આંગળીઓ છેદાઈ, અછંદક વડે તેણીને તે દિવસે માર મારવામાં આવ્યો. તેણી વિચારે છે કે – ગામ આવવા દો, ત્યારે હું કહીશ. ગામ આવી ગયું, તેઓ પૂછે છે કે શું છે ?
છંદકની પત્ની બોલી – તેનું નામ પણ ન લેશો. તે તેની જ બહેનનો પતિ છે, મારી તે ઈચ્છા કરતો નથી. તે બધાં હાહાકાર કરતા બોલ્યા આ પાપ છે - પાપ છે. એ રીતે તેની ઉદાહરણ થઈ. આ પાપને કારણે તેને કોઈ ભિક્ષા પણ આપતું
નથી.
ત્યારે તે અલ્પ સાગારિક આવીને કહે છે – ભગવન્ ! તમે તો બીજે પણ પૂજાશો, હું ક્યાં જઈશ ? ત્યારે આ અપ્રીતિક અવગ્રહ છે, એમ જાણીને ભગવંત ત્યાંથી નીકળી ગયા.
ત્યાંથી જતા માર્ગમાં બે વાચાલ આવ્યા - ઉત્તરવાચાલ અને દક્ષિણવાચાલ. તે બંનેના માર્ગમાં બે નદી હતી – સુવર્ણવાલુકા, રૂપ્યવાલુકા. ત્યારે સ્વામી દક્ષિણ વાચાલના સંનિવેશથી ઉતવાચાલ તર્ફ ગયા. તેમાં સુવર્ણવાલુકા નદીમા રસ્તે કાંટામાં તેમનું વસ્ત્ર ભરાયું. ભગવંતે ફરીને તેનું અવલોકન કર્યુ કે ક્યાં ભરાયું ? ક્યાં કારણે જોયું – કોઈ કહે છે – મમત્વથી અને કોઈ કહે છે – સ્થંડિલ
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ભૂમિમાં પડ્યું કે અસ્થંડિલ ભૂમિમાં, કોઈ કહે છે સહસાકારથી જોયું. કોઈ કહે છે – શિષ્યોને વસ્ત્ર, પાત્ર સુલભ થશે કે નહીં ? માટે જોયું.
-
પે'લા ધિક્ જાતિય બ્રાહ્મણો તે લઈ લીધું. વણકર પારો તે લાવ્યો. તેના લાખ મૂલ્ય ઉપજ્યા. બંનેએ પચાશ-પચાશ હજાર લઈ લીધા.
આ જ કથનને જણાવવા માટે કહે છે –
૨૦૮
• નિયુક્તિ-૪૬૬
ત્રીજું તો અવાય છે. તેની પત્ની કહેશે, હું નહીં કહું. પછી પિતાનો મિત્ર, દક્ષિણ વાચાલે સુવર્ણ તાલુકા નદીમાં કાંટામાં વસ્ત્ર. • વિવેચન-૪૬૬ :
[ઉક્ત પદોની કથા પૂર્વે નિર્યુક્તિ-૪૬૫માં કહેલી છે.]
શેષ કથાનક - પછી સ્વામી ઉત્તરવાચાલ તફ જાય છે. ત્યાં માર્ગમાં કનકખલ
=
નામે આશ્રમ છે. ત્યાં બે માર્ગો છે – ઋજુ અને વક્ર. જે ઋજુ માર્ગ છે, તે કનકખલ મધ્યે જઈને જાય છે, જે વક્ર છે તેને છોડીને ભગવંત ઋજુ માર્ગેથી ચાલ્યા. ત્યાં ગોવાળોએ વાર્યા. ભગવન્ ! આ માર્ગે દૃષ્ટિવિષ સર્પ છે, આ માર્ગે આપ જશો નહીં. ભગવંત જાણતા હતા કે આ સર્પ ભવ્ય છે અને તે બોધ પામવાનો છે. ત્યાં જતાં
યક્ષગૃહમંડપિકા મધ્યે ભગવંત પ્રતિમા ધ્યાને સ્થિર રહ્યા.
તે સર્પ પૂર્વભવે કોણ હતો? સાધુ હતા. પારણે વહોરવા ગયેલ. પર્યાપિત ભોજનાર્થે જતાં તેના વડે દેડકી મરી ગઈ. બાળ સાધુએ તે પાતકને યાદ કરાવ્યું ત્યારે તે કહે છે – શું મેં તેને મારી નાંખેલી, લોકોએ મારી નાંખી હોય તેમ જણાય છે. ત્યારે બાળ સાધુએ જાણ્યું કે સંધ્યાકાળે કદાય તે સાધુ આલોચના કરી લેશે. તે તપસ્વી આલોચના કરીને આવશ્યકમાં ઉપસ્થિત થયા. બાળ સાધુ વિચારે છે - નક્કી આ ભૂલી ગયેલ છે, તેમ જાણી ફરી યાદ કરાવ્યું, તપસ્વી રોષથી તે બાળસાધુને મારવાને માટે દોડ્યા. ત્યાં માર્ગમાં સ્તંભ હતો. તે સ્તંભમાં અથડાઈને મૃત્યુ પામ્યા.
શ્રામણ્યની વિરાધનાને લીધે તેઓ જ્યોતિષ્કમાં ઉત્પન્ન થયા, ત્યાંથી ચવીને કનકખલમાં ૫૦૦ તાપસના કુલપતિ હતા. તાપસી ત્યાં ગર્ભવતી થતાં તેના પુત્રરૂપે જન્મ્યા. ત્યાં તેનું કૌશિક નામ રાખ્યું. તેઓ સ્વભાવથી અત્યંત ક્રોધી હતા. ત્યાં આશ્રમમાં બીજા પણ કૌશિક નામવાળા સાધુઓ હતા, તેથી આનું નામ ચંડકૌશિક પડી ગયું.
તે કુલપતિ મૃત્યુ પામ્યા. ત્યારપછી આ ચંડકૌશિક કુલપતિ થયો. તે ત્યાં વનખંડમાં મૂર્છિત બન્યો. તે તાપસો દ્વારા ફળો અપાતા ન હતા. તે પ્રાપ્ત ન થતાં
ચારે દિશામાં બાળકો દોડાદોડ કરતા. ત્યારે ત્યાં જે ગોવાળાદિ આવતા તેને તે ચંડકૌશિક મારી હટાવતો હતો.
તેની નજીક શ્વેતાંબિકા નામે નગરી હતી. ત્યાં રાજપુત્ર આવીને ભૂલો પડેલો.