Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 103
________________ ઉપોદ્યાત નિ ૪૪૪,૪૪પ ૧૮૩ ત્યારે ગૌતમસ્વામીનો જીવ રથનો સારથી હતો. તેણે કહ્યું - તું રોષ ન કરઆ નરસીંહ છે, તું મૃગાધિપતિ છે, તો જ્યારે સીંહ સિંહ વડે મરાય, તો તેમાં અપમાન ક્યાં થયું ? તેના વચનોને મધુની જેમ પીતો તે સિંહ મરીને નકમાં ઉત્પન્ન થયો. તે કુમાર, સિંહ્યમ લઈને પોતાના નગરમાં ચાલ્યો ગયો. ત્યારે ત્યાંના ગ્રામજનોને કહ્યું કે - તમે અશ્વગ્રીવને જઈને કહો, જેથી તેને વિશ્વાસ બેસે. તે ગ્રામજનોએ જઈને કહ્યું - રોષ પામીને તને તુરંત વિદાય કર્યો અને અશ્વગીવરાજાએ પ્રજાપતિરાજાને કહેવડાવ્યું કે આ બંને પુત્રોને મારે ત્યાં મોકલી દો. તમે વૃદ્ધ થયા છો, હું તેમને જોઈશ, સકારીશ અને રાજ્ય પણ આપીશ. પણ મોને ન મોકલતાં અશ્વપ્રીવે કહેવડાવ્યું કે – કેમ મોકલતા નથી, હવે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. તેણે દૂતને મારીને કાઢી મૂક્યો. ત્યારે અશ્વગ્રીવ રાજા પોતાના સર્વ સૈન્ય સાથે ઉપસ્થિત થયો. પ્રજાપતિ પણ દેશની સીમાએ ઉભો રહ્યો. લાંબા ગાળા સુધી યુદ્ધ ચાલ્યું. ઘોડા, હાથી, રથ, મનુષ્યાદિનો ક્ષય જોઈને ગિપૃષ્ઠકુમારે દૂતને મોકલ્યો. જો હું અને તમે, બે યુદ્ધ કરીએ તો કેમ ? આટલા બધાં લોકોને મારવાથી શો લાભ? અશ્વગ્રીવે કહ્યું – ભલે તેમ થાઓ. બીજે દિવસે રથ વડો બંનેએ યુદ્ધ કર્યું. જ્યારે શો ખલાસ થઈ ગયા ત્યારે અશ્વગ્રીવે ચક મૂક્યું. તે ત્રિપૃષ્ઠના માથે થઈને ખોળામાં પડ્યું. તે ચક્ર વડે જ પૃષ્ઠ એ તેનો શિરચ્છેદ કર્યો. દેવોએ ઉદ્ઘોષણા કરી કે- આ બિપૃષ્ઠ પહેલો વાસુદેવ ઉત્પન્ન થયો છે. પછી બધા રાજા, તેને નમીને ગયા. પછી ગિપૃષ્ઠો અધ ભરતને જીતી લીધું. દંડ-બાહુ વડે કોટીશિલાને ઉપાડી. એ પ્રમાણે રચાવત પર્વતની સમીપે યુદ્ધ થયું. એ પચી ઘટતાં જતાં બળથી કૃષ્ણ વાસુદેવ વડે જાનુ સધી કેમે કરીને ઉપાડી. બિપૃષ્ઠ વાસુદેવ ૮૪ લાખ વર્ષ સવયુિ પાળીને, મરીને, સાતમી નક્કે અપતિષ્ઠાન નરકાવાસે 33સાગરોપમ સ્થિતિક તૈરયિકપણે ઉત્પન્ન થયો. આ ગાથાનો ભાવાર્થ કહ્યો. ગાચાર્ય તો ઉપર અલગ કહેલ જ છે, માટે અહીં ફરી નોંધતા નથી. • નિર્યુક્તિ-૪૪૬,૪૪૭ + વિવેચન : મથુરામાં પારણે ગયા ત્યારે ગાય વડે ત્રાસિત થયા. નિયાણું કર્યું. નિયાણા સહિત અને તેના આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના માસભક્ત અનશન કરીને મહાશુક કો ઉત્કૃષ્ટ સ્થિતિક દેવ થયા. મહાશુક્રથી ચ્યવીને પોતનપુર નગરમાં પ્રજાપતિ રાજાની રાણી મૃગાવતીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. પૃષ્ઠ નામ રખાયું, પહેલાં વાસુદેવ થયા, ૮૪ લાખ વર્ષ આયુ પાળીને અધઃસપ્તમી નરકમૃથ્વીમાં પ્રતિષ્ઠાન નરકે 33-સાગરોપમ સ્થિતિક નાક થયા. આ જ અર્થને કહે છે - - નિયુક્તિ-૪૪૮ : ૮૪ લાખ ય, મરીને આપતિષ્ઠાન નડે, ત્યાંથી સીંહ, ત્યાંથી નકમાં, કેટલાંક ભવ તિચિ અને મનુષ્યોમાં ઉપજીને મહાવિદેહમાં મૂકા નગરીમાં પિયમિx ૧૮૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ચક્રવર્તી, ૮૪ લાખ પૂર્વ આયુ. • વિવેચન-૪૪૮ - વાસુદેવના ભવમાં ૮૪ લાખ વર્ષનું આયુ હતું. તે ભોગવીને પ્રતિષ્ઠાન નહે ઉત્પન્ન થયા. ત્યાંથી ઉદ્વર્તીને સીંહ થયા. મરીને ફરી પણ નરકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી કેટલાંક ભવો તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થઈને પછી વિદેહમાં પિયમિત્ર નામે ચક્રવર્તી થયા. ત્યાં ધનંજય રાજાની ધારિણી રાણીની કુક્ષિમાં ઉપજેલા. ત્યાં ૮૪ લાખ પૂર્વ આયુ થયું. • નિયુક્તિ-૪૪૯ - ધનંજયનો પત્ર, પોઉલાચાર્ય પાસે દીક્ષા, કોડ વાઈનો પર્યાય, સવર્થ વિમાને દેવ, છગકાપુરીમાં “નંદન’ નામે થયો, ૫ લાખ વયુિ. • વિવેચન-૪૪૯ - ધનંજય અને ધારિણી રાણીનો પુત્ર થઈ, ચકવર્તીના ભોગો ભોગવીને કંઈક સંવેગ ઉત્પન્ન થતાં પ્રોષ્ઠિલાચાર્ય પાસે દીક્ષા લીધી. એક કરોડ વર્ષનો પ્રવજ્યા પયયા પાળીને મરીને મહાશુક કલામાં સર્વાર્થ વિમાનમાં ૧૭-સાગરોપમ સ્થિતિક દેવ થયો. ત્યાંથી ચ્યવીને છટાગ્રા નગરીમાં જિતશત્રુ રાજા અને ભદ્રા ગણીનો નંદન નામે પુત્ર થયો. ત્યાં ૨૫-લાખ વર્ષનું આયુ પાળ્યું. ત્યાં ૨૪ લાખ વર્ષ રાજ્યાદિમાં ગયા. • નિયુક્તિ-૪૫૦ : mહિલાચાર્ય પાસે દીક્ષા, એક લાખ વર્ષ પશિ, બધાં વર્ષો માસક્ષમણ, પુષોત્તર વિમાને ઉત્પત્તિ. ત્યાં આવીને બ્રાહ્મણ કુળમાં. • વિવેચન-૪૫o : નંદનકુમારે રાજ્ય છોડીને દીક્ષા લીધી. પોઠિલાચાર્યના શિષ્ય થયા, લાખ વર્ષ દીક્ષા પાળી. કઈ રીતે ? નિરંતર મહિના-મહિનાના ઉપવાસથી. આ ભવમાં વીસ કારણો વડે [સ્થાનક વડે તીર્થકર નામ ગોત્ર કર્મ નિકાચીત કરી, માસિકી સંલેખના વડે આત્માને સાધીને ૬૦ ભક્ત-ભોજન છોડીને આલોચના અને પ્રતિક્રમણ કરી, મરીને પ્રાણત કલામાં પુષ્પોતરાવતંસક વિમાનમાં ૨૦-સાગરોપમ સ્થિતિક દેવ થયો. ત્યાંથી વી બ્રાહ્મણકુંડ ગ્રામ નગરમાં ઋષભદત બ્રાહ્મણની દેવાનંદા પનીની કુક્ષિમાં ઉત્પન્ન થયા, તે ૨૦ કારણો [સ્થાનકો ક્યાં છે ? જેના વડે તીર્થકર નામ ગોત્ર કર્મ તેણે બાંધ્યું, તે કહે છે – • નિર્યુક્તિ-૪૫૧ થી ૪૫૬ + વિવેચન : અરિહંત, સિદ્ધ ઈત્યાદિ છ ગાથા પૂર્વે ઋષભદેવાધિકારમાં નિર્યુકિત-૧૭૯ થી ૧૮૪માં વ્યાખ્યાયિત થયેલી છે. • નિયુક્તિ-૪૫૭ : મહાકુંડ ગામ નગરમાં કોડાલ ગોગવાળો બ્રાહ્મણ હતો, તેના ઘેર દેવાનંદાની કુક્ષિમાં ઉત્પન્ન થયો.

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120