Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 101
________________ ઉપોદ્દાત નિ ૪૩૮,૪૩૯ ૧૮૩ ૧૮૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ • વિવેચન-૪૩૮,૪૩૯ : નિયુક્તિ-૪૩૩ની વૃત્તિ મુજબ દુભાષિત એકવચનથી મરીચિએ દુ:ખ સાગર પ્રાપ્ત કર્યો. સાગરની ઉપમાવાળા કોડાકોડી સાગરોપમ ભમ્યો. આ દુભાષિત એ સંસારનું મૂળ થયું. તથા પૂર્વે કહ્યા મુજબ નીચગોત્ર બાંધ્યું. તે મરીચિ ૮૪ લાખ પૂર્વનું સવયુિ પાળીને તે દુભાષિત અને ગર્વથી નિવર્યા વિના બ્રહ્મલોકે ૧૦ સાગરોપમાં સ્થિતિક દેવ થયો. કપિલ પણ ઝભ્યાર્થના પરિજ્ઞાન હિત જ તે દશર્વિલ ક્રિયામાં ત થઈ વિચર્યો. આસુરિ નામે શિષ્યને દીક્ષા આપી. તેને પોતાના જ આચાર શીખવ્યા. બીજા પણ શિયો તેણે કર્યા. શિષ્યને પ્રવચનના અનુરાગમાં તત્પર તે મરીને બ્રહ્મલોકે ગયો. ત્યાં ઉત્પન્ન થયા પછી અવધિજ્ઞાન પ્રયોજી વિચાર્યું કે – મેં શું ઈષ્ટ કર્યું કે દાન દીધું. જેથી આવી દિવ્ય દેવઋદ્ધિ પામ્યો. પોતાનો પૂર્વભવ જાણીને વિચાર્યું કે - મારા શિષ્યોને તવ ઉપદેશ કરું. આકાશમાં પંચવર્ણ મંડલમાં રહીને તવ કહ્યું • x • અવ્યક્તથી વ્યક્ત ઉત્પન્ન થાય છે. પછી ષષ્ઠિતંગની ઉત્પત્તિ થઈ. તેના મતાનુસાર કહે છે – પ્રકૃતિ મહાનું છે, તેનાથી અહંકાર, તેનાથી ત્રણ ષોડશક, તેનાથી પાંય ભૂતો પ્રગટે છે ઈત્યાદિ - X - • નિયુક્તિ -૪૪૦,૪૪૧ - ઈવાકુ કુળમાં મરીચિ થયો, ૮૪ લાખ પૂવયુ ભોગવીને બહાલોકમાં ગયો કોલ્લાસ સંનિવેશમાં કૌશિક નામે બ્રાહ્મણ થયો, ૮૦ લાખ પૂર્વ આયુuળી, પછી સંસારમાં ઘણું ભમ્યો. પછી યૂણા નગરીમાં પુષ્પમિત્ર નામે બ્રાહાણ થયો. ત્યાં ૨ લાખ પૂર્વ આયુ પાળી સૌધર્મ કહ્યું ગયો. પછી ચૈત્ય સંનિવેશમાં ૬૪ લાખ પૂવયુવાળો અનિધોત નામે બ્રાહ્મણ થયો. ત્યાંથી મરીને ઈશાનકતામાં દેવ થયો. • વિવેચન-૪૪૦,૪૪૧ - ગાથાર્થ કહ્યો. વિશેષ આ - બ્રહ્મલોક કો આયુષ્યનો ક્ષય થતાં ચ્યવીને કૌશિક બ્રાહાણ. પછી તિર્યચ, નક, દેવની અનુભૂતિ રૂપ સંસારમાં ઘણું ભમ્યો. સંસારમાં કેટલોક કાળ ભમ્યા પછી ચૂણાનગરીમાં બ્રાહ્મણ થયો ત્યાં પરિવ્રાજક દર્શનમાં પ્રવજ્યા ગ્રહણ કરી, પાળી, મરીને સૌધર્મકો ગયો. • નિયુકિત-૪૪૨,૪૪૩ - ઈશાનકોથી અવીને મરીચિ મંદિર સંનિવેશે અનિભૂતિ નામે પ૬ લાખ પૂર્વના આયુવાળો બ્રાહ્મણ થયો. ત્યાંથી મરીને સનતકુમાર કો દેવ, ત્યાંથી વી શેતાંબિકામાં ૪૪ લાખ પૂવયુવાળો ભારદ્વાજ બ્રાહ્મણ, મરીને માહેન્દ્ર કજે દેવ. ત્યાંથી ચ્યવી કેટલોક કાળ સંસારમાં ભમી, રાજગૃહમાં સ્થાવર નામે બ્રાહ્મણ અને ૩૪ લાખ પૂવય, મરીને બ્રહ્મલોકમાં દેવ થયો. છ વખત એ રીતે પસ્કિાજકપણું પામી ફરી સંસારમાં ભમ્યો. • વિવેચન-૪૪૨,૪૪૩ : ગાથાર્થ કહ્યો, વિશેષ કૃતિ આ પ્રમાણે – અગ્નિભૂતિ બ્રામણ થયો ત્યારે પણ પરિવ્રાજકપણું સ્વીકાર્યું. સનકુમારકો વિમધ્ય સ્થિતિક દેવ. ભારદ્વાજ બ્રાહ્મણના ભવે પણ પરિવ્રાજક થયો. •x - માહેન્દ્ર કલાથી ચ્યવી કેટલોક કાળ સંસારે ભમ્યા પછી સ્થાવર બ્રાહ્મણ થયો. બધું મળી કુલ છ વખત પાિજકપણું સ્વીકાર્યું. બ્રહ્મલોકેથી ચ્યવીને પણ ઘણો જ કાળ સંસારમાં ભ્રમણ કર્યું. • નિર્યુક્તિ-૪૪૪,૪૪૫ : રાજગૃહીમાં વિશ્વનંદી રાજ, વિશાખાભૂમિ તેના યુવરાજ, તે યુવરાજને વિશ્વભુતિ નામે પણ અને વિશનદીને વિશાખાનદી પુત્ર થયો. રાજગૃહીમાં વિશ્વભૂતિ એ વિશાખાભૂતિનો ક્ષત્રિયપુત્ર કરોડ વર્ષાયુવાળો થયો. સંભૂતિ મુનિ પાસે ૧ooo વર્ષની દીક્ષા પાળી. • વિવેચન-૪૪૪,૪૪પ : રાજગૃહ નગરમાં વિશ્વનંદી રાજા હતો, તેનો ભાઈ વિશાખા ભૂતિ યુવરાજ હતો. તે યુવરાજને ધારિણી નામે રાણી હતી. તેને વિશ્વભૂતિ નામે પુત્ર થયો. રાજાને પણ વિશાખાનંદી નામે પુત્ર હતો. વિશ્વભૂતિનું કરોડ વર્ષનું આયુ હતું. ત્યાં પુષ્પ કરંડક નામે ઉધાન હતું. ત્યાં વિશ્વભૂતિ પોતાના શ્રેષ્ઠ અંતઃપુર સાથે સ્વચંદ સુખે વિચરતો હતો. વિશાખાનંદિની માતા તેની દાસી સાથે ઉધાનમાં કૂલ-પત્રાદિ લેવા આવી વિશ્વભૂતિને ક્રીડા કરતો જોઈ તેણીને ઈર્ષ્યા થઈ. તેણીએ વિચાર્યું કે હું એવું કંઈક કરું કે જેથી મારો કુમાર વિલાસ કરે. આ રાજ્ય કે બળ શું કામનું - જો વિશાખાનંદી આવા ભોગો ન ભોગવે ? મારે નામનું રાજ્ય છે. ખરેખર તો આ યુવરાજ પુત્ર જ વિલાસ કરે છે. તે રાણી કોપગૃહમાં ચાલી ગઈ. હજી તો રાજ જીવે છે, ત્યાં આ દશા છે, તો રાજાના મૃત્યુ પછી અમને કોણ ગણશે ? રાજ ગયો, તેણીએ ભોજન ન કર્યુ ઈત્યાદિ - ૪ - અમાત્યએ રાજાને કહ્યું - દેવીના વચનનું અતિક્રમણ ન કરો. પોતાનાને ના મારો. રાજીએ પૂછયું - શો ઉપાય કરવો ? આપણા કુળમાં કોઈ એક ઉધાનમાં જાય ત્યારે બીજો ન જાય તેવો પરંપરા છે • x - અમાત્યે કહ્યું કે - કોઈ અજ્ઞાત પરથને ખોટો લેખ લખીને મોકલો. ત્યારે રાજાએ ખોટો લેખ કરી મોકલ્યો. ત્યારે રાજાએ યાત્રા જવા આરંભ કર્યો. વિશ્વભતિએ તે જાણીને કહ્યું કે મારા જીવતા તમે શા માટે જાઓ છો ? પોતે ગયો. તેને ગયેલો જાણી વિશાખાનંદી ઉધાનમાં ચાલ્યો ગયો. વિશ્વભૂતિએ જ્યારે બહાર કોઈ ઉપદ્રવ ન જોયો ત્યારે પાછો આવ્યો. ફરી પુષ કરંડક ઉધાનમાં પ્રવેશવા ગયો ત્યારે દ્વારપાળોએ પોતાના હાથમાં દંડ લઈને કહ્યું કે - અંદર જશો નહીં. વિશ્વભૂતિએ પૂછ્યું કયા કારણે ? અહીં વિશાખાનંદી કુમાર કીડા કરી રહેલ છે. આ સાંભળીને વિશ્વભૂતિ કોપાયમાન થયો. તેને ખ્યાલ આવી ગયો કે મને કપટથી અહીંથી કઢાયેલ છે. ત્યાં કોઠાના ફળનું એક વૃક્ષ હતું. મુઠ્ઠીના

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120