Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 91
________________ ઉપોદ્યાત નિ ૩૪૨ ઉત્પન્ન થયું. ભરતને બંને સમાચાર સાથે મા. • વિવેચન-૩૪ર : - x - ગાથાર્થ કહ્યો.] ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ દિવસે ભરતરાજાની આયુઘશાળામાં ચક્રનો ઉત્પાદ થયો. ભરતને જ્ઞાન અને ચક્રરતના બંનેના સમાચાર તેના નિયુક્ત પુરુષોએ આપ્યા. ત્યારે ભરતે વિચાર્યું કે - બંનેની, પૂજા કરવી જોઈએ, પહેલાં કોની કરવી યોગ્ય છે ? • નિયુક્તિ-૩૪૩ : તાતની પૂજાથી ચક પૂજાયેલ જ છે, તાત જ પૂજા યોગ્ય છે. ચક્ર તો આલોક સુખ આપે છે, પણ તાત પરલોકમાં સુખ આપનાર છે. વિવેચન-3૪૩ : તાત - ત્રિલોકના ગુરુ. - x • દેવેન્દ્રાદિ પણ નામના હોવાથી તાત પૂજાને યોગ્ય વર્તે છે. * * * ચક્ર આ લોકના અર્થાત્ સાંસારિક સુખના જ હેતુરૂપ છે. પણ શિવસુખના હેતુ હોવાથી તાત પરલોકમાં સુખ આપે. તેથી ચક્ર ભલે રહ્યું, ત્રિલોકગુની પૂજા કરવી યોગ્ય છે, એમ વિચારીને તેમની પૂજા કરવા સંદેશ આપ્યો. હવે કથાનક કહે છે - ભરત સર્વઋદ્ધિથી ભગવંતને વંદન કરવાને પ્રવૃત્ત થયો. મરદેવી માતા ભગવંતની પ્રવજ્યા પછી ભારતની રાજ્યલક્ષ્મી જોઈને બોલ્યા - મારા પુત્રને આવી રાજ્યલમી ક્યાં ? હાલ તે [બિચારો] ભૂખ-તરસથી પરિસ્વરેલો, નગ્ન, ચાલતો હશે, એ પ્રમાણે ઉદ્વેગ કરે છે. ભરતે તીર્થકરની વિભૂતિને વર્ણવી તો પણ વિશ્વાસ કરતી નથી. પુત્રના શોકથી તેણીને રડતાં-રડતાં ચક્ષુ આડાં પડલ બઝી ગયા. ત્યારે ભારતે જતાં-જતાં કહ્યું, હે માતા! ચાલો, તમને હું ભગવંતનો વૈભવ દેખાડું છું. ત્યારે ભરત હાથીના સ્કંધે આગળ બેસાડી નીકળ્યો. સમોસરણ દેશે આકાશમંડલ દેવના સમૂહ વડે વિમાનમાં બેસી ઉતરતા, વિરાટ ધ્વજા, વગાડાતી દેવદૂદુભિનો નાદ, તેના વડે આપૂરિત દિશામંડલ જોઈને ભરતે કહ્યું - જુઓ મા ! આવી ઋદ્ધિ તમારા પુત્રની છે.] તેના લાખમાં ભાગે પણ મારી ઠદ્ધિ નથી. પછી તેણીએ ભગવંતા છત્રાતિછત્ર જોતાં જ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. બીજા કહે છે - ભગવંતની ધર્મકથાના શબ્દો સાંભળીને મરુદેવા માતાને કેવળજ્ઞાન થયું. તેમનું આયુ તકાળ તુટી જતાં ત્યાં જ સિદ્ધ થયા. આ ભરતની આ અવસર્પિણીમાં પહેલા સિદ્ધ થયા. એમ જાણીને દેવોએ તેની પૂજા કરી, શરીરને ક્ષીરસમુદ્રમાં પધરાવ્યું અને ભગવંતે સમવસરણમાં દેવ-મનુષ્ય-અસુર સહિતની સભામાં ધર્મ કહ્યો. ત્યાં ઋષભસેન નામે ભરતનો પુત્ર, જે પૂર્વ બદ્ધ ગણધર નામ ગોખવાળો સંવેગ ઉતપન્ન થતાં પ્રવજિત થયો. બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી, ભક્ત શ્રાવક થયો. સુંદરી દીક્ષા લેવા તૈયાર થઈ પણ સ્ત્રીરત્ત થશે તેમ વિચારી ભરતે ના પાડી, તેથી તે પણ શ્રાવિકા થઈ. આ ચતુર્વિધ શ્રમણસંઘ થયો. તે તાપસી ભગવંતને જ્ઞાન ઉત્પન્ન થતાં કચ્છ અને મહાકચ્છ સિવાયના ૧૬૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ભગવંતની પાસે આવીને ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક દેવાદિની ર્મદા જોઈને ભગવંત પાસે પ્રવજિત થયા. આ સમોસરણમાં મરીચિ આદિ ઘણાં કુમારોએ દીક્ષા લીધી. હવે ચાર સંગ્રહગાથા કહે છે – • નિયુક્તિ -૩૪૪ થી ૩૪૭ : ભરત મરદેવી માતા સાથે નીકળ્યો. ધર્મકથા કહી. ઋષભસેને પામ્યા લીધી. બ્રાહ્મી, મરીચિએ દીક્ષા લીધી. સુંદરી ત:પુરને શોભાવશે માની, ભરતની રોકવાથી સુંદરી ઘેર રહી... ભારતના યoo wો અને 900 પોએ એક સાથે તુરંત પ્રભુના સમોસરણમાં દીક્ષા લીધી. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકાદિ સર્વે દેવો પોતાના પરિવાર અને સઝિદ્ધિ સહ આવી ભગવંતનો જ્ઞાન મહિમા કર્યો. દેવોએ કરેલ મહિમા જોઈને સમ્યક્ત્વ પામેલ બુદ્ધિવાળા ક્ષત્રિય મરિચિએ ઘમ સાંભળીને દીક્ષા લીધી. • વિવેચન-3૪૪ થી ૩૪૭ :- (ભરત કથા યૂર્ણિમાં પણ જોવી.] કથન - ધર્મકથા સાંભળીને અથવા મરુદેવીને ભગવંતની વિભૂતિ કે કથનથી. • x • સથરાદ • દેશી શબ્દ છે તેનો અર્થ યુગપ કે વરિત થાય. કfa - જન્મતાં જ મરીચિ-કિરણો છોડેલા તેથી મરીચિ નામ રાખ્યું. - x • x • સમ્યકત્વથી પ્રાપ્ત બુદ્ધિવાળો. બાકી સુગમ છે. ભરત પણ ભગવંતની પૂજા કરીને ચકરનનો ટાલિકા મહિમા કર્યો. અષ્ટાલિકા મહોત્સવ નિવૃત થતાં, તે ચકરત્ન પૂર્વાભિમુખ ચાલ્યું. ભરત સર્વ સૈન્ય સાથે તેને અનુસર્યો. તે યોજન જઈને રોકાયું. -x - પૂર્વમાં માગઘતીર્થે અમભક્ત કરી, રથને સમુદ્રમાં ચકનાભિ સુધી અવગાહી, પછી નામથી અંકિત બાણ ફેંક્યુ. તે બાર યોજન જઈને માગધતીર્થકુમાસ્તા ભવનમાં પડ્યું. તે જોઈ કોપાયમાન થઈ તે દેવ બોલ્યો – આ કોણ અપાર્જિતનો પ્રાર્થક છે. નામ જોઈ જાણ્યું કે ચક્રવર્તી ઉત્પન્ન થયો છે. બાણ અને મુગટ લઈ ઉપસ્થિત થયો. કહ્યું - હું તમારો પૂર્વનો તપાલ છું. ત્યારે ત્યાંનો અષ્ટાલિકા મહામહોત્સવ કર્યો. આ જ ક્રમે દક્ષિણમાં વરદામ, પશ્ચિમમાં પ્રભાસ, પછી સિંધુ દેવીની સાધના, પછી વૈતાદ્ય ગિરિકુમાર દેવ, પછી તમિશ્રગુફા, કૃતમાલ દેવ, પચી સુષેણ સેનાપતિ સિન્ય લઈ દક્ષિણના સિંધુ નિકુટે ગયો. પછી સુષેણે તમિસા ગુફાને ઉઘાડી. પછી ત્યાં મણિરત્ન વડે ઉધોતા કરીને બંને પડખે ૫૦૦ ધનુષની લંબાઈ-પહોળાઈવાળા મંડલો એવા ૪૯ માંડલા કર્યા. ઉધોત કરીને ઉન્મજ્ઞા - નિમગ્નામાં સંક્રમમાં ઉતરીને તમિસગુફાટી નીકળ્યો. આવેલા કિરાત સાથે યુદ્ધ કર્યું. પરાજિત થયેલા કિરાતોએ મેઘમુખકુમાર નામક કુલદેવતાને આરાધ્યા, તેમણે સાત સત્રિ વરસાદ વરસાવ્યો. ભરત પણ ચર્મરનમાં છાવણી સ્થાપીને ઉપર છબરના સ્થાય, મણિરત્નને છગરદનના મણે દંડમાં સ્થાપ્યું. ચાચી લોકમાં ઇંડામાંથી નીકળેલ જગત કહેવાયું. તે ચર્મરત્નમાં સવારે શાલિ વાવે તે સાંજ પહેલાં ઉગી જાય,

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120