Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 94
________________ ઉપોદ્ઘાત નિં ૩૫૭ કલુષિત મતિવાળા મને તે જ યોગ્ય છે. • નિયુક્તિ-૩૫૮+વિવેચન : ૧૬૯ પાપભીરુ સાધુઓ ઘણાં જીવોથી વ્યાપ્ત જળના આરંભને વર્તે છે કેમકે ત્યાં જ વનસ્પતિનું અવસ્થાન હોય છે. પરંતુ મારે તો પરિમિત જળથી સ્નાન અને પાન બંને હો. કેમકે હું તેવો નથી. વદ્ય - પાપ. • નિર્યુક્તિ-૩૫૯ : એ પ્રમાણે તેણે સ્વ રુચિકમતિથી અને પોતાની મતિની વિકલ્પનાથી તેને હિતકારી હેતુથી યુક્ત આવો પરિવ્રાજક વેશ રહ્યો. • વિવેચન-૩૫૯ : સ્થૂળ મૃષાવાદાદિથી નિવૃત્ત. એ પ્રમાણે આની રુચિતામતિ, તેથી નિજ મતિ વડે વિકલ્પિત, આવું ચિહ્ન-વેશ રચ્યો. - ૪ - ૪ - ૪ - ભગવંત સાથે વિચરતા, સાધુ વચ્ચે વિજાતિક જેવો જોઈને કૌતુકથી લોકો તેને પૂછતા, તે કહે છે – • નિયુક્તિ-૩૬૦ આ તેનું પ્રગટ [નવું] રૂપ જોઈને ઘણાં લોકો ધર્મ પૂછતા હતા. આવો ધર્મ કેમ ગ્રહણ કર્યોપૂછે તો પૂર્વ કથિત બધું કહેતા. • વિવેચન-૩૬૦ ઃ પ્રગટરૂપ-વિજાતિયપણું. - ૪ - મરીચિ સાધુઓનો ક્ષાંતિ આદિ ધર્મ જ કહેતા. ત્યારે લોકો પૂછતા કે સાધુધર્મ શ્રેષ્ઠ છે તો તમે કેમ સ્વીકારતા નથી ? ત્યારે “શ્રમણો ત્રણ દંડથી વિસ્ત હોય” ઈત્યાદિ પકિથન કર્યુ. - ૪ - એમ ગાથાર્થ કહ્યો. • નિયુક્તિ-૩૬૧ : ધર્મકથા કહેવાથી - પ્રતિબોધ પામી દીક્ષાર્થે ઉપસ્થિતને મરીચિ, ભગવંતને શિષ્યપણે અર્પણ કરે છે. પોતે ગામ, નગરાદિમાં સ્વામી [ભગવંત સાથે વિચરે છે. • વિવેચન-૩૬૧ : ગાચાર્ય કહ્યો. કોઈ દિવસે વિચરતા ભગવંત અષ્ટાપદે પહોંચ્યા, ત્યાં સમોસર્યા. ભરત પણ ભાઈઓની દીક્ષાથી મનમાં જન્મેલ સંતાપથી અધૃતિ કરતો હતો. તેથી કદાચ ભોગો આપવાથી ફરી ગ્રહણ કરે તો સારું એમ વિચારી ભગવંત પાસે આવીને પોતાના ભાઈઓને ફરી નિમંત્રણા કરી, તેમને ભોગથી નિરાકૃત્ જાણીને વિચારે - હવે આ બધાં સંગને ત્યજેલાને આહાર દાન વડે હું ધર્મનું અનુષ્ઠાન કર્યું. તેથી ૫૦૦ ગાડામાં વિવિધ આહાર લાવીને નિમંત્રણા કરી, પણ સાધુને આધાકર્મી અને આહૃદય આહારાદિ ન ખપે. તેથી પ્રતિષેધ કર્યો. અકૃત્ - અકારિત અન્ન વડે નિમંત્રિત કર્યા. પણ રાજપિંડ ન ક૨ે માટે નિષેધ કર્યો. હું ભગવંત વડે સર્વથા ત્યજાયેલ છું એમ જાણી પુરેપૂરો દુઃખી દુઃખી થઈ ગયો. તેને દુઃખી થઈ ગયેલો જાણીને ઈન્દ્રએ તેના કોપની ઉપશાંતિ માટે ભગવંતને અવગ્રહ પૂછ્યો - - ભગવંત ! અવગ્રહ કેટલાં ભેદે છે ? ભગવંતે કહ્યું – પાંચ ભેદે છે. દેવેન્દ્ર, ૧૭૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ રાજા, ગૃહપતિ, સામાકિ અને સાધર્મિકનો અવગ્રહ. રાના - ભરતનો અધિપતિ, ગૃહપતિ-માંડલિક રાજા, સાગારિક-સજ્જાતર, સાધર્મિક-સંયત. તેમાં ઉત્તર ઉત્તથી પૂર્વ-પૂર્વનો અવગ્રહ બાધિત છે. દેવેન્દ્રએ કહ્યું – ભગવન્ ! આ જે શ્રમણો મારા અવગ્રહમાં છે, તેને હું અવગ્રહની અનુજ્ઞા આપુ છું. ભરતે - ૪ - પોતાના અવગ્રહની અનુજ્ઞા આપી. ભરતે પૂછ્યું કે આ લાવેલા અન્ન-પાનનું શું કરવું? દેવેન્દ્રએ કહ્યું કે ગુણોત્તરને પૂજા. ભરતે વિચારતા કહ્યું કે શ્રાવકો દેશવિરત છે માટે ગુણોત્તર છે, તેને આપો. ભરતે દેવેન્દ્રનું મૂળરૂપ જાણવા પૂછ્યું - x - x - ઈન્દ્રે કહ્યું – મનુષ્ય ન જોઈ શકે. ભરતે કૌતુકથી આકૃતિ માત્ર જાણવા પૂછ્યું, ઈન્દ્રે કહ્યું – તું ઉત્તમ પુરુષ છો માટે એક અવયવ દર્શાવુ છું પછી માત્ર તેણે આંગળીનું ભાવર રૂપ દેખાડ્યું. જોઈને ભરત અતીવ ખુશ થયો. શક્રની આંગળી સ્થાપી મહોત્સવ કર્યો. - ૪ - ભરતે શ્રાવકોને બોલાવી કહ્યું – તમારે રોજ મારે ત્યાં ભોજન કરવું. ખેતી આદિ ન કરવી, સ્વાધ્યાયાદિમાં ત રહેવું જમનારે મને કહેવું – “આપ જિતાયેલા છો, ભય વધે છે, તેથી કોઈને હણો નહીં – હણો નહીં. તેઓએ તે પ્રમાણે કર્યુ. ભરત રતિના સાગરમાં ડૂબેલ હોવાથી અને પ્રમાદત્વથી તે શબ્દો સાંભળી ઉત્તર કાલે વિચારતો – હું કોના વડે જીતાયો છું ? કષાયો વડે. તેનાથી જ ભય વધી રહ્યો છે, એમ વિચારી સંવેગ પામતો. એ અવસરે ઘણાં લોકોને કારણે રસોઈયા રસોઈ કરવા અસમર્થ થયા. ભરતને નિવેદન કર્યુ - અમે જાણતાં નથી કે શ્રાવક કોણ છે અને કોણ નથી ? ભરતે કહ્યું – પૂછીને આપવું. ત્યારે તેઓ પૂછતા કે તમે કોણ છો ? શ્રાવક. શ્રાવકોને કેટલાં વ્રત હોય ? શ્રાવકોને વ્રત ન હોય, પણ અમને પાંચ અણુવ્રત હોય. કેટલાં શિક્ષાવ્રતો હોય? તેઓ કહેતા કે સાત શિક્ષાવ્રતો હોય. આવા પ્રકારના જે હોય તે શ્રાવકોને કાકિણી રત્નથી લાંછિત કર્યા. ફરી છ માસે જે બીજા થતાં તેમને પણ લાંછિત કરતા હતા. - ૪ - એ પ્રમાણે બ્રાહ્મણો થયા. તેઓએ પોતાના પુત્રોને સાધુઓને સોંપ્યા, તેમણે દીક્ષા લીધી, તેઓ પરીષહથી ડરતા હોવાથી શ્રાવકો જ હતા. આ ભરતના રાજ્યની સ્થિતિ હતી. આદિત્યયશા પાસે કાકિણી રત્ન ન હતું. તેથી તેણે સોનાની જનોઈ કરાવી. મહાયશા વગેરે રાજામાંથી કેટલાંકે રૂપાની, કેટલાંકે વિચિત્ર સુતરમય પટ્ટની જનોઈ બનાવી. એ પ્રમાણે જનોઈ પ્રસિદ્ધ થઈ. હવે ઉપસંહારાર્થે સમોસરણાદિ ગાથા વડે કહે છે - • નિયુક્તિ-૩૬૨ + વિવેચન : ભગવંતનું સમોસરણ અષ્ટાપદે થયું. ભરત વડે ભોજન લવાયું. તેને ગ્રહણ ન કરાતા વ્યથિત થયેલા ભરતને જોઈને દેવેન્દ્રએ અવગ્રહ પૂછ્યો. ભગવંતે તેનું પ્રતિપાદન કર્યુ. ભરતરાજાએ દેવલોકવાસીના રૂપની પૃચ્છા કરી, ઈન્દ્રે આંગળી બતાવી. ત્યારથી ધ્વજોત્સવ પ્રવર્તો. ભરતે આહારનું શું કરવું તે પૂછ્યું ઈત્યાદિ બધું ઉપર કહેવાઈ ગયું છે આ રીતે આઠ પુરુષ સુધી અથવા આઠ તીર્થંકર સુધી ધર્મ

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120