Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 89
________________ ઉપોદ્ઘાત નિ ૩૨૦ ૧૫૯ ૧૬૦ • વિવેચન-૩૨૦ : ગાથાર્થ કહ્યો. વિશેષ આ - પરમાન્ન એટલે ખીર, કેવી ? અમૃતના સ જેવી. તીર્થકરને પહેલાં પારણે જે થયું તે હવે કહે છે – • નિયુક્તિ-૩૧ - અહોદાન” એવી ઉોષણા, દિવ્ય વાજિંત્રનાદ, સોનૈયાની વૃષ્ટિ જળ અને પુષ્ય વૃષ્ટિ, વસ્ત્રાવૃષ્ટિ. જિનેશ્વરને પારણે થાય.] • વિવેચન-૩૨૧ - દેવો આકાશમાં રહી “અહોદાન” - મો શબ્દ વિમય અર્થે છે. અહો દાનઅહોદાન એવી ઉદ્ઘોષણા કરે અર્થાત આપે સારું દાન આપ્યું તથા સ્વર્ગના દેવો વડે દિવ્ય વાજિંત્ર નાદ. પછી વસુ-દ્રવ્ય તેની ધારાની વૃષ્ટિ. જિળ પુષ વૃષ્ટિ કે વટવૃષ્ટિનો ઉલ્લેખ આ લિકિતામાં efણી કે આ વૃત્તિમાં પણ elી.) આ પ્રમાણે સામાન્યથી પારણાનો કાળ અને ભાવિ કહ્યા. હવે જ્યાં, જે રીતે અને જે આદિ તીર્થકરનું પારણું થયું તે કહે છે – • નિયુક્તિ -૩૨૨ - હસ્તિનાપુરમાં શ્રેયાંસ વડે શેરડીના રસનું દાન, વસુધાસ, ગુર પીઠિકાની પૂજ, તક્ષશિલામાં ગમન, બાહુબલિનું નિવેદન. • વિવેચન-૩૨૨ - [આ કથા મૂર્ણિમાં વિસ્તારથી આપેલી છે.] કુરજનપદમાં ગજપુર (હસ્તિનાપુર નગરમાં બાહુબલિનો પુત્ર સોમપ્રભ અને તેનો પુત્ર શ્રેયાંસ યુવરાજ હતો. તેણે સ્વપ્નમાં મેરુ પર્વતને શ્યામવર્ણ જોયો. તેથી અમૃતના કળશો વડે તેનો અભિષેક કર્યો. તેથી અતિ અધિક શોભવાને લાગ્યો. નગર શ્રેષ્ઠી સુબુદ્ધિએ એવું સ્વપ્ન જોયું કે સૂર્યના હજારો કિરણો પોતાના સ્થાનથી ચલિત થયાં, શ્રેયાંસ વડે તેને જોડી દેવાયા અને તે અધિકતર તેજથી સંપૂર્ણ થયો. રાજાએ સ્વપ્નમાં એક પુરુષને મોટા પ્રમાણવાળા મહાત્ શત્રુસૈન્ય સાથે લડતો જોયો, શ્રેયાંસ વડે સહાય દેવાતા તે સૈન્યબળ ભાંગી ગયું. - પછી તે બધાં સભા મંડપમાં એકઠાં થયાં, સ્વપ્નની ચર્ચા કરી પણ જાણ્યું નહીં. કે શું થવાનું છે. રાજ બોલ્યા કે શ્રેયાંસ કુમારને કોઈ મહાન લાભ થવાનો છે. સભામંડપથી ઉઠીને શ્રેયાંસ પણ પોતાના ભવનમાં ગયો. ત્યાં અવલોકન કરતો બેઠો છે. ત્યાં સ્વામીને પ્રવેશતા જોયા. તે વિચારે છે કે – મેં આવો વેશ ક્યાં જોયો છે, જેવો પરદાદાનો છે ? જાતિસ્મરણ થયું. તે પૂર્વ ભવે ભગવંતનો સારથી હતો. ત્યાં તેણે વજસેન તીર્થકર વેશમાં જોયા હતા. વજનાબે દીક્ષા લીધી, તે પણ દીક્ષિત થયો. ત્યારે તેણે સાંભળેલ હતો કે - આ વજનાભ ભરતક્ષેત્રમાં પહેલાં તીર્થકર થશે, તે જ આ ભગવંત છે. તેટલામાં કોઈ મનુષ્ય શેરડીના રસના ઘડા ભરીને આવ્યો. તે લઈને શ્રેયાંસ ભગવંત સામે ઉપસ્થિત થયો. તે કશે તેવા હોવાથી સ્વામીએ હાથ પસાય. હાથમાં (ખોબામાં] બધો સ નાંખ્યો. ભગવંત અછિદ્રપાણી-છિદ્ધ વગરના હાથવાળા હતા. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ શિખા ઉપર વધવા લાગી, પણ નીચે પડતી નથી. આવી ભગવંતની લબ્ધિ હતી. ભગવંતે પારણું કર્યું. ત્યાં દિવ્યાં પ્રગટ થયાં તે આ પ્રમાણે - (૧) વસુધારા વૃષ્ટિ, (૨) વસ્ત્ર વૃષ્ટિ, (3) દેવદુંદુભિ નાદ, (૪) ગંધોદક પુષ વર્ષા, (૫) આકાશમાં ઉદ્ઘોષણા. ત્યાં તે દેવ સંનિપાત જોઈને લોકો શ્રેયાંસને ઘેર ગયા. તાપસી અને બીજા રાજા પણ આવ્યા. ત્યારે શ્રેયાંસે તેમને કહ્યું – ભિક્ષા આ પ્રમાણે દેવાય છે. આમને દાન દેવાથી સદ્ગતિ મળે છે. ત્યારે તે બધાંએ પૂછ્યું કે તેં કેવી રીતે જાણ્યું? શ્રેયાંસે કહ્યું – જાતિ મરણથી, મેં સ્વામી સાથે આઠ ભવો કર્યા છે. ત્યારે તેઓ કુતુલ ઉત્પન્ન થવાથી પૂછે છે - અમે આપનો આ આઠ ભવનો સંબંધ જાણવાને ઈચ્છીએ છીએ. ત્યારે શ્રેયાંસે પોતાની અને બાષભદેવની આઠ ભવની કથા કહીજેમ વસુદેવહિંડિમાં છે. તે સંક્ષેપથી આ પ્રમાણે છે – [૧] ધજ સાર્યવાહ, [૨] ઉત્તરકુરુક્ષેત્રમાં યુગલિક, [3] પહેલાં દેવલોકમાં, [૪] મહાવિદેહમાં મહત્વ સ. એ માર ભવ ઋષભદેવના થયા પછી પાંચમાં ભવથી 5thદેવ અને શ્રેયાંસનો સંબંધ શરૂ થયો છે આ રીતે – ઈશાનમાં શ્રી પ્રભુ વિમામાં ભગવંત લલિતાંગ દેવ હતા અને શ્રેયાંસ તેની સ્વયંપ્રભા દેવી હતો કે સ્વયંપ્રભા પૂર્વભવે નિર્નામિકા હતી. પછી પૂર્વવિદેહમાં પુલાવતી વિજયમાં લોહાર્બલ નગરમાં ભગવંત વજજંઘ રાજા થયા, શ્રેયાંસ, તેની શ્રીમતી ભાય થયો. પછી ઉત્તરકુરુમાં ભગવંત યુગલિક, શ્રેયાંસ સુગલિની. પછી સૌધર્મ કો બંને દેવો થયા. પછી ભગવંત પશ્ચિમવિદેહે વૈધપુત્ર થયા અને શ્રેયાંસ થયો જીર્ણ શ્રેષ્ઠીના પુત્ર કેશવ, તો છઠ્ઠો મિત્ર હતો. ત્યાંથી અશ્રુત કલામાં તે બંને દેવો થયા. ત્યાંથી પુણ્ડરીકિણી નગરીમાં વજનાભ અને શ્રેયાંસ સારથી. પછી સવર્થિસિદ્ધ વિમાનમાં બંને દેવો થયો. એ પ્રમાણે બંનેનો આઠ ભવનો સંબંધ થયો. પછી અહીં શ્રેયાંસ, ભગવંતનો પ્રપૌત્ર થયો. ત્રણેના સ્વપ્નોનું આ ફળ છે કે શ્રેયાંસે ભગવંતને ભિક્ષા આપી. એ પ્રમાણે લોકોએ સાંભળીને શ્રેયાંસને અભિનંદન આપી બઘાં પોતાના સ્થાને ગયા. શ્રેયાંસે પણ જ્યાં રહીને ભગવંતને પ્રતિલાભિત કરેલાં, તે સ્થાને તેમના ચરણને કોઈ પણ વડે આકમિત ન કરે તે માટે ભક્તિ વડે ત્યાં રનમય પીઠ કરી. ત્રણે સંધ્યા તેની અર્ચા કરવા લાગ્યો અને પર્વ દેશકાળે વિશેષથી અર્ચના કરીને ભોજન કરતો. લોકો પૂછતા કે આ શું છે ? શ્રેયાંસ કહેતો - આદિકાર મંડલ છે. પછી લોકોએ પણ જ્યાં જ્યાં ભગવંત રહ્યા, ત્યાં ત્યાં પીઠ બનાવી. કાળ જતાં તે આદિત્ય પીઠ રૂપે પ્રસિદ્ધ થયું.

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120