Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
ઉપોદ્ઘાત નિ ૩૧૬
૧૫૩ ગ્રહણ કરીને દેહની સારસંભાળનો ત્યાગ કરીને એક ગામથી બીજે ગામ વિચરણ કરે છે.
• વિવેચન-૩૧૬ :
પરમપોર • પરમ સુખના હેતુભૂતપણાથી, ઘોર - સામાન્ય લોકોથી કરવા અશક્ય હોવાથી. વ્યgp નિપ્રતિકર્મ શરીરપણાથી. કહ્યું છે કે - આંખને પણ પ્રમાર્જન ન કરતા, શરીરની ખજવાળતા પણ નહીં તેવા. દિવ્યાદિ ઉપસર્ગોને સહન કરવા પડે. બાકી સુગમ છે ભગવંતે તે સ્વજનોથી પરિવરીને વિહાર કર્યો. તે વખતે ભિuદાન પ્રવર્તતું ન હતું. કેમકે લોક પરિપૂર્ણ હતો અને અર્થપણાનો અભાવ હતો.
• ભાગ-૩૧ -
ત્યારે લોકો જાણતા ન હતા કે ભિક્ષા શું ? ભિક્ષાચર કેવા હોય? તે ભિક્ષા પ્રાપ્ત ન થતાં ચારે હજાર વનમાં તાપસ થયા.
• વિવેચન-૩૧ -
• x • ભગવંતના પરિવારરૂપ તે બધાંને ભિક્ષા ન મળતાં ક્ષઘા પરિષહથી પીડાતા હતા. ભગવંત મૌનવ્રતમાં રહ્યા હોવાથી ઉપદેશ પ્રાપ્ત ન થતાં કચ્છ અને મહાકચ્છને એમ કહ્યું કે - અમારા જેવા અનાથના આપ બંને નેતાઓ છો. કેટલો કાળ અમારા વડે ભુખ-તરસથી યુક્ત રહેવાશે ? તે બંનેએ જવાબ આપ્યો કે અમે પણ નથી જામતા. જો ભગવંતને પૂર્વે જ પૂછ્યું હોત કે અમારે શું કરવું? શું ન કરવું ? તો સારું થાત. હવે જો ઘેર જઈએ તો ભરતની લજ્જાથી ઘેર જવું તે પણ અયુક્ત છે અને આહાર વિના રહી પણ ન શકીએ. તેથી આપણે માટે હવે વનવાસ જ શ્રેષ્ઠ છે. ત્યાં ઉપવાસરત પડેલા પરિણત પ્રાદિનો ઉપભોગ કરતાં ભગવંતનું જ ધ્યાન ધરતાં રહીએ એમ વિચાર્યું.
વિચારીને બધાં સંમત થતાં ગંગા નદીના દક્ષિણ કિનારે રમ્ય વનમાં વલ્કલના વાધારી, આશ્રમવાસી થઈને રહ્યા. આ રીતે તેઓ તાપસ થયા તેમ બતાવ્યું.
તે કચ્છ અને મહાકચ્છના પુત્રો નમિ અને વિનમિ પિતાના અનુરાગથી તે બંનેની સાથે જ વિચારવા લાગ્યા. કચ્છ અને મહાકચ્છ બંનેને કહ્યું કે – અમાસ વડે અંગીકૃત વનવાસ વિધિ ઘણી દારૂણ છે, તેથી તમે સ્વગૃહે જાઓ અથવા ભગવંત પાસે જ માંગણી કરો. તેઓ અનુકંપાવી અભિલષિત ફળને દેનારા થશે. તે બંનેએ પણ પોત-પોતાના પિતાને પ્રણામ કરીને પિતાની આજ્ઞા પ્રમાણે કર્યું. ભગવંતની સમીપે આવીને પ્રતિમા ધ્યાને રહેલા ભગવંતને, જળાશયોમાંથી નલિની પત્રમાં જળ લાવીને ચોતરફ છાંટણા કર્યા, પછી જાનૂ સુધી ઉંચે સુગંધી પુષ્પોનો ઢગલો કર્યો અને નમેલા મસ્તકે ભૂમિમાં ઢીંચણ અને બંને હાથ રાખી પ્રતિદિન ઉભય સંધ્યા રાજ્યનો ભાગ આપવા માટે ભગવંતને વિજ્ઞપ્તિ કરતાં, ફરી પ્રભુની બંને પડખે હાથમાં ખગ લઈ ઉભા રહેતા. તેથી નિયુક્તિકાર કહે છે -
• નિયુક્તિ-૩૧૭ :નમિ-વિનમિ યાચના કરતા હતા તે અવસરે નાગેન્દ્ર ભગવંતના વદનને
૧૫૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ માટે આવ્યો. તેણે વિદ્યાનું દાન આપીને વૈતાદ્ય પર્વતની ઉત્તર-દક્ષિણ શ્રેણીઓ યથાયોગ્ય ૬૦ અને ૫૦ નગરો આપ્યા.
• વિવેચન-૩૧૭ :
કોઈ દિવસે ધરણેન્દ્ર નાગરાજ ભગવંતને વંદનાર્થે આવ્યો. આ બંને વિનંતી કરતા હતા. ધરણેન્દ્રએ નમિ-વિનમિને એ પ્રમાણે યાચના કરતાં જોઈને કહ્યું, ભગવંત તો પરિગ્રહના ત્યાગી છે, એમની પાસે દેવા લાયક કશું નથી, તેમની પાસે ન માંગો. હું ભગવંતની ભક્તિથી તમને આપું છું. કેમકે સ્વામીની સેવા સફળ ન થાઓ. પાઠ કરતાં જ સિદ્ધ થાય તેવી ગંધર્વપજ્ઞકo. ૪૮,૦૦૦ વિધા ગ્રહણ કરો. તેમાં આ ચાર મહાવિધા છે – ગૌરી, ગાંધારી, રોહિણી, પ્રજ્ઞપ્તિ. ત્યાં જઈ તમે વિધાધર ઋદ્ધિથી સ્વજન અને જનપદને પ્રલોભીને દક્ષિણ અને ઉત્તરની વિધાધર શ્રેણીમાં થનાર ચક્રવાલ આદિ ગગનવલ્લભપ્રમુખ ૫૦ અને ૬૦ વિધાધર નગર બનાવીને રહો. ત્યારે તે બંને પ્રાસાદપ્રાપ્ત ભાઈઓ પુષ્પક વિમાનને વિકુવને તીર્થંકર ભગવંતને અને નાગરાજને વંદન કરીને પુણાક વિમાનમાં બેસીને કચ્છ અને મહાકચછને ભગવંતની કૃપા દેખાડી, વિનીતા નગરી ભરત રાજા પાસે જઈ તે અર્થનું નિવેદન કરી, પોતાના સ્વજન અને પરિજનને લઈને વૈતાદ્ય પર્વત નમિએ દક્ષિણ દિશાની વિધાધર શ્રેણીમાં ૫૦-વિધાધર નગર અને વિનમીએ ઉત્તર દિશાની વિધાધર શ્રેણીમાં ૬ વિધાધર નગર બનાવીને રહેવા લાગ્યા.
• નિયુક્તિ-૩૧૮ :
ઋષભદેવ ભગવંત એક વર્ષ સુધી અદીન મનથી ભોજન રહિત વિચરતા રહ્યા. કન્યા, વસ્ત્ર, આભરણ, આસન વડે લોકો પ્રભુને નિમંગા રહ્યા.
• વિવેચન-૩૧૮ ;
"TXT - ઐશ્વયિિદ લક્ષણ જેને છે તે ભગવંત. અદીત મનવાળા અર્થાત્ નિપ્રકંપ યિતવાળા. એક વર્ષ સુધી ભોજન હિત રહ્યા, કેમકે લોકો ભિક્ષાના દાન માટે અજ્ઞાન હતા. લોકોએ પ્રભુને કન્યા માટે, વપટ્ટાંશુક, આભરણ - કટક, કેયુરાદિ, આસન-સિંહાસનાદિ વડે નિમંત્રણા કરી. •x• એ પ્રમાણે વિચરતા ભગવંતને કેટલાંક કાળે ભિક્ષા પ્રાપ્ત થઈ. તેનું પ્રતિપાદન કરતાં કહે છે -
• નિયુક્તિ -૩૧૯ -
લોકનાથ ઋષભદેવને એક વર્ષ બાદ પહેલી ભિક્ષા પ્રાપ્ત થઈ બાકીના તીર્થક્ટોને બીજે જ દિવસે પહેલી ભિક્ષા મળી.
• વિવેચન-૩૧૯ :
-x- લોકનાથ - પહેલાં તીર્થકર, શેષ - અજિતાદિ, ભરતક્ષેત્રના તીર્થકરોને. • x • તીર્થકરોને પહેલું પારણું જેનાથી થયું તેને કહે છે –
• નિયુક્તિ-૩૨૦ :
પ્રથમ તીefકર ઋષભદેવને શેરડીના રસ વડે પારણું થયું. બાકીના તીર્થકરોને અમૃતરસ સમાન ખીર વડે પારણું થયું.