Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 83
________________ ઉપોદ્દાત નિ ૨૦૯ થી ૨૧૧ ૧૪ ધે બીજી દ્વાર ગાથા - (૧૬) તીર્થ-પૂર્વે કહેલ છે, તે ચાતુર્વર્ણ શ્રમણ સંઘ, તેમાં ઋષભાદિને પહેલાં સમોસરણમાં જ ઉત્પન્ન થયો. વીર ભગવંતને બીજામાં થયો. (૧) ગણ - એક વાચના ચાર ક્રિયા સ્થાનોનો સમુદાય, પણ કુળ સમુદાય નહીં. તે ઋષભાદિને કોને કેટલો હતો ? (૧૮) ગણધરસૂત્રના કર્તા, કોને કેટલા થયા ? (૧૯) ધર્મોપાયના દેશક, તેમાં દુર્ગતિમાં પડતાં જીવોને ધારી રાખે તે ધર્મ, તેનો ઉપાય - દ્વાદશાંગરવચન અથવા પૂર્વો. તે બધાં જ તીર્થકરો અને ગણધરો હોય અથવા બીજા પણ જેને જેટલાં ચૌદપૂર્વવિદ્ હોય તે. (૨૦) પર્યાય - કોનો કેટલો દિક્ષાદિ પર્યાય છે ? (૨૧) અંતક્રિયા - તે નિર્વાણ લક્ષણ છે. તે કોને કયા તપથી થઈ ? અથવા કોને કરેલાં પરિવારથી થઈ ? એ બીજી ગાથા વકતવ્યતા કહી. હવે પહેલી દ્વાર ગાયાનો અવયવાર્ય કહે છે – • નિયુક્તિ-૨૧૨+વિવેચન : બધાં જ તીર્થકરો સ્વયંભુદ્ધ હોય છે, કેમકે ગર્ભસ્થાનમાં પણ ત્રણ જ્ઞાન વડે યુક્ત હોય છે. લોકાંતિક - સારસ્વતાદિ, તેઓ બોધ કરવાનો પોતાનો આચાર જાણીને આવે તથા સ્થિતિ આ છે કે તેઓ સ્વયંબદ્ધ હોવા છતાં ભગવંતને બોધ આપે છે. બધાં ભગવંતનો ત્યાગ અને સાંવત્સારિક મહાદાન હવે કહેવાનાર લક્ષણ પ્રમાણે છે. • નિયુક્તિ-૨૧૩+વિવેચન : રાજ્યાદિનો પરિત્યાગ પણ પરિત્યાગ જ છે. એક-એક - કોણ કેટલાંની સાથે ત્યાગ કરનાર છે, તે પ્રત્યેક દ્વાર અને કોની કઈ ઉપધિ કે કોના વડે શિષ્યોને કઈ ઉપધિની અનુજ્ઞા અપાઈ એ ઉપધિ દ્વારા આ બંને ગાથા સમાસ વ્યાખ્યારૂપે જાણવી. હવે પ્રપંચથી પહેલી દ્વાર ગાથાનો આદિ અવયવ જણાવતા કહે છે – • નિયુક્તિ-૨૧૪ - સારસ્વત, આદિત્ય, વહિ, અરુણ, ગઈતોય, તુષિત, અવ્યાબાધ, અગ્નિ અને રિષ્ઠ [ નવ લોકાંતિક દેવો જાણવા.]. • વિવેચન-૨૧૪ - સારસ્વતાદિ, અહીં જ અનુસ્વર અલાક્ષણિક છે. વરુણમાં ૨ નો પણ લોપ થાય છે માટે અરણ. - X* X - અગ્નિને સંજ્ઞાંતરથી મરતુ પણ કહે છે. બ્રહ્મલોકમાં રહેલ રિઠ પ્રતર આધારે આઠ કૃષ્ણરાજિ છે. તેમાં તેમનો નિવાસ છે. • x • ભગવતી સૂત્રમાં કહેલ છે - ભગવન્! આ કૃણરાજિઓ ક્યાં કહેલી છે ? ગૌતમ ! સનતકુમાર અને માહેન્દ્ર કલ્પની ઉપર અને બ્રહ્મલોક કપની નીયે રિષ્ઠ વિમાન પ્રતટમાં રહેલ છે. આ અક્ષાટક સમચતુરસ સંસ્થાન સંસ્થિત છે. •x• આ કૃણાજિઓ સ્વભાવથી, જ અત્યંત કૃષ્ણવર્ણ છે. - ૪ - • નિયુક્તિ-૧૫+વિવેચન :આ દેવનિડાયો સ્વયંભુદ્ધ હોવા છતાં પણ જિનવર ભગવંતને બોધ આપે છે. ૧૪૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ કેમકે દેવોનો આયાર છે. હે ભગવન્! સર્વ જગતના જીવોના હિતને માટે તીર્થ પ્રવર્તાવો. સંબોધન દ્વાર કહ્યું. હવે ત્યાગદ્વાર - • નિયુક્તિ -૨૧૬ : [લોકાંતિક દેવો બોધ આપે તેના સંવત્સર પછી જિનવરેન્દ્રોનું અભિનિષ્ક્રમણ થાય છે. સૂર્યોદયથી પૂવર્ણ કાળ સુધી હંમેશાં અર્થ સંપદાનું દાન આપે છે. • વિવેચન-૨૧૬ :ભાવાર્થ સ્પષ્ટ છે. પૂર્વસૂર્ય-પૂર્વીર્ણ. રોજ કેટલું આપે? • નિયુક્તિ-૨૧૩ - એક કરોડ અને અન્ન આઠ લાખ સોનૈયા સૂર્યોદયથી લઈને પાતરાશ કાળ સુધી ભગવંત દર્શન આપે છે. • વિવેચન-૨૧૩ : પૂર્વાર્ધ સુગમ છે. કઈ રીતે આપે છે ? તે કહે છે - જે દાનની આદિમાં સૂર્યોદય છે, તે સૂર્યોદયાદિ અર્થાત્ સૂર્યોદયથી. કેટલો કાળ સુધી ? પ્રાતઃ કાશન તે પ્રાતરાશન એટલે પ્રાતઃ ભોજનકાળ સુધી. [એક પ્રહર સુધી] જે રીતે આપે છે, તેનું પ્રતિપાદન કરતાં કહે છે – • નિયુક્તિ -૨૧૮,૨૧૯ : શૃંગાટક, કિ, ચતુક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ, પથમાં, નગરના દ્વારોમાં, શેરીના આગળના ભાગમાં અને વચ્ચેના સ્થાનોમાં. સુર, અસુર, દેવ, દાનવ, નરેન્દ્રોથી પૂજિત એવા અને ભગવંતના નિષ્ક્રમણ કાળે વરિવઆિ ઘોષણાપૂર્વક જે બહુપકારે ઈચ્છિત હોય તે આપેચ છે. • વિવેચન-૨૧૮,૨૧૯ : • x • પણ શબ્દ બધે જોડવો. - x - નગરના દ્વારે અર્થાતુ પ્રતોલિમાં, રચ્યામુખ-શેરીનો પ્રવેશ * * * વરવરિકા-“તમે માંગો, તમે માંગો' એવી ઘોષણાને સિદ્ધાંતની ભાષામાં વરવકિા કહે છે. કોણ શું ઈચ્છે છે ? જે જે ઈચ્છે છે, તેને તે દાન આપવું તે. એક પણ વસ્તુ સ્વીકારીને આની પરિસમાપ્તિ થાય છે. તેથી ઘણી પ્રકારે મોતી આદિ દેવારૂપ જે દાનમાં છે, તે બહુવિધિક. સુર મયુર શબ્દથી ચારે પ્રકારના દેવો લેવા. દેવ-દાનવ શબ્દથી ઈન્દ્રનું ગ્રહણ જાણવું. પ્રત્યેક તીર્થંકર કેટલું દાન આપે ? • નિયુક્તિ-૨૦+વિવેચન : ત્રણ અબજ, ૮૮ કરોડ, ૮૦ લાખ સોનૈયા એક વર્ષમાં આપે. ૩૬૦ દિવસને ઉક્ત ૧ કરોડ, ૮ લાખથી ગુણતા આ કમ આવે. • નિયુક્તિ-૨૨૧ થી ૨૨૩+વિવેચન : ભગવંત વીર, અરિષ્ટનેમિ, પાર્શ્વ, મલ્લિ અને વાસુપૂજ્ય સિવાય બાકીના જિનો રાજાઓ થયા. રાજકુળમાં, વિશુદ્ધવંશ અને ક્ષત્રિય કુળમાં જન્મ્યા છતાં સ્ત્રી

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120