Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 81
________________ ઉપોદ્દાત નિ ૨૦૩ થી ૨૦૬ ૧૪3 ૧૪૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ચોથી ગાથા- બાળકોનું ચૂડાકર્મ ત્યારે પ્રવૃત્ત થયું. કન્યાનું દાન-પિતા આદિ વડે પરણાવવી, એ ત્યારે જ થયું. ભિક્ષાદાન, મૃતકની પૂજા • મરદેવા પહેલા સિદ્ધ થયા ત્યારે દેવો વડે કરાઈ. અગ્નિ સંસ્કાર - ભગવંત નિર્વાણ પામ્યા ત્યારે પહેલાં દેવોએ કર્યો, પછી લોકમાં પણ આ પ્રવૃત્તિ થઈ. ભગવંત આદિના અગ્નિ સંસ્કાર સ્થળે સૂપ ત્યારે જ કરાયા, લોકમાં પણ પછી પ્રવૃત્ત થયા. શબ્દ-દિત શબ્દો, જ્યારે ભગવંત મોક્ષમાં ગયા ત્યારે ભરતને અસાધારણ દુઃખ થયું જાણીને શક વડે કરાયા. લોકમાં પણ રૂઢ થયા. બાલકીડાપન, પૃચ્છા •x - કાનના મૂળ પાસે ઘંટિકા ચલિત થાય. ફરી યક્ષો આવી કાનમાં કહે છે – કોઈ પણ પ્રશ્નની વિવક્ષા કરે છે અથવા નિમિનાદિ પૃચ્છના, સુખશાતા આદિ પૃચ્છા. - ૪ - હવે પહેલી ગાવાનું પહેલું દ્વાર ભાષ્યમાં કહે છે – • ભાષ્ય-પ+વિવેચન : કંદાહાર, મૂલાહાર, માહાર, પુષ્પ-ફળ ખાનારા પણ હતા. ક્યારે ? જ્યારે ઋષભદેવ કુલકર હતા. ભાવાર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે તે યુગલિકો આવા પ્રકારે થયા. જિન શબ્દ પરોક્ષ આપ્ત આગમવાદનો સૂચક છે. • તથા • • ભાષ્ય-૬+વિવેચન : ઈક્ષને ખાનાર હોવાથી ક્ષત્રિયો ઈક્વાકુ કહેવાય અને શણ વગેરે સતર પ્રકારના ધાન્ય-શાત્યાદિ, અપક્વ-ન્યૂન એમ ભોજન કરતા હતા. તો પણ કાળદોષથી તે પણ જીર્ણવંત ન થતાં, તે ભગવંતને પૂછતા, ભગવંતે કહ્યું – હાથમાં ઘસીને આહાર કરો. આ જ અર્થને પ્રતિપાદિત કરતાં ભાષ્યકાર કહે છે - • ભાષ્ય-9+વિવેચન - થોડો પણ આહાર કરતાં અજીર્ણ થતાં તે યુગલો પહેલા તીર્થંકર પાસે આવ્યા, સર્વ અવસર્પિણી સ્થિતિ દર્શાવવા વર્તમાન નિર્દેશ કર્યો. ભગવંતે બે હાથ વડે ઘસીને કહ્યું કે આ રીતે આહાર કરો. • ભાગ-૮નું વિવેચન : તે યુગલિકો ભગવંતના ઉપદેશથી બે હાથો વડે ઘસનારા થયા તેથી પગપાપમાં, અહીં એમ કહે છે - તેઓ વનસ્પતિ ધાન્યને બે હાથો વડે ઘસી, ફોતરા કાઢી ખાતા. એ પ્રમાણે કાળના દોષતી કેટલોક કાળ જતાં તે પણ અજીર્ણ - અપચો થવાં લાગ્યું. ફરી ભગવંતના ઉપદેશથી જ બે પાનની વચ્ચે મૂકી થોડીવાર સખી ખાવા લાગ્યા. તેથી તીમિતiદલ પ્રવાલપુટ ભોજી કહેવાયા. અહીં તંદલ શબ્દથી ધાન્ય વનસ્પતિ જ કહેવી. ફરી કેટલોક કાળે જતાં અજીર્ણના દોષથી ભગવંતના ઉપદેશથી હસ્તતલપુટાહારા થયા. હથેળીના સંપુટમાં આહાર રાખી, કેટલાંક કાળ પછી ધાન્ય વનસ્પતિ ખાતાં. તે પ્રમાણે કાંખમાં રાખીને જાણવું. ત્યારે તે યુગલિકો આવા પ્રકારના થયા ફરી અભિહિત પ્રકારના સંયોગો વડે આહાર કરનાર થયા. તે આ પ્રમાણે - હાથ વડે ઘસીને, પાંદડાના સંપુટમાં રાખીને, કાંખના પરસેવામાં રાખીને ઈત્યાદિ કહેવું. - X - X - X - X - આનો જ ઉપસંહાર કરતાં કહે છે – • ભાગ-+વિવેચન : • ઉક્તાર્થ જ છે. વિશેષ એ કે – ઉક્તા અક્ષર યોજના આ પ્રમાણે – મંડલ ઘસીને ખાનારા, આના દ્વારા પૂર્વે કહેલ પ્રત્યેક ભંગક જણાવ્યા. ઘસી પ્રવાલપુટમાં રાખીને ખાનારા, આના દ્વારા બીજી યોજના - બે ભાંગા બતાવ્યા. ઘસીને પ્રવાલપુટમાં રાખીને હાથપુટમાં કેટલોક કાળ રાખીને ખાનારા, આના દ્વારા ત્રણ ભાંગા બતાવ્યા તથા કાનમાં રાખીને ખાનારા, એમ કહીને અનંતર કહેલ ત્રણે ભાંગા સહિત ચોથો ભાંગો બતાવ્યો. • ભાષ્ય-૧૦+વિવેચન : પ્રશ્ન બધું જ ઘસીને ખાવું આદિ તે યુગલિકોએ તીર્થકરના ઉપદેશતી કર્યું અને તે ભગવંતે જાતિ સ્મરણવાળા હતા. તો પછી તેમણે અગ્નિના ઉત્પાદનો ઉપદેશ કેમ ન આપ્યો ? (ઉત્તર) ત્યારે કાળ એકાંત સ્નિગ્ધ અને સૂક્ષકાળ હતો, તેથી પ્રયત્ન છતાં અતિ ઉત્પન્ન થતો નથી. તે વાત ભગવંત જાણતા હતાં. પરંતુ સ્નિગ્ધ રૂક્ષકાળના અનતિપણામાં - મધ્યમ કાળમાં થાય છે, તેથી આદેશ કર્યો નહીં. ચોથો ભાંગો બતાવ્યા છતાં કાળના દોષથી આહારનું અજીર્ણ થવા લાગ્યું, એટલામાં અચાનક અગ્નિનું ઉત્થાન તે કાળે થયું. કઈ રીતે ? વૃક્ષના ઘર્ષણથી. તે પ્રવૃદ્ધ જ્વાલા શ્રેણીવ ઉત્પન્ન થઈ જમીનમાં રહેલા ઘાસને બાળતો હતો, તે જોઈને અપૂર્વરક્ત પ્રાપ્ત થયું માની બુદ્ધિ વડે ગ્રહણ કરવાં પ્રવૃત્ત થયા. બળી જવાથી ડરીને ઋષભદેવને કથન કર્યું. •x - ભગવંતે કહ્યું આજુબાજુનું ઘાસ છેદી નાંખો. - x + અગ્નિ શાંત થયો, પછી ભગવંતે કહ્યું કે અગ્નિને ગ્રહણ કરી પાકને કરો. તેઓએ ધાન્યને અગ્નિમાં નાંખતા તે ધાન્ય વનસ્પતિ બધી બળી ગઈ. પછી શું થયું તે ભાષ્યકાર સ્વયં બતાવે છે – • ભાણ-૧૧+વિવેચન : પ્રભુ રચવાડીએ નીકળ્યા ત્યારે યુગલિકોએ નિવેદન કર્યું કે આ અગ્નિ બધું ખાઈ જાય છે. ત્યારે તે ભગવંતે હાથીના સ્કંધ ઉપર બેઠાં બેઠાં જ કહ્યું કે તે રીતે અગ્નિમાં બધું નંખાય નહીં. પરંતુ માટીનો પિંડ લઈ આવો. તેઓ માટીનો પિંડ લાવ્યા. ભગવંતે હાથીના કુંભ સ્થળે પિંડ રાખીને કુંભનો આકાર બનાવ્યો અને કહ્યું કે - આવા પરિપકવ પણ બનાવી, તેમાં અન્ન પકાવીને ખાઓ. તેઓએ તેમ કર્યું. એ રીતે ત્યાં પહેલું કુંભકારશિલ્પ ઉત્પન્ન થયું અને પકાવવાની પ્રવૃત્તિ શરૂ થઈ. આ જ વાતનો ઉપસંહાર કરતાં શિભદ્વારની વ્યાખ્યા કરે છે - • નિર્યુક્તિ-૨૦+વિવેચન : પાંચ જ મૂળ શિલા થયા, તે આ - ઘટ, લોહ, ચિત્ર, વસ્ત્ર અને વાણંદનું. તેમાં ઘટ-કુંભકારનું શિક્ષ, લોહ-લુહારનું શિલ્પ, ચિત્ર-ચિત્રકાર શિક્ષ, whત • આ

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120