Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 80
________________ ઉપોદ્ઘાત નિ ૧૯૮ પછી તે યુગલો રાજ્યાભિષેક કરવા મરાટે જળ લાવવાને પદ્મિની સરોવરે ગયા. તે અવસરે દેવેન્દ્રનું આસન કંપ્યુ. ચાવત્ અહીં આવીને અભિષેક કર્યાં. આ જ વાતનો ઉપસંહાર કરતાં કહે છે – ૧૪૧ • નિયુક્તિ-૧૯૯ આસન કંપથી ભગવંતના રાજ્યાભિષેક કાળ જાણી ઈન્દ્રે ત્યાં આવીને અભિષેક કર્યો અને રાજા યોગ્ય મુગટાદિ અલંકાર પહેરાવ્યા. • વિવેચન-૧૯૯ ૭ ઉપયોગપૂર્વક અવધિજ્ઞાન વડે જાણીને શક્ર આવ્યો. ભગવંતનો રાજ્યાભિષેક કર્યો. તથા રાજાને યોગ્ય મુગટ, કટક, કુંડલ, કેયુરાદિ અલંકાર પહેરાવ્યા. અહીં પણ વર્તમાનકાળ નિર્દેશનું પ્રયોજન પૂર્વવત્ જાણવું. - x - એટલામાં મિથુનક પુરુષો પાસરોવરમાં નલિની પત્રો વડે જળ લાવવા ભગવંતની પાસે આવીને તેમને અલંકૃત્ - વિભૂષિત જોઈને વિસ્મયથી વિસ્ફારિત નયનવાળા થયા. મૂઢ થઈ વ્યાકુળ ચિત્તે કેટલોક કાળ રહીને ભગવંતના બંને ચરણે તે જળ નિક્ષેપ કર્યો. તેની આવી ક્રિયા યુક્તતા જોઈને દેવેન્દ્રએ વિચાર્યું કે આ પુરુષો ખરેખર વિનીત છે તેથી વૈશ્રમણ યક્ષરાજને આજ્ઞા કરી કે – અહીં ૧૨-યોજન લાંધી, ૯ યોજન પહોળી વિનીતા નગરીની રચના કરો. તેણે આજ્ઞા પામીને દિવ્ય ભવન, પ્રાકાર, માળથી ઉપશોભિત નગરી બનાવી. ઉપસંહારાર્થે કહે છે – • નિયુક્તિ-૨૦૦ : કમળપત્રમાં પાણી લઈ જળને ચરણમાં નાંખતા તે યુગલિકો વિનીત હોવાથી વિનીતા નગરી વસાવી. • વિવેચન-૨૦૦ : ગાથાર્થ કહ્યો. વિશેષ આ – ધ્રુમંતિ - પ્રક્ષેપ કરે છે. વર્તમાન નિર્દેશ પૂર્વવત્ - ૪ - અભિષેકદ્વાર કહ્યું. હવે સંગ્રહદ્વાર કહે છે - • નિર્યુક્તિ-૨૦૧+વિવેચન : અશ્વ, હાથી, ગાય એ ચતુષ્પદને રાજ્યના સંગ્રહ નિમિતે ગ્રહણ કરીને, હવે કહેવાનાર સ્વરૂપના ચાર પ્રકારનો સંગ્રહ કરે છે. વર્તમાનકાળ નિર્દેશનું પ્રયોજન પૂર્વવત્. • નિર્યુક્ત-૨૦૨+વિવેચન : ઉગ્ર, ભોગ, રાજન્ય, ક્ષત્રિય આમના સમુદાયરૂપ સંગ્રહ તે ચાર ભેદે થાય. આ ચારેનું અનુક્રમે સ્વરૂપ કહે છે – આરક્ષણ કરનાર તે આરક્ષક, ઉગ્રદંડ કરનારા હોવાથી ઉગ્ર, ગુરુ સ્થાનીય તે ગુરુ-ભોગા. મિત્ર રૂપ તે રાજન્ય-સમાન વયવાલા. ઉક્ત સિવાયના તે ક્ષત્રિયો. - ૪ - હવે લોક સ્થિતિનું વૈચિત્ર્ય નિબંધન જણાવતા કહે છે – • નિયુક્તિ-૨૦૩ થી ૨૦૬ : (૧ થી ૧૧) આહાર, શિલ્પ, કર્મ, મમત્વ, વિભૂષણા, લેખ, ગણિત, રૂપ, આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ લક્ષણ, માન અને પોતજ... (૧૨ થી ૨૧) વ્યવહાર, નીતિ, યુદ્ધ, બાણશાસ્ત્ર, ઉપાસના, ચિકિત્સા, અર્થશાસ્ત્ર, બંધ, ઘાત, તાડના... (૨૨ થી ૩૦) યજ્ઞ, ઉત્સવ, સમવાય, મંગલ, કૌતુક, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર... (૩૧ થી ૪૦) ચૂડા ઉપનયન, વિવાહ, દત્તિદાન, મૃતક પૂજા, અગ્નિ સંસ્કાર, સ્તુભ, શબ્દ, ખેલાવવું અને પૂછવું. • વિવેચન-૨૦૩ થી ૨૦૬ ઃ આ ચારે દ્વાર ગાથા છે. ભાષ્યકાર આ પ્રત્યેક દ્વારની વ્યાખ્યા કરશે. તો પણ કંઈક કહીએ છીએ – (૧) આહાર વિષયક વિધિ, કઈ રીતે કલ્પવૃક્ષનો આહાર સંભવે ? કઈ રીતે પક્વ આહાર થાય ? (૨) શિલ્પવિષયક વિધિ, ક્યારે ક્યાં કઈ રીતે કેટલાં શિલ્પો ઉપજ્યાં ? (3) ક્રમ વિષયક વિધિ - કૃષિ, વાણિજ્યાદિ કર્મ થવા અને અગ્નિમાં ઉત્પન્નાદિ. (૪) મામણા-તેનાથી પરિગ્રહ મમત્વ કહેવું. (૫) વિભૂષામંડનની વક્તવ્યતા, તે ભગવંતને પહેલાં દેવેન્દ્રએ કરી, પછી લોકમાં પણ પ્રવૃત્ત થઈ. (૬) લેખ - લિપીવિધાન, તેની વિધિનું કથન. તે જિનેશ્વરે જમણા હાથે બ્રાહ્મીને બતાવી અને (૭) ગણિત વિધિ, ગણવું તે, તે પ્રભુએ ડાબા હાથે સુંદરીને ઉપદેશી. (૮) રૂપ - કાષ્ઠ કર્માદિ, ભગવંતે ભરતને કહ્યું. (૯) લક્ષણ - પુરુષ લક્ષણાદિ, તે ભગવંતે બાહુબલિને કહ્યા. (૧૦) માત - માન, ઉન્માન, અવમાન, ગણિમ, પ્રતિમાન લક્ષણ. (૧૧) પોત - આના વડે માન પોતની વિધિ કહેવી. તેમાં માન બે ભેદે છે – ધાન્યમાન અને રસમાન. તે ધાન્યમાન - બે અસતીની પસતી ઈત્યાદિ કહ્યા. રસમાન-ચોસઠીયા ઈત્યાદિ. ઉસ્માન - જે ઉન્માન કરાય તે કર્ષ ઈત્યાદિ. અવમાન - જેથી અવક્તવ્ય થાય તે હાય કે દંડ વડે, ગણિમ - જે ગણાય ઈત્યાદિ. આ બધું ત્યારે પ્રવૃત્ત થયું. - ૪ - X - પામેલા. નીતિવિધિ કહેવી - બીજી ગાથા - વ્યવહાર વિષયક વિધિ કહેવી, રાજકુલ કરણ ભાષા પ્રદાનાદિ રૂપ વ્યવહાર, તે ત્યારે પ્રવૃત્ત થયો. કેમકે લોકો પ્રાયઃ સ્વ સ્વ ભાવથી અપગમ હક્કારાદિ લક્ષણ, શામ આદિ ઉપલક્ષમ. યુદ્ધ વિષયક વિધિ, તેમાં બાહુયુદ્ધ આદિ - x - ઈષુશાસ્ત્ર-ધનુર્વેદ વિષયક વિધિ, રાજધર્મ હોવાથી ત્યારે જે પ્રવૃત્ત થઈ - ૪ - ૪ - ઉપાસના-નાપિત કર્મ ત્યારે જ જન્મ્યું કેમકે પૂર્વે પ્રાણીઓને વ્યવસ્થિત નખ અને રોમ હતા. અથવા ગુરુ કે નરેન્દ્રાદિની ઉપાસના. ચિકિત્સા - રોગહરણ રૂપ, તે ત્યારે જ થઈ અર્થશાસ્ત્ર, નિગડ આદિ જન્ય બંધ, દંડાદિ વડે તાડન-ઘાત, મારણ-જીવિતાદિથી છુટા પાડવા. આ બધું ઋષભ દેવના કાળે જ ઉત્પન્ન થયું. ૧૪૨ ત્રીજી ગાથા - યજ્ઞ એટલે નાગાદિ પૂજા રૂપ, ઉત્સવ - શક્ર મહોત્સવાદ, સમવાય - ગોષ્ઠી આદિ મેળો. આ ત્યારે પ્રવૃત્ત થયું. મંગલ-સ્વસ્તિક, સિદ્ધાર્થકાદિ. કૌતુક - રક્ષાદિ મંગલ - x - આ ભગવંતને પહેલાં દેવો વડે કરાયું. વસ્ત્રચીનાંશુકાદિ, ગંધ-કોષ્ઠપુટાદિ, માળા-પુષ્પદામ, અલંકાર - કેશ ભૂષણાદિરૂપ, આ બધું વસ્ત્રાદિ ત્યારે જ થયા.

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120