Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
ઉપોદ્ઘાત નિ ૧૩૬
૧૧૩
છિદ્રવાળો ઘડો, કાના વિનાનો ઘડો, ભાંગેલો ઘડો, પૂરો ઘડો. છિદ્રવાળા ઘડામાં નાંખેલ પાણી નીકળી જાય, ઓઠા વગરનામાં જેટલું સમાય તેટલું પાણી કાયમ રહે, ભાંગેલામાં ભાંગેલ બાજુથી પાણી નીકળી જાય. એ રીતે છિદ્રવાળામાં જરાપણ પાણી ન રહે, બોડીયા કે ખંડીયામાં થોડું રહે, પરંતુ સંપૂર્ણ ઘડામાં પાણી, બરોબર રહે.
આ પ્રમાણે ભણનારા શિષ્યો ચાર પ્રકારના જાણવા - એક તો ભણાવવા સાથે જ ભૂલી જાય, બીજા બોડીયા - પહેલાનું ભૂલે અને પછીનું નવું યાદ રાખે. ખંડીયા જેવા ઘણું ભૂલી જાય, આ ત્રણે નકામાં છે. પહેલાં અને પછીનું બંને સંપૂર્ણ યાદ રાખે તે સંપૂર્ણ કામનાં છે.
o ચાલણીનું દૃષ્ટાંત - લોક પ્રસિદ્ધ છે, જેનાથી લોટ ચળાય છે. જેમ ચાલણી પાણીમાં નાંખતા તળીયે જાય, તેમ બેદકાર શિષ્ય ભણાવેલા સુત્ર અને ભૂલી જાય કે દુરૂપયોગ કરે તેવા શિષ્યો. • x - કેટલાંક શિષ્યો એક કાનથી પ્રવેશ કરાવી, બીજાથી કાઢી નાંખે ત્યારે ચાલણી કહે છે - તે મારા જેવા ધન્યવાદને યોગ્ય છે. મગૌલીયા કહે છે - ધન્ય તો અમે છીએ કે જરા પણ કાનથી સાંભળતા જ નથી. પણ કમંડલ તેનું પ્રતિપક્ષ છે. તેમાં ગમે તે પ્રવાહી પદાર્થ નાંખો તો પણ બિંદુ માત્ર ન મળે. આવા અપમાદી શિષ્યો ભણેલા સૂત્રાર્થને સંપૂર્ણ યાદ રાખે છે.
પરિપૂણકનું દૃષ્ટાંત - ઘી કે દૂધ ગાળવાની ગરણી, સુઘરીનો માળો તે ઘી નીચે નાંખે પણ કચરો આદિ સંઘરી રાખે છે. તેમ કુશિયો દોષો શોધીને હૃદયસ્થ કરે છે અને ગુણો મૂકી દે છે. તેને ન ભણાવવો.
સર્વજ્ઞ મતમાં પણ દોષ છે, તેમ કહેવું યોગ્ય છે. તમારું કથન સત્ય છે. ભાણકાર : સર્વજ્ઞનાં કહેલ જિનમતમાં કંઈપણ દોષ નથી, પણ ઉપયોગ રહિત બોલે કે અપારના હાથમાં આવવાથી દુરૂપયોગ થતાં ગુણવાળું પણ દોષિત થાય છે.
o હંસનું દૃષ્ટાંત - હંસ - x • પોતે દુધ પી, પાણી રહેવા દે છે. તેમ સુશિષ્ય • x • ગુણને શોધી-શોધીને ગ્રહણ કરે છે તે શાસ્ત્રકાર યોગ્ય છે.
o પાડાનું દૃષ્ટાંત પાડો પોતે પાણી ન પીએ, ડોળી નાંખીને બીજા ઢોરને પણ ન પીવા દે, તેમ કલેશ, વિકથા, નકામા પ્રશ્નો કરી કુશિષ્યો પોતે ભણતા નથી, બીજાને ભણવા દેતા નથી.
o બકરાનું દષ્ટાંત - થોડા પણ પાણીમાં બકરો નાનું મુખ હોવાથી પીએ છે, પણ તે પાણી ડહોળતો નથી તેમ શિષ્ય થોડું પણ જ્ઞાન શાંતિથી સાંભળે, બીજાને કલેશ કરાવ્યા વિના ભણવા દે.
૦ મશક ષ્ટાંત • પોતાની ચાંચથી ડંખ મારી પીડે, તેમ કુશિષ્ય પણ ગુરુને તેની જાતિ વગેરે હલકી બતાવી પીડે છે.
o જળોનું દષ્ટાંત - જળો છે તે માણસને દુ:ખ દીધા વિના લોહી પીએ છે, તેમ સુશિષ્ય ગુરુને પીડા કર્યા વિના શ્રુતજ્ઞાન ભણે છે.
0 બિલાડીનું દૃષ્ટાંત - જમીનમાં છાંડેલું દૂધ ચાટે, તેમ કુશિષ્ય ગુરુને બદલે
૧૧૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ બીજા પાસેથી વિનયનો લોપ કરીને પાછળથી પૂછી લે છે.
o જાહકનું દષ્ટાંત - એક જાનવર છે, તે વાસણની બંને બાજુથી ધીમે ધીમે દૂધ ચાટે છે, તેમ સુશિષ્ય થોડું થોડું ભણેલું પાકું કરી બુદ્ધિમાનું બની ગુરુને દુઃખ દીધા વિના ભણે છે.
o ગાયનું દટાd - એક ધમર્થી પુરુષે ચાર વૈદિકોને ગાય આપી. તેમણે વાર કર્યા. પહેલા વાવાળો વિચારે છે કે કાલે દુધ બીજાનું છે, તો મારે ગાયને શા માટે ઘાસ-પાણી નાંખવા. બધાંએ એવું કરતાં ગાય ભૂખી-તરસી મરી ગઈ, ચારે બ્રાહ્મણોની નિંદા થઈ કે હત્યારા છે. તે ગૃહસ્થો બીજાને પણ દાન આપતા અચકાવા લાગ્યા કે આપમી ગાયોને તે મારી નાંખશે. * * * * *
વિપરીત દેટાંત - બીજા ચાર ભાઈને ગાય મળતા તેમણે વારા બાંધી દીધા, પહેલાં વારવાળાએ વિચાર્યું કે- મારો અવર્ણવાદ ન થાઓ કે ‘આ ગાયના હણનારા છે.' વળી જીવતી રહેશે તો દૂધ આપશે, બીજાને વધુ દૂધ મળશે તો પરોપકાર થશે. [તેનો બોધ આ છે -
કોઈ આચાર્ય પાસે પોતાના તથા બીજાના શિષ્યો ભણતા હોય ત્યારે શિષ્યો વિચાર કે પહેલા આવેલા સાધુઓ ગુરુની વૈયાવચ્ચ કરશે, મહેમાન સાધુ જાણે કે તેમના શિષયો વૈયાવચ્ચ કરશે. એ પ્રમાણે આચાર્યની ખબર ન રાખવાથી શરીર બગડતા બઘાંને ભણવામાં હાનિ થાય. આવી કુટેવથી બીજા પણ કોઈ તેમને ભણાવતા નથી.
o ભેરીનું દટાંત - કૃષ્ણ વાસુદેવના દષ્ટાંતમાં છે.
૦ આભીર • આભીરણીનું દૃષ્ટાંત - જુદા જુદા રબારી ગાડામાં ઘી ભરીને શહેરમાં વેંચવા ગયા. એક રબારીએ ઘીનો ભાવ કરાવીને તોલવા માંડ્યું. રબારણ નીચે ઉતરી પતિ પાસેથી ગાડામાંથી ઘી નીચે મુકે છે. પ્રમાદથી બંનેને વાંકે ઘડો પડીને ભાંગ્યો. સ્ત્રી તેના પતિનો વાંક કાઢી બોલી કે- હે ગમાર ! તેં આ શું કર્યું?
મ્બારી બોલ્યો - અભાગણી ! તું યુવાની મદમાં બીજાને તાકે છે, તેથી આ દોષ તારો છે.
એમ બંનેને કલેશ થયો, મારામારી કરવા લાગ્યા. તે ઘડાનું થોડું ઘી પણ ઢળી ગયું. મહા મહેનતે બીજાએ તેમને શાંત પાડ્યા. સાંજે બાકીના ઘીના રૂપિયા લઈ પાછા ફરતાં ચોરો મળ્યા. તેમણે રૂપિયા તથા બળદની જોડી બંને લઈ લીધા. બંને નિભગી પશ્ચાતાપ કરતાં ઘેર આવ્યા. આ રીતે કુશિષ્યને ભણાવતાં ખોટો ઉચ્ચાર કે અન્યથા પ્રરૂપમા કરે ત્યારે ગુરુ ઠપકો આપે તો સામો વાંક કાઢે ઈત્યાદિ
૦ પ્રતિપક્ષનું દેહાંત - ઘડો ભાંગતા રબારીએ સ્ત્રીને ઠપકો ન આપ્યો પણ ઠીકરાથી ઘી ભરી લીધું, થોડું ઢળ્યું. બંનેએ પોતાની ભૂલ માની લીધી. શિષ્ય ખોટું શીખે કે શીખવેલું ભૂલી જાય તો ગુરુ ફરી સમજાવે, સુશિષ્ય પણ પોતાની ભૂલ માની કરી ગ્રહણ કરે ઈત્યાદિ - x - આયાર્ય પણ ધ્યાન આપે કે શિષ્ય ભણી શકે તે