Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 74
________________ ૧૩૦ આવશ્યક-મૂલક સટીક અનુવાદ/૧ ઉપોદ્ઘાત નિ ૧૭૧,૧૭૨ સાર્થવાહપુત્ર તેના મિત્રો. • વિવેચન-૧૩૧,૧૭૨ - • x • અવસર જાણીને સંમોહ નિમિતે હું ઉપન્યાસ કરીશ - ધન સાર્થવાહ આદિ ગાથાર્થને કથાનકથી જાણવો. • x • તે આ પ્રમાણે - ધન નામે સાર્થવાહ હતો. તેણે દેશાંતરે જતાં ઘોષણા કરાવી. તે કહે છે - તે કાળે તે સમયે પશ્ચિમ વિદેહક્ષેત્રમાં ધન નામે સાર્થવાહ હતો. તે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી વસંતપુરે વાણિજ્ય અર્થે ચાલ્યો. તેણે ઘોષણા કરાવી કે - જે મારી સાથે આવશે. તેના યોગ-ક્ષેમ હું વહન કરીશ. તે આ પ્રમાણે – આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ, ભૈષજ કે બીજા જે કંઈથી વિષાદ પામે તે બધું. તે સાંભળીને ઘણાં તટિક, કાપેટિક આદિ આવ્યા. ચાવતુ તેની સાથે સાધુનો ગચ્છ પણ ચાલ્યો. તે કાળ કયો હતો ? ચરમ ઉનાળો. તે સાર્થ જ્યારે અટવી મધ્ય પહોંચ્યો. ત્યારે વષરિણ-ચોમાસું બેઠું. ત્યારે તે સાર્થવાહ અતિ દુર્ગમ પંથ છે, તેમ જણી ત્યાં જ સાર્થ નિવેશ કર્યો. ચોમાસું રહ્યા. તે રહી પડતાં આખો સાથે પણ ત્યાં રહ્યો. જ્યારે તે સાર્થિકોને ભોજન પીરસ્યુ ત્યારે કંદ-મૂલ-કૂલ ખાવાનું આરંભ્ય ત્યારે સાધુઓ દુઃખી થયા કે જો કંઈપણ ક૫તું મળશે, તો લઈશું. એ પ્રમાણે કાળ વીતવા લાગ્યો. થોડું ચોમાસુ રહ્યું. ત્યારે ઘનસાર્થવાહને ચિંતા થઈ કે - આ સાર્થમાં કોઈ દુ:ખી છે? ત્યારે યાદ આવ્યું કે મારી સાથે સાધુઓ આવ્યા છે, તેમને કંદ આદિ કલાતા નથી. તે તપસ્વીઓ દુઃખી છે. કાલે દાન કરીશ, એમ વિચારી પ્રભાતે નિમંત્રિને કહ્યું - આમાં અમારું કંઈ યે તો ગ્રહણ કરશો ? આપને શું કલાશે ? અમૃત-ચકારિત ભિક્ષા માગ કે ઘી વગેરે. પછી તેણે સાધુને વિપુલ પ્રમાણમાં પ્રાસુક ઘી વહોરાવ્યું. તે યથાયુષ્ય પાળીને કાળમાસે કાળ કરીને તે દાનના ફળથી (સમ્યકત્વ પામી] ઉત્તરકુરમાં મનુષ્ય થયો. ત્યાંથી આયુક્ષય થતાં સૌધર્મકક્ષે દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને આ જ જંબૂદ્વીપમાં પશ્ચિમ વિદેહમાં ગંધિલાવતી વિજયમાં વૈતાદ્ય પર્વતમાં ગાંધાર જનપદમાં ગંધસમૃદ્ધ વિધાધર નગરમાં અતિબલરાજાના પત્ર શતબલ રાજાના પુત્ર મહાબલ નામે રાજા થયો. ત્યાં સુબુદ્ધિ શ્રાવક મંત્રી એવા પ્રિય મિત્ર વડે નાટક-પેક્ષણમાં આક્ષિપ્ત મનવાળા એવા તેને બોધ પમાડ્યો. બાકી એક માસનું આયુ રહેતા, છેલ્લે બાવીશ દિવસના ભક્ત પ્રત્યાખ્યાન કરી, મરીને ઈશાન કલામાં શ્રીપ્રભ નામક વિમાનમાં લલિતાંગ નામે દેવ થયો. ત્યાંથી ચ્યવને આ જ જંબૂદ્વીપમાં પુકલાવતી વિજયમાં લોહાલ નગરનો સ્વામી વજજંઘ નામે રાજા થયો. ત્યાં પત્ની સહિત, પાછલી વયમાં દીક્ષા લઉં, એમ ચિંતવેલું પણ પુત્ર વડે વાસગૃહમાં ધૂપ-ધુમાડાના યોગે મારી નંખાયો. મરીને ઉત્તરકુરમાં પોતાની પત્ની સહિત યુગલિક રૂપે જમ્યો. ત્યાંથી સૌધર્મક દેવ થયો. ત્યાંથી ચ્યવીને ફરી મહાવિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં વૈધપુગ રૂપે [31/9] જમ્યો. જે દિવસે જન્મ્યો, તે દિવસે એકસાથે આ ચાર વયસ્ય જમ્યા - રાજપુત્ર, શ્રેષ્ઠીપુરા, અમાત્યપુત્ર, સાર્થવાહપુત્ર. તેઓ મોટા થયા. અન્ય કોઈ દિવસે તે વૈધના ઘેર એકસાથે ભેગા થઈને બેઠા હતા. ત્યાં કોઈ સાધુમહાત્મા ભિક્ષાર્થે આવ્યા કે જે કૃમિ કુષ્ઠ રોગથી પીડિત હતા. તે બધાં મિત્રો સાથે પ્રણય અને હાસ્ય કરતા તે વૈધપુત્રને બોલ્યો. આ લોકમાં તમારી સાથે બધું ખાધું-પીધું, પણ કોઈ તપસ્વી કે નાની ચિકિત્સા ન કરી. વૈધપુત્ર બોલ્યો - કરીશ. પણ મારી પાસે ઔષધ નથી. તે મિત્રો બોલ્યા-અમે મૂલ્ય આપીશું. શું ઔષધ જોઈશે? વૈધપુને કહ્યું - કંબલ રત્ન, ગોશીષ ચંદન અને બીજું સહસંપાક તેલ. ત્યારે તે બધું શોધવા નીકળ્યા. ત્યારે તેમણે જાણ્યું કે - અમુક વણિક પાસે આ પધાદિ છે. તે મિત્રો તેમની પાસે ગયા, બે લાખ મુદ્રા લીધી. વણિક સંભ્રાંત થઈ બોલ્યો - શું આપું ? તેઓએ કહ્યું કે કંબલ રત્ન અને ગોશીષ ચંદન આપો. વણિકે પૂછ્યું - આનું શું પ્રયોજન છે ? તેઓએ કહ્યું સાધુની ચિકિત્સા કરવી છે. વણિકે કહ્યું - મારે મૂલ્ય નથી જોઈતું. એમ જ લઈ જઈને ચિકિત્સા કરો. મને પણ ધર્મ થશે. તે વણિક વિચારે છે કે - જે આ બાળકોને ધર્મની ઉપર આવી શ્રદ્ધા હોય તેટલી તો મારા જેવા મંદપુણ્ય કે જે આલોક પ્રતિબદ્ધ છે, તેને આવી શ્રદ્ધા નથી. તે સંવેગ પામ્યો, તથારૂપ વીરો પાસે દીક્ષા લઈને સિદ્ધિ ગતિ પામ્યો. આ મિત્રો પણ તે ઔષઘ લઈને, તે સાધુની પાસે તે જે ઉધાનમાં પ્રતિમા ધ્યાને સ્થિત હતા. ત્યાં ગયા. ત્યાં પ્રતિકાસ્થિત તેમને વંદન કરીને અનુજ્ઞા માંગી કેહે ભગવન્! અમોને અનુજ્ઞા આપો. અમે આપને ધર્મવિદન કરવા આવેલ છીએ. તે વાત નિર્યુક્તિકાર કહે છે – • નિયુક્તિ-૧૩,૧૭૪ : તે મિત્રોએ વૈધપુત્રના ઘેર કોઢના કીડાથી પીડિત કોઈક મુનિને જોઈને, તેઓ વૈધપુત્રને કહે છે, તમે આ મુનિની ચિકિત્સા કરો... લક્ષપાક તેલ વૈધને આ વણિકે રત્નકંબલ અને ગૌશીર્ષ ચંદન આપીને દીક્ષા લીધી. તે વણિક તે જ ભવે આંતકૃત કેવલી થઈ મોક્ષે ગયો. • વિવેચન-૧૭૩,૧૭૪ : [કથાનકનો શેષ ભાગ અહીં કહે છે –] ત્યારપછી તેલ વડે તે સાધુને અચંગન કર્યું. તે તેલ રોમકૂપો વડે બધું જ વ્યાપ્ત થયું. તે વ્યાપ્ત થતાં બધાં કૃમિઓ ક્ષોભ પામ્યા, તેમના ચાલવાથી તે સાધુને અતીવ વેદના થઈ. ત્યારે તે કૃમિને નીકળતા જોઈને કંબલ રન વડે તે સાધુને પ્રાકૃત કચઢિાંકી દીધા. તે શીતલ હતું. તેલ ઉણતાવાળું હતું. કૃમિઓ તેમાં ચોંટી ગયા. ત્યારે પહેલાથી લાવેલા ગાયના મડદામાં તે કૃમિને નાંખ્યા. તે બધાં જ કૃમિ નીકલી ગયા, પછી તેણે સાધુને ચંદન વડે લિપ્ત કર્યા. પછી આશ્વાસિત કર્યા. એ પ્રમાણે એક-બે-ત્રણ વખત તે સાધુને અત્યંગન કરી

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120