Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 71
________________ ઉપોદ્ઘાત નિ ૧૪૬ કલ્પે દેવ થયો. ૧૨૩ • ભાષ્ય-૧,૨-વિવેચન : પશ્ચિમ વિદેહમાં ગ્રામચિંતક, રાજાના લાકડાં માટે વનમાં જવું ભિક્ષા નિમિત્તે સાધુનું સાર્થથી ભ્રષ્ટ થવું. તેમને જોઈને અન્ન-પાન આપવા. અનુકંપાથી માર્ગે ચડાવવા, ગુરુનું કથન, સમ્યકત્વ પ્રાપ્તિ, મરીને સૌધર્મભે, પલ્યોપમાયુષ્યવાળો મહદ્ધિક દેવ થયો. • નિયુક્તિ-૧૪૭ : સુવિહિત સાધુની અનુકંપાથી સમ્યકત્વ પામીને દૈદીપ્યમાન શરીરધારી વૈમાનિક દેવરૂપે ઉત્પન્ન થયો. • વિવેચન-૧૪૭ : [ગમનિકા ઉક્ત અર્થમાં કહી.] માસ્વર - દીપ્તિવાળા, વ-પ્રધાન, બોદિ શરીરને. વૈમાનિક દેવ થયો એ નિર્યુક્તિ ગાથાર્થ છે. • નિયુક્તિ-૧૪૮+વિવેચન : પછી સ્વ આયુષ્યમનો ક્ષય થતાં દેવલોકથી ચવીને આ જ ભરત ક્ષેત્રમાં ઈક્ષ્વાકુકુલમાં ઉત્પન્ન ઋષભદેવના પુત્ર [ભરત] ના પુત્ર અર્થાત્ ભગવંત ઋષભના પૌત્ર રૂપે મરીચિ નામે ઉત્પન્ન થયા. • નિયુક્તિ-૧૪૯ : ભરતનો પુત્ર મરીચિ ઈક્ષ્વાકુ કુળમાં થયો. [ક્યારે ?] કુલકર વંશ સમાપ્ત થતાં. તેથી ઈક્ષ્વાકુ કુળની ઉત્પત્તિ કહેવી જોઈએ. • વિવેચન-૧૪૯ : ઈક્ષ્વાકુનું કુળ તે ઈક્ષ્વાકુકુળ. તેમાં ઉત્પન્ન થયો [કોણ ?] ભરતનો પુત્ર મરીચિ. ત્યાં ઋષભનો પૌત્ર એમ સામાન્ય વિધાન કર્યુ. અહીં વિશેષ અભિધાનમાં કોઈ દોષ નથી. તે કુલકરવંશ વીત્યા પછી થયો તેમાં કુલકર હવે કહેવાનાર લક્ષણવાળા છે, તેમનો વંશ-પ્રવાહ. તે અતિક્રાંત થયા પછી. તેથી અહીં ઈક્ષ્વાકુ કુળની ઉત્પત્તિ કહેવી, પહેલા કુલકરોની ઉત્પત્તિ બતાવે છે. ક્યા ક્ષેત્ર-કાળમાં થયા? • નિયુક્તિ-૧૫૦,૧૫૧+વિવેચન : આ વર્તમાન અવસર્પિણીનો જે ત્રીજો આરો-સુષમદુઃશ્યમા, તેના પાછલા ભાગમાં, કેટલો ભાગ ? પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહેતા, કુલકરોની ઉત્પત્તિ થઈ..... અર્ધભરતના મધ્ય ત્રિભાગમાં, શેમાં ? ગંગા-સિંધુ નદી મધ્યે, અહીં બહુ મધ્ય ભાગમાં, છેડે નહીં. સાત કુલકરો ઉત્પન્ન થયા. અર્ધભરત - વિધાધરના નિવાસરૂપ વૈતાઢ્ય પર્વતની આ તરફ લેવું. હવે કુલકર વક્તવ્યતારૂપ દ્વાર ગાયા કહે છે - • નિર્યુક્તિ-૧૫૨ : કુલકરનો પૂર્વભવ, જન્મ, નામ, પ્રમાણ, સંઘયણ, સંસ્થાન, વર્ણ, સ્ત્રી, આયુ, ભાગો, ભવનપતિમાં ઉત્પત્તિ, નીતિ કહેવા. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ • વિવેચન-૧૫૨ : કુલકરોના પૂર્વભવો કહેવા, જન્મ કથન, નામ, પ્રમાણ તથા સંઘયણ કહેવા. વ શબ્દ પૂરણ અર્થે છે. તથા સંસ્થાન, વર્ણો, સ્ત્રી, આયુ અને ભાગો કહેવા. ક્યા વય ભાગમાં કુલકરો સંવૃત્ત થયા ? ભવનોમાં ઉપપાત કહેવો. ભવન શબ્દથી ભવનપતિ લેવા તથા નીતિ – “હકાર' આદિ લક્ષણવાળી કહેવી. ગાથાર્થ કહ્યો, અવયવાર્થ પ્રતિ દ્વારે કહેશે. ૧૨૪ તેમાં પહેલું દ્વાર - તેનો અવયવાર્થ કહે છે - • નિયુક્તિ-૧૫૩,૧૫૪ : પશ્ચિમ વિદેહમાં ભે વણિક મિત્રો હતા. એક માયાવી અને બીજો ઋજુ. કાળધર્મ પામી આ ભરતમાં હાથી અને મનુષ્યરૂપે જન્મ્યા. સ્નેહકરણ અને ગજ આરોહણ જોઈને તેનું નામ નિષ્પન્ન થયું કલાવૃક્ષની હાનિથી ઘરમાં કલહ થયો, તે બાબત વિચારણા કરી, કુલકરને વિનંતી કરી, હા!' એમ દંડનીતિ નક્કી કરી. • વિવેચન-૧૫૩,૧૫૪ ૭ પશ્ચિમ વિદેહમાં બે વણિક મિત્રો હતા. - x - [ગાથાર્થ મુજબ છે.] સામળત્ય - દેશી શબ્દ હોવાથી ‘પર્યાલોચન કરીને' અર્થ કર્યો. કથાનક – પશ્ચિમ વિદેહમાં બે વણિક્ મિત્રો હતા. વિશેષ આ - હાથી અને મનુષ્યરૂપે અવતર્યા. આના દ્વારા પુનર્જન્મ કહ્યો. પૂર્વ ભવે એક મિત્ર માયાવી અને બીજો મિત્ર ઋજુ હતો. તેઓ એક સાથે જ વિચરતા હતા. તેમાં જે એક માયાવી હતો, તે ઋજુને અતિસંધાન કરતો હતો. બીજો બધું છૂપાવ્યા વિના સમ્યક્ વ્યવહાર કરતો હતો. બંને જો કે દાનરુચિક હતા. પછી તે ઋજુક મરીને આ જ દક્ષિણાદ્ધમાં યુગલ રૂપે જન્મ્યો. વક્ર હતો તે તે જ પ્રદેશમાં હસ્તિરત્ન થયો. તે શ્વેત વર્ણનો, ચાર દાંત વાળો હતો. બંને જ્યારે મોટા થયા ત્યારે તે યુગલિક પુરુષે હાથીને જોયો. જોઈને તેને પ્રીતિ ઉત્પન્ન થઈ. તેને અભિયોગ જન્યકર્મ ઉદયમાં આવ્યું. ત્યારે તે યુગલિક પુરુષે તે હાથીના સ્કંધે વળગ્યો. તે જોઈને બધાં લોકોએ કહ્યું કે આ મનુષ્યોમાં અધિક છે, તેનું વિમલવાહન એવું નામ કર્યુ. તે બંનેને જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યારપછી કાળદોષથી કલ્પવૃક્ષો હાની પામ્યા. તે આ “ મત્તાંગ, મૃગાંત્ર, ત્રુટિતાંગ, ચિત્રાંગ, ચિત્રરસાંગ, ગૃહાકાર, અનગ્ન, એ સાત કલ્પવૃક્ષો. તેની હાનિ થતાં કષાયો ઉત્પન્ન થયા. “આ મારું અહીં બીજું કોઈ ન રહી શકે” એવું કહેવા લાગ્યા. જે ત્યાં આડા આવે તેના પ્રત્યે કષાયો થતાં અને ગ્રહણમાં ખંડિત કરી દેતાં. તેથી તેઓએ વિચાર્યુ કે – કોઈને પણ આપણે અધિપતિરૂપે સ્થાપીએ. જે વ્યવસ્થા કરે ત્યારે તે વિમલવાહનને પોતાનામાં અધિક ઋદ્ધિવાન્ જાણી સ્થાપિત કર્યો. ત્યારે તેણે વૃક્ષોના વિભાગ કર્યા અને કહ્યું કે – જે તમારામાંથી આ મર્યાદાનું અતિક્રમણ કરશે, તે મને કહેવું. હું તેનો દંડ કરીશ.

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120