Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 28
________________ પીઠિકા-નિ ૧૩ થી ૧૫ પામતા તો વિવક્ષિત કાળે કદાચ હોય - કદાચ ન હોય. આ નવા પામતા તે એ છે કે જેઓ પ્રથમથી જ આભિનિબોધિક જ્ઞાન પામતા હોય, તે સમય જ લેવો. બાકીના સમયમાં તો જે છે તેઓ પૂર્વ પ્રતિપન્ન જ ગણાય. (૨) ઈન્દ્રિયદ્વાર - ઈન્દ્રિયને આશ્રીને વિચારાય તે. તેમાં પૂર્વે પામેલા પંચેન્દ્રિયો તો અવશ્ય હોય છે, નવા પામતા પૂર્વદ્વારવત્ કહેવા. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોવાલા પૂર્વ પ્રતિપન્ન સંભવે છે, પણ પ્રતિધમાન સંભવતા નથી. એકેન્દ્રિયો ઉભયથી રહિત હોય છે. 39 (૩) કાયદ્વાર - કાયને આશ્રીને વિચારાય. તેમાં ત્રસકાયમાં પૂર્વ પ્રતિપન્ન નિયમથી હોય. પ્રતિષધમાન વિકલ્પે છે. શેષ કાયોમાં પૃથ્વીકાયાદિ ઉભયનો અભાવ હોય છે. (૪) યોગ દ્વાર - ત્રણે યોગ સાથે લેતા પંચેન્દ્રિય માફક કહેવું. મન રહિત વાક્યોગમાં વિકલેન્દ્રિયવત્, કેવળકાયયોગમાં ઉભયનો અભાવ. (૫) વેદદ્વાર - ત્રણે વેદોમાં વિવક્ષિતકાળમાં પૂર્વે મતિજ્ઞાન પામેલા અવશ્ય હોય, પ્રતિપધમાન હોય કે ન પણ હોય. (૬) કાયદ્વાર ક્રોધ, માન, માયા, લોભ એ ચારે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન ભેદે છે. તેમાં અનંતાનુબંધી ક્રોધાદિમાં બંને પ્રકારે અભાવ છે. બાકીના પંચેન્દ્રિયવત્ જાણવા. (૭) લેશ્મા દ્વાર - આત્માને આઠ પ્રકારના કર્મોથી લેપે - ચોટે તે લેશ્યા. કાચા આદિના કોઈપણ યોગવાળાને કૃષ્ણાદિ દ્રવ્ય સંબંધથી આત્મ પરિણામો તે લેશ્યા છે. તેમાં તેજો-પદ્મ-શુક્લમાં પંચેન્દ્રિયવત્ કહેવું અને કૃષ્ણાદિ ત્રણમાં પૂર્વપત્તિપન્ન સંભવે, પ્રતિપધમાન નહીં. (૮) સમ્યકત્વદ્વાર - સમ્યક્દષ્ટિની વિચારણા બે નયથી -૧- વ્યવહારનય :સમ્યગ્દષ્ટિ પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિષધમાનક ન હોય. આભિનિબોધિક જ્ઞાનના લાભવાળાને સમ્યગ્દર્શન, મતિ, શ્રુત ત્રણેનો સાથે લાભ થાય છે. અન્યથા આભિનિબોધિક પ્રતિપત્તિ અનવસ્થા પ્રસંગ થાય. -૨- નિશ્ચયનય - સમયષ્ટિ પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપધમાનક બંને હોય. કેમકે આભિનિબોધિક જ્ઞાનવાળાને સમ્યગ્દર્શન સહાયક છે. કેમકે તેમાં ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ બંનેનો અભેદ છે. જો ભેદ માનીએ તો ક્રિયાના અભાવના અવિશેષત્વથી નવી વસ્તુ ઉત્પન્ન જ ન થાય. (૯) જ્ઞાનદ્વાર - જ્ઞાન પાંચ ભેદે છે - મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ. અહીં પણ વ્યવહાર અને નિશ્ચય ભેદે વિચારાય છે. ૧- વ્યવહારનય - મત્યાદિ ચાર જ્ઞાની પૂર્વપત્તિપન્ન હોય પણ પ્રતિપધમાનક ન હોય. કેમકે મત્યાદિ જ્ઞાનીને સમયગ્દર્શન સહચારી છે. પણ કેવળી તો પૂર્વ પ્રતિપન્ન કે પ્રતિષધમાન એકે ન હોય, કેમકે તે ક્ષાયોપશમિક જ્ઞાનથી અતિત હોય છે. મત્યાદિ ત્રણે અજ્ઞાન વિવક્ષિત કાળે પ્રતિધમાન હોય પણ પૂર્વપ્રતિપન્ન ન હોય. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ૨- નિશ્ચયનય - મત્યાદિ ત્રણ જ્ઞાની નિશ્ચયથી પૂર્વપત્તિપન્ન હોય. પ્રતિપધમાન પણ સમ્યગ્દર્શન સહચારિત્વથી મત્યાદિનો લાભ સંભવે છે. અહીં પણ ક્રિયાકાળ નિષ્ઠાકાળ અભેદ છે. મન-પર્યવજ્ઞાની તો પૂર્વપ્રતિપન્ન જ હોય, કેમકે તે ભાવ યતિને જ થાય. કેવલીને બંનેનો અભાવ છે. મત્યાદિ અજ્ઞાની બેમાંથી એકે ન હોય, કેમકે પ્રતિપત્તિ કાલમાં અભેદત્વ હોય છે. અજ્ઞાનના અભાવમાં પ્રતિપત્તિ ક્રિયાનો અભાવ છે. 36 (૧૦) દર્શનદ્વાર - દર્શન ચાર ભેદે ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવળ. દર્શનલબ્ધિસંપન્ન પણ દર્શનનો ઉપયોગ કરનારા નહીં, કેમકે “બધી લબ્ધિ સાકારોપયોગ ઉપયુક્તને હોય. તે નિયમથી પૂર્વપ્રતિપન્ન હોય. વિવક્ષિત કાળે પ્રતિપધમાનક હોય કે ન પણ હોય. પરંતુ અવધિદર્શનવાળા તો પૂર્વ પ્રતિપન્ન જ હોય. કેવળદર્શનવાળા બંનેથી રહિત હોય. - (૧૧) સંયતદ્વાર - સંયત પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિધમાન નહીં. (૧૨) ઉપયોગ દ્વાર - ઉપયોગ બે ભેદે - સાકાર અને અનાકાર. સાકાર નિયમથી પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિપધમાન વિવક્ષિત કાળે હોય કે ન હોય. અનાકાર ઉપયોગી પૂર્વપત્તિપન્ન હોય, પ્રતિપધમાન નહીં. (૧૩) આહાકદ્વાર - આહાસ્કો નિયમથી પૂર્વપતિપન્ન હોય, વિવક્ષિત કાળે પ્રતિપધમાન હોય કે ન હોય. અનાહારકો વિગ્રહગતિમાં પૂર્વપતિપન્ન સંભવે છે, પણ પ્રતિપધમાન ન હોય. (૧૪) ભાષક દ્વાર - ભાષાલબ્ધિસંપન્ન તે ભાષક. તે બોલતા કે ન બોલતા હોય, તેઓ નિયમથી પૂર્વપત્તિપન્ન હોય, વિવક્ષિતકાળે તેઓ પ્રતિપધમાન હોય કે ન હોય. તેવી લબ્ધિ રહિત બંને પ્રકારે ન હોય. (૧૫) પરીતદ્વાર - પ્રત્યેક શરીરી નિયમથી પૂર્વપત્તિપન્ન હોય, પ્રતિમાન વિવક્ષિત કાળે હોય કે ન હોય. સાધારણ જીવો ઉભયરહિત છે. (૧૬) પર્યાપ્તકદ્વાર - આહારાદિ છ પર્યાપ્તિથી પર્યાપ્ત તે પર્યાપ્તક. તે નિયમથી પૂર્વપ્રતિપન્ન હોય. પ્રતિપધમાનની વિવિક્ષત કાળે ભજના. અપર્યાપ્તક છ પર્યાપ્તિની અપેક્ષાથી પૂર્વપત્તિપન્ન સંભવે, બીજા નહીં. (૧૭) સૂક્ષ્મદ્વાર - સૂક્ષ્મ બંને પ્રકારે ન સંભવે, બાદર નિયમા પૂર્વપ્રતિપન્ન હોય. પ્રતિપધમાનક વિવક્ષિત કાળે હોય કે ન હોય. (૧૮) સંજ્ઞીદ્વાર - દીર્ઘકાલિકી ઉપદેશથી સંજ્ઞી લેવા. તે બાદર માફક જાણવા. અસંજ્ઞી પૂર્વપ્રતિપન્ન સંભવે, પ્રતિપધમાન નહીં. (૧૯) ભવદ્વાર - ભવસિદ્ધિકોને સંજ્ઞીવત્ જાણવા, અભવસિદ્ધિકો-અભવ્યો તો બંને પ્રકારે ન હોય. (૨૦) ચરમદ્વાર - જેનો છેલ્લો ભવ થશે તે જીવ, અભેદ ઉપચારથી તે ચરમ છે. તે નિયમા પૂર્વપત્તિપન્ન હોય, પ્રતિધમાનની ભજના, અચરમ તો બંનેથી રહિત હોય છે. હવે આભિનિબોધિક જીવ દ્રવ્ય પ્રમાણ કહે છે –

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120