Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
ઉપોદ્દાત નિ ૧૧૯,૧૨૦
૧૦૧
થોડાં ભિન્ન શબ્દોમાં કહેલી છે. • x - x - પથમિક ચારિત્ર કહીને હવે ક્ષાયિક કહે છે અથવા - x - હવે ક્ષપક શ્રેણીને કહે છે –
• નિયુક્તિ-૧૨૧ -
અનંતાનુબંધી કષાય, મિથ્યાત્વ કે મિશ્ર મોહનીય, આઠ કષાયો, ત્રણે વેદ, હાસ્યાદિ ષક અને સંવલન ક્રોધાદિ અપાવે છે.
• વિવેચન-૧૨૧ :
ક્ષપક શ્રેણી માંડતો અસંયતાદિ કોઈ અત્યંત શુદ્ધ પરિણામી હોય છે તે ઉત્તમસંહનન, પૂર્વવિદ, અપમત, શુક્લધ્યાની હોય. બીજા ધર્મધ્યાની હોય.
પહેલાં અંતર્મહર્તરી અનંતાનુબંધી ક્રોધાદિને સાથે ખપાવે છે. તેના અનંતભાગે મિથ્યાત્વમાં પ્રક્ષેપીને મિથ્યાવ સહિત જ તેને ભેગો ખપાવી દે. જેમ અતિ સંભૂત દાવાનળ અર્ધ બળેલા લાકડામાં રહીને બીજા લાકડાંને પણ સાથે બાળી મૂકે છે. તેમ ક્ષપક શ્રેણીવાળો તીવ્ર શુભ પરિણામપણે એકને ખપાવતા શેષ વધે, તેને બીજામાં નાંખી ખપાવી દે. એ પ્રમાણે મિશ્ર ખપાવે. પછી સમ્યકત્વ મોહનીય ખપાવે. જો આયુ પૂર્વે શ્રેણી બાંધી હોય તો અનંતાનુબંધી ખપતાં ત્યાં જ અટકે. ત્યાં કદાચ મિથ્યાદર્શનનો ઉદય થાય તો તેને પાછા ચોકઠાં કરે, કેમકે ત્યાં મિથ્યાત્વ બીજ સંભવે છે, જો નિય્યાત્વબીજ સર્વચા ક્ષીણ થઈ ગયું તો મિથ્યાત્વ ન બાંધે. તે અવસ્થામાં મરેલો અવશ્ય દેવલોકે જાય. સાત પ્રકૃતિ ક્ષય થયેલો પણ પ્રતિપાતિ પરિણામી રહે છે. જો પડેલ પરિણામી હોય તો મતિભિન્નતાથી જુદાજુદા જીવો સર્વ ગતિને ભજનારા થાય.
[પ્રશ્ન મિથ્યાદર્શનાદિ ક્ષયે તે જીવ દર્શનરહિત થાય કે નહીં ? [ઉતર] સમ્યગુદૃષ્ટિ જ રહે. (પ્ર] સભ્ય દર્શન ક્ષયે સમ્યગુર્દષ્ટિવ કઈ રીતે ? મીણારહિત બનાવેલ શુદ્ધ કોદા જેવું છે. મિથ્યાપણું દૂર થતાં સમ્યગ્દર્શન થાય. તે શુદ્ધ પુદગલો પણ સર્વથા ક્ષય થતાં પતિત પરિણામી થતાં નથી. - X-X - તે શુદ્ધતર ભાવ એ જ ક્ષાયિક સમ્યગુદર્શન છે.
- આ શ્રેણી જો બદ્ધાયુવાળો માંડે તો સાત પ્રકૃતિ ક્ષીણ થતાં ત્યાં જ અટકે અને તે ઉપરોક્ત શેષ સમ્યગ્દર્શન જ ખપાવે. આયુ ન બાંધેલા સતત બામે ગુણઠાણે પહોંચે, સ્વલા સમ્યગ્દર્શનનાં થોડાં પુદ્ગલ રહ્યાં હોય ત્યારે અપત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનાવરણ સાથે ખપાવવાનું આરંભે.
જે ૧૩-પ્રકૃતિ ખપાવે તે આ પ્રમાણે – • નિર્યુક્તિ -૧૨૨,૧૨૩ :
-નરકગતિ અને નકાનપ રસ્તીચગતિ, તીચાનપૂર્વ, એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય, તપ, ઉધોત, સ્થાવરનામ, સૂક્ષ્મ, સાધારણ, અપાયત નિદ્રાનિદ્રા, પ્રચલાપચલા, વિણદ્ધિને ખપાવી આઠ કપાયના શેષને ખપાવે.
• વિવેચન-૧૨,૧૨૩ :- [સારાંશ • x • આનુપૂર્વી - બળદની નાસિકામાં નાંખેલ જુ સંસ્થાનીય છે, જેનાથી
૧૦૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ કર્મપુદ્ગલ સંહતિથી વિશિષ્ટ સ્થાન પામે છે. જેના વડે ઉપરનું તથા નીચેનું આખું શરીર ઉત્પન્ન થાય છે, તે આનુપૂર્વી. એ રીતે ગતિ અને આનુપૂર્વી નામની બળે એકેન્દ્રિયાદિ જાતિ નામની ચાર. [પ્રશ્ન એકેન્દ્રિયાદિની આનુપૂર્વી નામ કેમ કહેતા નથી ? તીર્ધચ આનુપૂર્વી કહેવાથી તેમાં સમાવાઈ જાય છે. માત૫ - જેના ઉદયે આતાવાન થાય છે. એ રીતે ઉધોત સ્થાવરા - પૃથ્વી આદિ, • x - શેષ પ્રગટ અર્થવાળા છે. વિશેષ એ કે - ત્યાનદ્ધિ - જેની ચૈતન્ય ઋદ્ધિ છે તે. તેના ઉત્તરકાળમાં શેષ જે આઠ કષાયો, તેને અંતર્મુહમાં ખપાવે. પછી નપુંસકવેદ, પછી સ્ત્રીવેદ, પછી હાસ્યાદિ ષક, પછી પુરુષવેદને ત્રણ ખંડ કરે. બે ખંડ સાથે ખપાવે છે. બીજા ખંડને સંજ્વલન ક્રોધમાં નાંખે છે, પરવેદમાં શ્રેણી માંડનારનો આ ક્રમ છે. પરંતુ નપુંસકાદિ શ્રેણી માંડે તો ઉપશમશ્રેણીવતુ જાણવું.
પછી સંજવલન ક્રોધાદિને અનુક્રમે પ્રત્યેકને અંતર્મુહર્તમાં ખપાવે. જો કે આખી શ્રેણીનો કાળ અંતર્મુહૂર્ત જ છે. કેમકે અંતર્મુહૂર્તના અસંખ્ય ભેદો છે. લોભના ચમ ખંડના સંખ્યય ખંડ કરીને જુદા જુદા વખતે ખપાવે ઈત્યાદિ. • X - X • છેલ્લે સૂક્ષમ સંપરાય લોભનો છેલ્લો અણુ ખંડ ક્ષય થતાં સુધી છે, ત્યારપછી યયાચાત ચાસ્ત્રિી છે.
પછી મહાસમુદ્રને તરવા માફક મોસાગરને તરીને ત્યાં વિશ્રાંતિ લે છે. ત્યારે છઠાસ્થવીતરાગપણે આ ગુણસ્થાનના છેલ્લા બે સમયમાંના પ્રથમ સમયમાં નિદ્રાદિ ખપાવે છે, તે કહે છે -
• નિયુક્તિ-૧૪,૧૨૫ :
વિસામો લઈને નિગ્રન્થ કેવળજ્ઞાનના બે સમય બાકી રહેતા પહેલાં સમયે નિદ્રા, પ્રચલા, નામ કમની પ્રકૃત્તિ અપાવે છે, તે આ રીતે - દેવગતિ, દેવાનપળ, વૈક્રિયશરીર અને આંગોપાંગ, પહેલાં સિવાયનાં સંઘયણ, બીજા સંસ્થાનો, તીર હોય તો માત્ર આહાકશરીર આ પ્રકૃતિ અપાવે.
• વિવેચન-૧૨૪,૧૨૫ :
સંઘયણો છ છે – વજsષભનારાય, ઋષભનારાય, નારાય, અર્ધનારાય, કીલિકા, સેવાd. સંસ્થાન - પોતાનું વર્તમાન સંસ્થાન છોડીને બાકીના ખપાવે છે. સંસ્થાનો છ - ચતુરસ, ન્યગ્રોધ મંડલ, સાદિ, વામન, કુજ અને હંડક. વિસ્તાર અને બાહચમાં તુલ્ય, ઉંચાઈમાં વધારે, મડભકોઠ, અધોકાયમડહ અને સર્વથા અસંસ્થિત તે હુંડ સંસ્થાન છે.
• નિર્યુક્તિ-૧૨૬-વિવેચન :
છેલ્લા સમયે પાંચ જ્ઞાનાવરણો- મતિ જ્ઞાનાવરણાદિ, ચારે દર્શનો - ચક્ષુર્દશનાદિ, પાંચ ભેદે અંતરાય - દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્યાન્તરાય ખપાવીને કેવલી થાય છે. [સ્થાપના વૃત્તિમાં જોવી.]
• નિયુક્તિ -૧૨૩ :સર્વે લોક અને અલોકને સર્વ પ્રકારે એકી સાથે છેતો ભૂતકાળ,